Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 457 5 જ્ઞાન, 5 ચારિત્ર () સિદ્ધગતિ - સિદ્ધોની ગતિ (11) 5 જ્ઞાન - (i) મતિજ્ઞાન, (i) શ્રુતજ્ઞાન, (ii) અવધિજ્ઞાન, (iv) મન:પર્યવજ્ઞાન, (V) કેવળજ્ઞાન. 5 જ્ઞાનનું સ્વરૂપ આગળ (૨૧૬મા દ્વારમાં) કહેવાશે. (12) 5 ચારિત્ર - જેનાથી સંસારસમુદ્રના પારને પમાય તે ચારિત્ર. તે 5 પ્રકારે છે - (i) સામાયિક - રાગ-દ્વેષ રહિત પ્રવૃત્તિ કરવી તે સામાયિક. અથવા સમ = જ્ઞાન-દર્શન-ચારિત્ર. આય = લાભ. જેનાથી જ્ઞાન-દર્શન ચારિત્રનો લાભ થાય તે સામાયિક. તે બે પ્રકારે છે - (a) ઇવર સામાયિક - અલ્પ કાળ માટેનું સામાયિક. ભરતક્ષેત્રમાં અને ઐરાવતક્ષેત્રમાં પહેલા-છેલ્લા ભગવાનના શાસનમાં નાની દીક્ષાથી વડી દીક્ષા સુધી આ ચારિત્ર હોય છે. (b) યાવન્કથિક સામાયિક - તે જીવનપર્યન્તનું છે. ભરતક્ષેત્રમાં અને ઐરાવતક્ષેત્રમાં 22 ભગવાનના શાસનમાં અને મહાવિદેહક્ષેત્રના ભગવાનના શાસનમાં આ ચારિત્ર હોય છે. (ii) છેદોપસ્થાપનીય - જેમાં પૂર્વ ચારિત્રપર્યાયનો છેદ કરી ફરીથી મહાવ્રતોનું આરોપણ કરાય છે. તે બે પ્રકારે છે - (a) નિરતિચાર - તે બે પ્રકારે છે - (I) નાની દીક્ષાવાળાને વડી દીક્ષા અપાય ત્યારે આ ચારિત્ર હોય. (II) એક ભગવાનનું શાસન છોડી બીજા ભગવાનનું શાસન સ્વીકારે ત્યારે આ ચારિત્ર હોય. દા.ત. પાર્શ્વનાથ ભગવાનનું શાસન છોડી મહાવીરસ્વામી ભગવાનનું શાસન સ્વીકારે ત્યારે આ ચારિત્ર હોય. (b) સાતિચાર - સાધુને મૂળગુણના ઘાતે ફરી મહાવ્રતોનું આરોપણ કરાય ત્યારે આ ચારિત્ર હોય.