________________
તાદશ ચૈત્રાદિમાં વૃત્તિ(રહેનાર) દુ:ખધ્વંસના સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુ:ખપ્રાગભાવનું અસમાનદેશિત્વ (ભિન્નાધિકરણ વૃત્તિત્વ-વ્યધિકરણત્વ) મૈત્રાદિવૃત્તિ દુ:ખધ્વંસમાં પણ હોવાથી ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસઙ્ગ આવશે. તેના નિવારણ માટે સ્વસમાનકાલીનદુ:ખપ્રાગભાવ સ્વસમાનાધિકરણ વિવક્ષિત છે. તેથી ચૈત્રાદિવૃત્તિદુ:ખધ્વંસ-સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુ:ખપ્રાગભાવ, સ્વ(ચૈત્રાદિવૃત્તિદુ:ખધ્વંસ)સમાનાધિકરણ ન હોવાથી તેને (મૈત્રાદિવૃત્તિ દુ:ખપ્રાગભાવને) લઈને ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસઙ્ગ નહિ આવે.
માત્ર
સ્વસમાનાધિકરણ-દુ:ખપ્રાગભાવાસમાન
દેશસ્વસ્વરૂપ પરત્વ માનવામાં આવે તો મુક્તાત્માઓને અમુક્ત માનવાનો પ્રસઙ્ગ આવશે. કારણ કે મુક્ત આત્માઓમાં સર્વથા દુ:ખધ્વંસ તથા પૂર્વે દુ:ખનો પ્રાગભાવ હતો. તેથી સ્વ(દુ: ખધ્વંસ)સમાનાધિકરણ એ પૂર્વકાલીન પ્રાગભાવનું સમાનદેશિત્વ જ મુક્તાત્માઓના દુ:ખધ્વંસમાં છે. દુ:ખપ્રાગભાવ, સ્વસમાનકાલીન જ વિવક્ષિત હોવાથી મુક્તાત્માઓમાં અમુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. કારણ કે મુક્તાત્માઓનો દુ:ખપ્રાગભાવ સ્વસમાનકાલીન (દુ:ખધ્વંસસમાનકાલીન) નથી, ભિન્નકાલીન છે. તેથી તેને લઈને ઉપર જણાવ્યા મુજબ મુક્તાત્માઓમાં અમુક્તત્વ માનવાનો પ્રશ્ન નહીં આવે. આથી સમજી શકાશે કે ચરદુ:ખધ્વંસ સ્વરૂપ મુક્તિ છે : એ તાત્પર્ય છે. ચરમદુ:ખધ્વંસ અને પરદુ:ખધ્વંસનું સ્વરૂપ ઉપર જણાવ્યા
૩