Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ અભાવની સિદ્ધિ થાય છે... ઈત્યાદિ સમજી શકાય છે. ||૩૧-૩૦|| ઉપર જણાવેલી સ્મૃતિમાં ‘સુખ’શબ્દ દુ:ખાભાવમાં ઉપચરિત છે તેથી મોક્ષમાં તાદશ વાસ્તવિક સુખની સિદ્ધિ થતી નથી...આ શંકાનું નિરાકરણ કરાય છે उपचारोऽत्र नाबाधात्, साक्षिणी चात्र दृश्यते । नित्यं विज्ञानमानन्दं, ब्रह्मेत्यप्यपरा श्रुतिः ।।३१-३१।। ‘‘અહીં દુ:ખાભાવમાં ‘સુખ’પદનો ઉપચાર કર્યો છેઆ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે અહીં મોક્ષમાં સુખને જણાવનારી નિત્યં વિજ્ઞાનમાનન્દ્ બ્રહ્મ...ઇત્યાદિ બીજી પણ શ્રુતિ પ્રમાણ છે.''-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, મોક્ષસુખનું પ્રતિપાદન કરનારી શ્રુતિમાં ‘સુખ’પદનો દુ:ખાભાવમાં ઉપચાર કરાતો નથી. અર્થાદ્ દુ:ખાભાવમાં ‘સુખ’પદને અહીં લાક્ષણિક મનાતું નથી. મુખ્યાર્થ બાધિત હોય તો જ પદને લાક્ષણિક મનાય છે. અહીં ‘સુખ’પદનો અર્થ મોક્ષમાં બાધિત ન હોવાથી તેને દુ:ખાભાવમાં લાક્ષણિક મનાતું નથી. ‘‘મોક્ષમાં સુખ માનવામાં આવે તો જન્યભાવભૂત પદાર્થનો નાશ થતો હોવાથી તેમાં અનંતત્વ માની શકાશે ૫૫

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66