Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૧૯૯૪મું દેવોની સ્થિતિ 515 પહેલા 1,000 યોજનમાં ઉપર-નીચે 100-100 યોજન છોડી વચ્ચેના 800 યોજનમાં વ્યંતરદેવો રહે છે. તે 8 પ્રકારના છે - (1) પિશાચ (પ) કિનર (2) ભૂત (6) કિંપુરુષ (3) યક્ષ (7) મહોરગ (4) રાક્ષસ (8) ગંધર્વ આ 8 ના બે-બે ઇન્દ્ર છે - એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં. બીજા પણ 8 પ્રકારના વ્યંતર દેવો છે. તેઓ રત્નપ્રભા પૃથ્વીના પહેલા 1OO યોજનમાં ઉપર-નીચે 10-10 યોજન છોડી વચ્ચેના 80 યોજનમાં રહે છે. તે 8 પ્રકાર આ પ્રમાણે છે - (1) અપ્રજ્ઞપ્તિક (5) કન્દ્રિત (2) પંચપ્રજ્ઞપ્તિક (6) મહાક્રતિ (3) ઋષિવાદિત (7) કૂષ્માંડ (4) ભૂતવાદિત (8) પતંગ આ 8 ના બે-બે ઇન્દ્ર છે - એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં. આમ વ્યંતરના ઇન્દ્ર 16 + 16 = 32 છે. (3) જ્યોતિષ - જગતને પ્રકાશ આપનારા વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવો તે જ્યોતિષદેવો. તે પાંચ પ્રકારના છે - (1) ચંદ્ર (4) નક્ષત્ર (2) સૂર્ય (5) તારા (3) ગ્રહ આ પાંચે બે પ્રકારના છે -