Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 8 પ્રભાવના 431 (5) કુલિંગીસ્તવ - મિથ્યાષ્ટિઓની સાથે વાર્તાલાપ કરીને પરિચય કરવો. આ પાંચ દોષોનો સમ્યકત્વી ત્યાગ કરે. (6) 8 પ્રભાવના - સ્વયં પ્રકાશિત જિનશાસનને દેશ-કાળ વગેરેને ઉચિત રીતે સહાય કરીને પ્રકાશિત કરવું તે પ્રભાવના. તેના 8 પ્રકાર છે - (i) પ્રવચની - અતિશયવાળું બાર અંગોનું જ્ઞાન જેને હોય છે. તેઓ તે તે કાળે વિદ્યમાન શાસ્ત્રોના જાણકાર હોય. (i) ધર્મકથી - ક્ષીરાશ્રવ વગેરે લબ્ધિવાળા જેઓ મેઘધ્વનિ જેવા અવાજ વડે લોકોના મનને આનંદ કરનારી, આપણી, વિક્ષેપણી, સંવેજની, નિર્વેદની - આમ ચાર પ્રકારની ધર્મકથા કહે છે. (iii) વાદી - વાદી, પ્રતિવાદી, સભ્ય, સભાપતિરૂપ 4 પ્રકારની પર્યાદામાં સામાપક્ષનું નિરાકરણ કરવાપૂર્વક પોતાના પક્ષને સ્થાપવા જે વાદ કરે તે. (iv) નૈમિત્તિક - ત્રણે કાળના લાભ-નુકસાન વગેરેના નિમિત્તને જાણે તે. (5) તપસ્વી - અમ વગેરે દુષ્કર તપ કરે તે. (vi) વિદ્યાવાન - પ્રજ્ઞપ્તિ વગેરે શાસનદેવતાઓની સહાયવાળા હોય તે. દા.ત. વજસ્વામી. (vi) સિદ્ધ - જેની પાસે અંજન આંજીને અદૃશ્ય થવાની, પગમાં લેપ લગાવીને આકાશમાં ઊડવાની, તિલક, ગુટિકા, બધા જીવોને આકર્ષવાની, વૈક્રિયલબ્ધિ વગેરે સિદ્ધિઓ હોય તે. (iii) કવિ - નવી નવી રચનાવાળા, પાકેલા રસ જેવા સ્વાદથી સજ્જનોને આનંદ પમાડનારા, બધી ભાષામાં રચાયેલા, ગદ્ય-પદ્ય પ્રબંધો વડે વર્ણન કરે તે.