Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 469 દ્વાર ૧૫૮મું - પલ્યોપમ વર્ષ પ્રમાણ છે. (b) સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ - સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમમાં ભરેલા પ્યાલામાંથી દર સો વર્ષે 1-1 વાલાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતાં જેટલો સમય લાગે તે 1 સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ. તે અસંખ્ય કરોડ વર્ષ પ્રમાણ છે. (3) ક્ષેત્રપલ્યોપમ - તે બે પ્રકારે છે - (a) બાદર ક્ષેત્રપલ્યોપમ - બાદર ઉદ્ધારપલ્યોપમમાં ભરેલા પ્યાલામાં વાલાગ્રોને સ્પર્શેલા આકાશપ્રદાશોને સમયે સમયે બહાર કાઢતા બધા સ્પર્શેલા આકાશપ્રદેશો ખાલી થતાં જેટલો સમય લાગે તે 1 બાદર ક્ષેત્રપલ્યોપમ. તે અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ (b) સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ - સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમમાં ભરેલા પ્યાલામાં વાલાોને સ્પર્શેલા કે નહીં સ્પર્શેલા આકાશપ્રદેશોને સમયે સમયે બહાર કાઢતા બધા આકાશપ્રદેશો ખાલી થતાં જેટલો સમય લાગે તે 1 સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ. તે અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ સૂક્ષ્મ વાલીગ્રો કરતા પણ આકાશપ્રદેશો અત્યંત સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મ વાલાગ્રોથી ઠાંસીઠાંસીને ભરેલા તે પ્યાલામાં પણ વાલાોને નહીં સ્પર્શલા આકાશપ્રદેશો હોય છે. સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમમાં ‘બધા આકાશપ્રદેશો” એમ ન કહેતા “વાલાગ્રોને સ્પર્શલા અને નહીં સ્પર્શેલા આકાશપ્રદેશો એમ કહ્યું તેનું કારણ એ છે કે દષ્ટિવાદમાં કેટલાક દ્રવ્યોનું પ્રમાણ સ્પર્શેલા આકાશપ્રદેશો જેટલું કહ્યું છે અને કેટલાક દ્રવ્યોનું પ્રમાણ સ્પર્શલા - નહીં સ્પર્શેલા આકાશપ્રદેશો જેટલું કહ્યું છે.