Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 434 6 આગાર (ii-iv) અન્ય દર્શનવાળાએ પહેલા ન બોલાવ્યા હોય તો તેમની સાથે આલાપ અને સંલાપ ન કરવા. આલાપ = થોડું બોલવું. સંલાપ = વારંવાર બોલવું. તેમની સાથે બોલવાથી તેમનો પરિચય થવાથી તેમની ક્રિયા જો વા-સાંભળવાથી મિથ્યાત્વનો ઉદય થાય. અન્યદર્શનવાળાએ પહેલા બોલાવ્યા હોય તો લોકવ્યવહાર માટે થોડું બોલવું. (V) અન્યદર્શનવાળાને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્રા વગેરે ન આપવા. તેમને આપવાથી પોતાને કે બીજાને તેમના પર બહુમાન થવાથી મિથ્યાત્વ આવે. અનુકંપાથી તેમને આપી શકાય. (vi) અન્ય દર્શનવાળાના દેવોની અને અન્ય દર્શનવાળાએ સ્વીકારેલ જિનપ્રતિમાઓની પૂજા વગેરે માટે ગંધ, પુષ્પ વગેરે ન મોકલવા, તેમના વિનય, વૈયાવચ્ચ, યાત્રા, સ્નાત્ર વગેરે ન કરવા. તેમના પૂજા વગેરે કરવાથી લોકોનું મિથ્યાત્વ સ્થિર થાય. (10) 6 આગાર - આગાર = અપવાદ. અન્ય દર્શનીઓને વંદન વગેરે જેનો સમ્યત્વીને ઉપર નિષેધ કહેલ છે તેને જે કારણોથી ભક્તિ વિના દ્રવ્યથી આચરવા છતાં સમ્યક્ત્વને ઓળંગે નહીં તે આગાર. તે 6 પ્રકારે છે - રાજાભિયોગ - ઇચ્છા ન હોવા છતાં રાજાના કહેવાથી કરવું તે. (i) ગણાભિયોગ - ઇચ્છા ન હોવા છતાં સ્વજનો વગેરેના સમુદાયના કહેવાથી કરવું તે. (ii) બલાભિયોગ - ઇચ્છા ન હોવા છતાં બળવાનની હઠને લીધે કરવું (i) (iv) દેવાભિયોગ - ઇચ્છા ન હોવા છતાં કુળદેવતા વગેરેના કારણે કરવું તે. () કાત્તારવૃત્તિ - જંગલમાં કે મુશ્કેલીમાં નિર્વાહ કરવા માટે કરવું તે.