Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 460 દ્વાર ૧૫૩મું - શ્રાવકની 11 પ્રતિમાઓ પાસે આરંભ કરાવે. (9) પ્રેથ્રારંભવર્જનપ્રતિમા - તેમાં 9 મહિના સુધી પોતે તો આરંભ ન જ કરવો પણ બીજા પાસે પણ આરંભ ન કરાવવો. (10) ઉદ્દિષ્ટભક્તવર્જનપ્રતિમા - તેમાં 10 મહિના સુધી પોતાને ઉદ્દેશીને બનાવેલું ભોજન ન વાપરવું. તે અસ્ત્રાથી મુંડન કરાવે કે ચોટલી રાખે. પુત્ર વગેરે સ્વજનો ભૂમિ વગેરેમાં દાટેલ ધન વગેરે પૂછે તે પોતે જાણતો હોય તો કહે, ન જાણતો હોય તો નથી જાણતો એમ કહે. તે સિવાય તે ઘરનું કંઈ પણ કાર્ય ન કરે. (11) શ્રમણભૂતપ્રતિમા - અસ્ત્રાથી મુંડન કરાવે કે લોચ કરાવે, સાધુના બધા ઉપકરણો રાખે, સાધુની જેમ બધી સાધુસામાચારી પાળે, ભિક્ષા લેવા જાય ત્યારે “પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસકને ભિક્ષા આપો.” એમ કહે. કોઈ પૂછે કે, “તું કોણ છે ?' તો હું પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસક છું.' એમ કહે, સાધુની જેમ માસકલ્પ વગેરે વિહાર કરે. આમ 11 મહિના સુધી કરે, તે મમત્વ વિના સ્વજનોને મળવા તેમના સ્થાનમાં જાય છે. ત્યાં પણ સાધુની જેમ રહે છે, ઘરની ચિંતા વગેરે કરતો નથી, સાધુની જેમ નિર્દોષ અન્ન-પાણી ગ્રહણ કરે છે. બધી પ્રતિમાઓનો જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. તે મરણ વખતે કે દીક્ષા વખતે હોય છે. આવશ્યકચૂર્ણિના મતે છેલ્લી સાત પ્રતિમા આ પ્રમાણે છે - (5) રાત્રિભોજનવર્જનપ્રતિમા - તેમાં 5 મહિના સુધી રાત્રિભોજનનો ત્યાગ કરવો. (6) સચિત્તાહારવર્જનપ્રતિમા - તેમાં 6 મહિના સુધી સચિત્ત આહારનો ત્યાગ કરવો.