Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 466 દ્વાર ૧૫૭મું - 17 પ્રકારના મરણ આવીચિમરણની જેમ 5 પ્રકારનું છે. (4) વલ”રણ - ચારિત્રના યોગોમાં સીદાતા, જેના ચારિત્રના ભાવ ભાંગી ગયા છે એવા સાધુનું મરણ તે વલમ્મરણ. (5) વશાર્તમરણ - ઇન્દ્રિયોના વિષયોની આસક્તિથી થતું મરણ તે વશાર્તમરણ. અંતઃશલ્યમરણ - રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવના કાદવમાં ખૂપેલા જેઓ પોતાના રસ, ઋદ્ધિ, સાતાનો અભાવ થવાના ભયથી આચાર્યને પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી અતિચારો કહ્યા વિના મરે તે અંતઃશલ્યમરણ. (7) તવમરણ - પોતે જે ભાવમાં હોય તેવા જ ભવનું આયુષ્ય બાંધીને મરવું તે તદ્દભવમરણ. તે સંખ્યાતાવર્ષના આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચને હોય છે. (8) બાલમરણ - અવિરત (પાપોથી નહીં અટકેલા)નું મરણ તે બાલમરણ. (9) પંડિત મરણ - વિરત (પાપોથી અટકેલા)નું મરણ તે પંડિતમરણ. (10) મિશ્રમરણ (બાલપંડિતમરણ) - દેશવિરત (પાપોથી આંશિક રીતે અટકેલા)નું મરણ તે મિશ્રમરણ. (11) છદ્મસ્થમરણ - મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવ જ્ઞાની સાધુઓનું મરણ તે છબસ્થમરણ. (12) કેવલીમરણ - કેવલજ્ઞાનીનું મરણ તે કેવલીમરણ. (13) વૈહાયસમરણ - ઝાડની શાખા પર ફાંસો ખાવો, ઝાડ કે પર્વત પરથી પડવું વગેરેથી પોતે જ મરવું તે વૈહાયસમરણ. (14) ગૃધ્રપૃષ્ઠમરણ - પીઠ પર મહેંદીની પૂણીઓ બાંધીને ગીધ વગેરે પાસે પોતાની પીઠ વગેરેને ખવડાવીને મરવું તે ગૃધ્રપૃષ્ઠમરણ.