Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ધાર ૨૦૬મું - 363 પાખંડીઓ 541 આમ કુલ 63 + 4 = 67 ભેદ થયા. ઉત્પત્તિને આશ્રયીને સત્ત્વ વગેરે પહેલા ચાર જ ભેદ થાય છે, સદવક્તવ્યત્વ વગેરે બાકીના ત્રણ ભેદ થતા નથી, કેમકે એ ત્રણ ભેદો ઉત્પત્તિ થયા પછી પદાર્થના અવયવને આશ્રયીને થાય છે, જયારે અહીં તો પદાર્થની ઉત્પત્તિને આશ્રયીને ભેદોની વિચારણા છે. (4) વનયિક - વિનય એટલે નમ્રતા, ઉત્કર્ષનો અભાવ. વિનયપૂર્વક ચરે તે વૈનાયિક. તેઓ એમ માને છે કે માત્ર વિનયથી જ સ્વર્ગ અને મોક્ષ મળે છે. તેથી તેઓ વિનયને જ મુખ્યરૂપે સ્વીકારે છે. તેમના કોઈ નિશ્ચિત વેષ, આચાર કે શાસ્ત્રો હોતા નથી. તેમના 32 ભેદ છે. દવ રાજા વૃદ્ધ મુનિ મનથી વિનય ] સ્વજન 8 X વચનથી વિનય | 4 = 32 કાયાથી વિનય અવમ (અનુકંપા યોગ્ય જીવો) | દાનથી વિનય માતા પિતા વૈનયિકના 32 ભેદ આ રીતે જાણવા - (1) દેવનો મનથી વિનય કરે. (ર) દેવનો વચનથી વિનય કરે. (3) દેવનો કાયાથી વિનય કરે. (4) દેવનો દાનથી વિનય કરે. આમ દેવનો ચાર પ્રકારે વિનય કરનારના ચાર ભેદ થયા.