Page #1
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય બ્રીમ યશોવિજયજી મહારાજા વિરચિત
મુક્તિ - બત્રીશી
એક-પરિશીલના
શૈકલીની
;
;
#
: USIAS: શ્રીજીનીBBOાર્જીલિજીથdટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમ ચોવિજયજી મહારાજાવિરચિત ઢાત્રિંગત્-૩ ના પ્રકરણાન્તરત
મુક્તિ બત્રીશી-એક પરિશીલન
૩૧
: પરિશીલન :
પૂ. ધરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન સાબરમ પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. મુતિચન્દ્રસૂ. મ. સા. ના શિક્ચરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુમસૂ. મ. સા. ના ગિલ્ચરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્તસૂ. મ.
શ્રી.
પ્રકાશન
એટલામાસન જેન રીલીજીયસ ટ્રસ્ટ
: આર્થિક સહકાર
એક સગૃહસ્થ (મુંબઈ)
Page #3
--------------------------------------------------------------------------
________________
મુકિત બત્રીશી-એક પરિશીલન
અવૃત્તિ - પ્રથમ
: પ્રકાશન :
નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જૈન રીલીજીયસ ટ્રસ્ટ
:
શા. સૂર્યકાન્ત ચતુરલાલ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે)
મુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન ગ્લેસ્ નવા વિકાસગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭
પ્રાપ્તિસ્થાન :
૩૧
વિ. સં. ૨૦૬૯
પ્રમોદભાઈ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૭.
વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી
અમદાવાદ- ૩૮૦૦૦૭
: આર્થિક સહકાર :
એક સગૃહસ્થ (મુંબઈ)
શા, જતીનભાઈ હેમચંદ ‘કોમલ’ કબૂતરખાનાની સામે, છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩.
: મુખ્ય વ્યવસ્થા : સન ગ્રાફિક્સ (સમીવાળા) ૫૭ ૬૧, ગુલાલવાડી, બીજે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૪૬ ૮૬૪૬
Page #4
--------------------------------------------------------------------------
________________
પરિશીલનની પૂર્વે.
આ પૂર્વે ત્રીસમી બત્રીશીમાં શ્રી કેવલીપરમાત્માઓ ક્વલાહાર કરે તો પણ તેઓશ્રીના કૃતાર્થપણામાં કોઈ પણ બાધ નથી-એ જણાવ્યું છે. એ તાર્થતા આંશિક હતી. માત્ર ઘાતિર્મોનો ક્ષયથી પ્રાપ્ત થયેલી એ અવસ્થા અંતે તો અપૂર્ણ જ હતી. સર્વધા કૃતાર્થતા અઘાતિકના ક્ષયથી મોક્ષમાં પ્રાપ્ત થાય છે. તેથી આ એકત્રીસમી બત્રીશીમાં મોક્ષનું સ્વરૂપ વર્ણવાય છે.
મોક્ષને માનનારાં આસ્તિક દર્શનો પણ મોક્ષના સ્વરૂપમાં જુદી જુદી માન્યતા ધરાવે છે. એ બધી માન્યતાઓનું નિરાકરણ કરીને વાસ્તવિક મોક્ષના સ્વરૂપનું નિરૂપણ અહીં કરાયું છે. દાર્શનિક પરિભાષાથી અપરિચિત લોકોને આ બત્રીશીમાં વર્ણવેલા પદાર્થોને સમજાવવાનું કાર્ય બહુ જ કપરું છે. ગ્રંથમાં છેલ્લે છેલ્લે થોડી ગહન દાર્શનિક શૈલીને સમજવાનો પ્રસંગ આવ્યો છે. આમ છતાં થોડો વધારે પ્રયત્ન કરી લેવાય તો સમજી ના શકાય એવી વાત નથી.
સૌથી પ્રથમ તૈયાયિકોની માન્યતાનું નિરાકરણ કરાય છે. આત્યન્તિક દુ:ખધ્વંસને તેઓ મુક્તિ માને છે. જે દુ:ખધ્વંસ પછી દુ:ખની ઉત્પત્તિ થવાની નથી, એવા દુઃખધ્વસને મુક્તિ માનનારા તૈયાયિકોએ મહાપ્રલયકાળને અનુમાન પ્રમાણથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધથી એ અનુમાનમાં દોષો જણાવ્યા છે. સમર્થ તાર્કિક તરીકે સુપ્રસિદ્ધ વિદ્વાનોના તર્કમાં તથ્ય નથી :
Page #5
--------------------------------------------------------------------------
________________
એનો ખ્યાલ ખૂબ જ સ્પષ્ટ રીતે અપાયો છે.
