Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 458 5 ચારિત્ર (i) પરિહારવિશુદ્ધિ - તેનું સ્વરૂપ ૬૯મા દ્વારમાં બતાવ્યું છે. (iv) સૂક્ષ્મસંપરાય - સૂક્ષ્મ લોભકષાયના ઉદયવાળું ચારિત્ર. તે બે પ્રકારે છે - (a) વિશુદ્ધ થતું - ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ પર ચઢનારને હોય. (b) સંક્લિષ્ટ થતું - ઉપશમશ્રેણિથી પડનારને હોય. (5) યથાખ્યાત (અથાખ્યાત) - કષાય વિનાનું નિરતિચાર ચારિત્ર. તે બે પ્રકારે છે - (a) છદ્મસ્થનું - ૧૧મા-૧૨મા ગુણઠાણાઓમાં હોય. (b) કેવળીનું - ૧૩મા-૧૪માં ગુણઠાણાઓમાં હોય. + શરીર જયાં સુધી રોગગ્રસ્ત બન્યું નથી, વૃદ્ધાવસ્થાએ જયાં સુધી શરીર | પર કબજો જમાવ્યો નથી, ઇન્દ્રિયોની જ્યાં સુધી ઘટી નથી, આયુષ્ય જ્યાં સુધી સમાપ્ત થયું નથી, ત્યાં સુધી જ આત્મહિતની શક્યતા છે. + શરીરમાં સ્કૂર્તિ એ જ મિઠાઈ પચી ગયાની નિશાની છે, તો સામી વ્યક્તિને એની ભૂલ બદલ માફ કરી દેવાની તાકાત આપણામાં આવે, એ આપણી પાસે રહેલું જ્ઞાન પચી ગયાની નિશાની છે. + ક્રોધ એ કષાયરૂપી વૃક્ષનું પુષ્પ છે અને હિંસાદિ પાપો એ એનું ફળ છે. + આપણી લાલ આંખ દોષ તરફ કે દોષના કારણો તરફ? પ્રયાસ દોષ દૂર કરવાના કે દોષના કારણોને રવાના કરવાના?