________________
નહિ.'-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે જન્ય એવા અભાવ(ધ્વસ)ની જેમ કોઈ ભાવભૂત જન્ય પદાર્થ પણ અનંત સંભવી શકે છે. નૈયાયિકોની માન્યતા મુજબ જેમ જન્ય એવા વંસસ્વરૂપ અભાવનો નાશ થતો નથી, તેમ જૈનોની માન્યતા મુજબ જ ભાવભૂત મોક્ષસુખનો પણ નાશ થતો નથી. એ મુજબ મોક્ષના સુખને જણાવનારી
શુદ્ધાત્મા નિત્યવિજ્ઞાન અને આનંદ સ્વરૂપ છે''.. ઈત્યાદર્થક નિત્યં વિજ્ઞાનનેન્દ્ર બ્રહ્મ-આ બીજી શ્રુતિ સાક્ષી (પ્રમાણ) છે. આ શ્રુતિ વડે નિત્યવિજ્ઞાન અને આનંદ તેમ જ બ્રહ્મ : એના અભેદનો બોધ કરાવાય છે... ઈત્યાદિ સમજી શકાય છે. ૩૧-૩૧ાા
પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છેपरमानं दलयतां, परमानं दयावताम् । परमानन्दपीनाः स्म, परमानन्दचर्चया ॥३१-३२॥
નૈયાયિકાદિ પરવાદીઓના અત્યંત ગર્વને ઉત્પન્ન કરનારા કુહેતુઓનું પ્રમાણાભાસનું) ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓની પરમાનંદસ્વરૂપ મોક્ષની ચર્ચાથી અમે પરમાનંદથી પુષ્ટ બન્યા છીએ.'-આ પ્રમાણે બત્રીસમાં શ્લોકનો અર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે એકાંતવાદના અભિનિવેશી એવા પરદર્શનીઓએ મોક્ષના