Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 468 દ્વાર ૧૫૮મું - પલ્યોપમ દ્વાર ૧૫૮મું - પલ્યોપમ જે કાળના પ્રમાણમાં પલ્ય (પ્યાલા)ની ઉપમા હોય તે પલ્યોપમ. તે 3 પ્રકારે છે - (1) ઉદ્ધારપલ્યોપમ - તે બે પ્રકારે છે - (a) બાદર ઉદ્ધારપલ્યોપમ - અસત્કલ્પનાથી ઉત્સધાંગુલથી બનેલા 1 યોજન લાંબા, પહોળા, ઊંડા અને 3 યોજન + ન્યૂન ? યોજનની પરિધિવાળા ગોળ પ્યાલાને મસ્તક મુંડાવ્યા પછીના ૧થી 7 દિવસ સુધીના વાળના ટુકડા (વાલાઝ)થી એવો ઠાંસીઠાંસીને ભરવો કે એ વાલાઝો પવનથી ઊડે નહીં, અગ્નિથી બળે નહીં અને પાણી તેમાં પેસી ન શકે. આ પ્યાલામાંથી સમયે સમયે 1-1 વાલગ્ર બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો સમય લાગે તે 1 બાદર ઉદ્ધારપલ્યોપમ. તે સંખ્યાના સમય પ્રમાણ છે. (b) સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમ - ઉપર કહેલા દરેક વાલાગ્રના અસંખ્ય ટુકડા કરવા. તે ટુકડાનું પ્રમાણ - દ્રવ્યથી આંખથી દેખાય તેવા સૂક્ષ્મ પગલદ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલા. ક્ષેત્રથી સૂક્ષ્મ નિગોદના શરીર કરતા અસંખ્યગુણ. મતાંતરે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેટલા. આ ટુકડાઓથી ઉપર કહેલા પ્યાલાને તે જ રીતે ભરવો. આ પ્યાલામાંથી સમયે સમયે 1-1 સૂક્ષ્મવાલાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો સમય લાગે તે 1 સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમ. તે સંખ્યાતા કરોડ વર્ષ પ્રમાણ છે. (2) અદ્ધાપલ્યોપમ - તે બે પ્રકારે છે - (a) બાદર અદ્ધાપલ્યોપમ - બાદર ઉદ્ધારપલ્યોપમમાં ભરેલા પ્યાલામાંથી દર સો વર્ષે 1-1 વાલાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો સમય લાગે તે 1 બાદર અદ્ધાપલ્યોપમ. તે સંખ્યાતા કરોડ