Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 453 ૯પદો (તત્ત્વો) (3) 9 પદો (તત્ત્વો) - (i) જીવ - સુખ, દુઃખ, ઉપયોગરૂપી લક્ષણવાળા. (ii) અજીવ - જીવથી વિપરીત ધર્માસ્તિકાય વગેરે. (i) પુણ્ય - શુભકર્મ. (iv) પાપ - અશુભકર્મ. (V) આશ્રવ - જેનાથી આત્મામાં શુભ-અશુભ કર્મો આવે તે હિંસા વગેરે. (vi) સંવર - જેનાથી આત્મામાં કર્મોના આશ્રવને અટકાવાય તે ગુપ્તિ વગેરે. (vi) નિર્જરા - ઉદયથી કે તપથી કર્મોના અમુક ભાગને ખપાવવો તે. (vi) બંધ - જીવ અને કર્મની એકમેકતા. (i) મોક્ષ - બધા કર્મોનો ક્ષય થવાથી આત્માનું પોતાના સ્વભાવમાં રહેવું તે. આમાં આશ્રવ, બંધ, પુષ્ય, પાપ એ સંસારના મુખ્ય કારણ હોવાથી છોડવા યોગ્ય છે. સંવર અને નિર્જરા મોક્ષના મુખ્ય કારણ છે તથા મોક્ષ એ મુખ્ય સાધ્ય છે. માટે સંવર, નિર્જરા, મોક્ષ એ ગ્રહણ કરવા યોગ્ય છે. આમ મધ્યમથી 9 પદો છે. સંક્ષેપથી જીવ-અજીવ એ 2 પદ છે. બાકીના પદોનો તેમાં સમાવેશ થાય છે. વિસ્તારથી દરેક પદના ઉત્તરભેદોની અપેક્ષાએ અનંત પદો છે. મતાંતરે પુણ્ય-પાપનો બંધમાં સમાવેશ કરી 7 પદો છે. (4) 6 જીવો - (i) એકેન્દ્રિય - સ્પર્શનેન્દ્રિયરૂપ 1 ઇન્દ્રિયવાળા જીવો દા.ત. પૃથ્વીકાય,