Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૧૫૭મું - 17 પ્રકારના મરણ 465 | દ્વાર ૧પ૭મું - 17 પ્રકારના મરણ (1) આવીચિમરણ - અનુભવાતા આયુષ્યના પ્રતિસમય નવા નવા દલિકોનો ઉદય થવાથી જુના જુના દલિકોનો નાશ થવા રૂપ મરણ તે આવચિમરણ. તે 5 પ્રકારનું છે - દ્રવ્યઆવી ચિમરણ - નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવનું ઉત્પત્તિસમયથી માંડીને પોતપોતાના આયુષ્યકર્મના દલિકોને દરેક સમયે અનુભવવું તે દ્રવ્યઆવી ચિમરણ. તે નારકી વગેરેના ભેદથી 4 પ્રકારનું છે. (i) ક્ષેત્રઆવી ચિમરણ - તે તે ક્ષેત્રમાં થતો આયુષ્યકર્મના દલિકોનો પ્રતિસમય અનુભવ તે ક્ષેત્રઆવી ચિમરણ. તે નારકી વેગેરેના ભેદથી 4 પ્રકારનું છે. (i) કાળઆવી ચિમરણ - તે તે કાળમાં થતો આયુષ્યકર્મના દલિકોનો પ્રતિસમય અનુભવ તે કાળઆવીચિમરણ. તે દેવાયુષ્યકાળ વગેરેના ભેદથી 4 પ્રકારનું છે. ભવઆવી ચિમરણ - તે તે ભવમાં થતો આયુષ્યકર્મના દલિકોનો પ્રતિસમય અનુભવ તે ભવઆવી ચિમરણ. તે નરક વગેરે ભવના ભેદથી 4 પ્રકારનું છે. ભાવઆવી ચિમરણ - આયુષ્યના ક્ષયરૂપ ભાવની પ્રધાનતાની અપેક્ષાએ થતો આયુષ્યકર્મના દલિકોનો પ્રતિસમય અનુભવ તે ભાવઆવી ચિમરણ. તે નારકી વગેરેના ભેદથી 4 પ્રકારનું છે. અવધિમરણ - આયુષ્યકર્મના જે દલિકોને અનુભવીને જીવ મરે ફરી તે જ દલિતોને અનુભવીને મરે તો તે અવધિમરણ છે. તે આવી ચિમરણની જેમ 5 પ્રકારનું છે. (3) આત્યંતિકમરણ - આયુષ્યકર્મના જે દલિકોને અનુભવીને જીવ મરે ફરી તે દલિકોને અનુભવીને ન મરે તો તે આત્યંતિકમરણ છે. તે (5)