Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ૪પ્રકારનું સમ્યકત્વ, 5 પ્રકારનું સમ્યત્વ 441 કહેલા તત્ત્વો સમજાવે તેના પોતાનામાં સમ્યક્ત્વ ન હોવા છતાં તેનો ભાવ બીજાના સમ્યક્ત્વનું કારણ બનતો હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેનામાં દીપકસમ્યક્ત્વ કહેવાય છે. દા.ત. અંગારમર્દનાચાર્ય. (4) 4 પ્રકારનું સમ્યકત્વ - (i) ક્ષાયિક સમ્યકત્વ (ii) ક્ષાયોપથમિક સમ્યકત્વ (i) ઔપથમિક સમ્યકત્વ (iv) સાસ્વાદન સમ્યકત્વ - ઔપથમિક સમ્યકત્વનો કાળ જઘન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી 6 આવલિકા જેટલો બાકી હોય ત્યારે કોઈક જીવને અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે, હજી મિથ્યાત્વમોહનીયનો ઉદય થયો નથી. તે જીવ સાસ્વાદનસમ્યક્ત્વ પામે છે. ઔપથમિક સમ્યક્ત્વને વમીને મિથ્યાત્વે જતો તે જીવ સમ્યક્ત્વના કંઈક સ્વાદને અનુભવે છે. તેથી તેનું સમ્યકત્વ તે સાસ્વાદન સમ્યકત્વ કહેવાય છે. તેનો કાળ જઘન્યથી 1 સમય, ઉત્કૃષ્ટથી 6 આવલિકા. સાસ્વાદન સમ્યકત્વનો કાળ પૂર્ણ થતાં જીવને અવશ્ય મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય છે અને તે મિથ્યાત્વે જાય છે. (5) 5 પ્રકારનું સમ્યકત્વ - (i) ક્ષાયિકસમ્યકત્વ (i) ક્ષાયોપથમિક સમ્યકત્વ (ii) ઔપથમિક સમ્યક્ત્વ (iv) સાસ્વાદન સમ્યકત્વ (5) વેદક સભ્યત્વ - ક્ષપકશ્રેણિ માંડનાર જીવ અનંતાનુબંધી ૪ને ખપાવીને મિથ્યાત્વમોહનીય-મિશ્રમોહનીયને ખપાવ્યા પછી સમ્યક્ત્વમોહનીયને ખપાવતા તેના છેલ્લા પુગલોને ભોગવતો હોય ત્યારે તેનું સમ્યકત્વ તે વેદકસમ્યકત્વ. તે એક પ્રકારનું ક્ષાયોપથમિક