Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૧૭૧મું - 10 પ્રકારના કલ્પવૃક્ષો 485 દ્વાર ૧૭૧મું - 10 પ્રકારના કલ્પવૃક્ષો કલ્પ = મનવાંછિત. તેને પૂરનાર વૃક્ષ તે કલ્પવૃક્ષ. તે 10 પ્રકારના છે - (1) મત્તાંગર (મત્તાંગક) - તેઓ દારૂ આપે છે. દારૂથી ભરેલા તેમના ફળો ફૂટી ફૂટીને દારૂ આપે છે. (2) ભૂતાંગ - તેઓ થાળી વગેરે વાસણો આપે છે. જેમ ઝાડ પર ફળો હોય છે તેમ તેમની ઉપર વાસણો હોય છે. (3) ત્રુટિતાંગ - તેઓ વાજિંત્રો આપે છે. જેમ ઝાડ પર ફળો હોય છે તેમ તેમની ઉપર વાજિંત્રો હોય છે. (4) દીપાંગ - તેઓ દીવાની જેમ ઉઘાત કરે છે. (5) જ્યોતિરંગ - તેઓ સૂર્યની જેમ બધું પ્રકાશિત કરે છે. (6) ચિત્રાંગ - તેઓ ફૂલની માળા આપે છે. તેમની ઉપર અનેક પ્રકારના સુગંધી પુષ્પોની માળા હોય છે. (7) ચિત્રરસાંગ - તેઓ ભોજન આપે છે. તેમના ફળો ભોજનના પદાર્થોથી ભરેલા હોય છે. (8) મયંગ - તેઓ આભૂષણો આપે છે. તેમની ઉપર કડા, કુંડલ, બાજુબંધ વગેરે અલંકારો હોય છે. (9) ગૃહાકાર - તેમની ઉપર વિવિધ પ્રકારના ભવનો હોય છે. (10) અનગ્ન - તેઓ વસ્ત્રો આપે છે. તેમની ઉપર વિવિધ પ્રકારના વસ્ત્રો હોય છે.