આઠમા શ્લોમાં ત્રિદંડિકોના મતનું નિરાકરણ કર્યું છે. પરમાત્મામાં જીવાત્માના લયને તેઓ મુક્તિ માને છે. લિન(સુખ-દુઃખના સાધન કર્યાદિ)ના નાશ સ્વરૂપ એ લયને મુક્તિ માનવામાં દોષ નથી. એ રીતે એ મતનું આંશિક સમર્થન કરીને જીવના નાશ સ્વરૂપ લયનું નિરાકરણ પણ ક્યું છે.
આલયવિજ્ઞાનની પરંપરા સ્વરૂપ મોક્ષને માનનારા બૌદ્ધોના મતનું નિરાકરણ નવમા શ્લોકથી કરવામાં આવ્યું છે. આધારભૂત આત્મદ્રવ્ય વિના એ સન્નતિ માનવાનું કામ બુદ્ધિ વિનાનું છે-એ અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું છે. પોતાની વાતનું સમર્થન કરવા પૂર્વાપર ક્ષણના સંબંધી આધારભૂત દ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે તો જૈનદર્શનપ્રસિદ્ધ પર્યાયાર્થિક નયની દેશનાનો જ વિજય થાય છે. બૌદ્ધોના મતમાં એ રીતે ભારે કદર્થના છે.
સ્વાતંત્ર્યને કેટલાક લોકો મોક્ષ માને છે. તેમની વાત એ રીતે સાચી છે કે કર્મની નિવૃત્તિ થવાથી આત્મા સર્વથા સ્વતંત્ર બને છે પરંતુ એ સિદ્ધાંત જૈનદર્શનનો જ છે. તેથી સ્વાતંત્ર્ય જો પ્રભુતાસ્વરૂપ માનવામાં આવે તો તે એક પ્રકારનો મદ છે. વગેરે અગિયારમા શ્લોથી જણાવ્યું છે.
સાંખ્યદર્શનપ્રસિદ્ધ પુરુષના સ્વરૂપાવસ્થાન સ્વરૂપ મુકિતનું નિરાકરણ બારમા શ્લોકથી કરાયું છે. એકાંતે નિત્ય એવી એ પુરુષની અવસ્થા કોઈ પણ રીતે સાધ્યસ્વરૂપ થતી ન હોવાથી મોક્ષ પુરુષાર્થસ્વરૂપ નહીં
Page #6
--------------------------------------------------------------------------
________________
બને. મોક્ષમાં અસાધ્યત્વ દોષ જ આવતો હોવાથી તેરમા શ્લોકથી કેટલાક બૌદ્ધોની માન્યતાનું નિરાકરણ કરાયું છે. તેમની માન્યતા મુજબ ઉત્તરક્ષણમાં ચિત્તની ઉત્પત્તિના અભાવથી સત એવી પૂર્વચિત્તની નિવૃત્તિને મોક્ષ કહેવાય છે. પરંતુ એ માટે કોઈ પ્રયત્ન ન કરે તેથી તેમાં અસાધ્યત્વનો પ્રસંગ આવશે.
શરીરને જ આત્મા માનનારા ચાર્વાકોનું વચન સાંભળવું એ પણ પાપ છે. આત્માના નાશને તેઓ મુક્તિ માને છે. પરંતુ આત્માના નાશ માટે કોઈ પણ મુમુક્ષુ પ્રયત્ન કરતા ન હોવાથી તાદશ આત્મહાનિને મોક્ષસ્વરૂપ માનવાનું પણ ઉચિત નથી... ઈત્યાદિનું વર્ણન ચૌદમા લોકમાં કર્યું છે.
નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને મુક્તિ માનનારા તતાતિતોની વાતમાં જેટલા અંશમાં તથ્ય છે તે જણાવીને તેના વિતર્થ અંશને પંદરમા શ્લોકમાં જણાવ્યો છે. સત્તરમા શ્લોકથી અવિદ્યાની નિવૃત્તિથી કેવલ આત્માવસ્થા સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે : એમ માનનારા વેદાંતીઓની માન્યતાનું નિરાકરણ કર્યું છે. આ રીતે આ બત્રીશીના પૂર્વાદ્ધથી અન્ય મતોનું નિરાકરણ કરાયું છે.
સત્તરમા શ્લોકથી સકલકર્મક્ષયસ્વરૂપ મોક્ષનું વર્ણન સ્વદર્શનને આશ્રયીને શરૂ થાય છે. સાત નયને આશ્રયીને મોક્ષનું સ્વરૂપ વર્ણવ્યા પછી વ્યવહારનયાભિમત પ્રયત્નસાધ્ય કર્મક્ષયસ્વરૂપ મોલમાં કોઈ પણ પ્રવૃત્તિ નહિ કરે. કારણ કે દુ:ખના નાશ માટે જ લોકોની પ્રવૃત્તિ હોય છે..
કાર
Page #7
--------------------------------------------------------------------------
________________
ઈત્યાદિ શંકા અને તેનું સમાધાન વિસ્તારથી કર્યું છે.
દુ:ખના નાશની જેમ જ મોક્ષમાં સુખનો નાશ થાય છે-એવી તૈયાયિકની માન્યતાનું પણ નિરાકરણ છેલ્લે કરાયું છે. ત્યાર બાદ મોક્ષમાં અવ્યાબાધ સુખની સિદ્ધિ કરીને પ્રકરણનું સમાપન કરતા ગ્રંથકાર પરમર્ષિએ પૂજય મહાપુરુષોની દયાથી થયેલા પરમાનંદૅના અનુભવને વ્યક્ત કર્યો છે. પરમતોનું નિરાકરણ કરતી વખતે પણ હૈયાની કોમળતા અક્ષત હોવાથી પરમાનંદસ્વરૂપ મોક્ષની વિચારણાથી પોતાને પરમાનંદ થયાનું તેઓશ્રીએ જણાવ્યું છે.
અંતે આ બત્રીશીના પરિશીલનથી પરમાનંદની મીમાંસા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા.
મલાડ-રત્નપુરી, વિ.સં. ૨૦૬૧
અ.વ.૭ : બુધવાર
આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
Page #8
--------------------------------------------------------------------------
________________
अथ प्रारभ्यते मुक्तिद्वात्रिंशिका । આ પૂર્વે ત્રીસમી બત્રીશીમાં શ્રી કેવલપરમાત્માના કલાહારથી પણ તેઓશ્રીમાં કૃતાર્થપણું સત છે-એ જણાવ્યું. સર્વથા કૃતાર્થત્વ તો મુક્તિમાં વ્યવસ્થિત છે. તેથી મુક્તિના વિષયમાં જે અનેક વિપ્રતિપત્તિઓ છે, તેનું નિરાકરણ કરવા વડે હવે મુક્તિનું વ્યવસ્થાપન કરે છેदुःखध्वंसः परो मुक्ति, मनिं दुःखत्वमत्र च । आत्मकालान्यगध्वंसप्रतियोगिन्यवृत्तिमत् ॥३१-१।।
“અત્યંત દુ:ખધ્વંસ મુક્તિ છે, એમાં પ્રમાણ એ છે કેન્દ્ર આત્મા અને કાલથી ભિન્નમાં રહેનાર વંસના પ્રતિયોગીમાં નહિ રહેનાર દુઃખત્વ (આ પક્ષ છે.)'-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. સાધ્ય અને હેતુ વગેરેનું વર્ણન આગળના શ્લોકથી કરાશે.
આશય એ છે કે પર(અત્યંત) દુઃખધ્વસ મુક્તિ છે. દુઃખનો ધ્વંસ તો દરેક આત્મામાં હોવાથી દરેકમાં મુક્તત્વ માનવાનો પ્રસ આવતો હોવાથી તેના નિવારણ માટે દુઃખધ્વસમાં પરત્વ વિશેષણનો નિવેશ છે. દરેક આત્મામાં પરદુ:ખધ્વંસ ન હોવાથી તેમાં મુક્તત્વ માનવાનો પ્રસ નહિ આવે. જે આત્મામાં દુ:ખનો ધ્વંસ થયા પછી ક્યારે પણ તે આત્મામાં દુઃખની ઉત્પત્તિ થવાની ન હોય, તો તે આત્મામાં રહેલા દુઃખધ્વસને પર દુઃખધ્વંસ કહેવાય છે. આપણા આત્મામાં દુઃખધ્વસ હોવા છતાં દુ:ખની ઉત્પત્તિ ( થતી હોવાથી એ(દુઃખધ્વંસ) પર નથી. મુક્તાત્માઓમાં
Page #9
--------------------------------------------------------------------------
________________
દુ:ખની ઉત્પત્તિ થતી ન હોવાથી તેમનામાં પર દુ:ખધ્વંસ છે.
ન્યાયની પરિભાષામાં દુ:ખધ્વંસના પરત્વનું વર્ણન કરતી વખતે વર્ધમાન ઉપાધ્યાયે પ્રકાશટીકામાં જણાવ્યું છે કે ‘સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ (પોતાના કાલમાં રહેનાર અને પોતાના અધિકરણમાં રહેનાર) જે દુ:ખપ્રાગભાવ છે તેના અસમાન દેશમાં રહેનાર દુ:ખધ્વંસને પરદુ:ખöસ કહેવાય છે. અર્થાત્ દુ:ખધ્વંસમાં તાદશ(સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ દુ:ખપ્રાગભાવ)અસમાન દેશસ્વસ્વરૂપ પરત્વ છે. જેમ જેમ દુ:ખ ભોગવાતું જાય તેમ તેમ દુ:ખનો ધ્વંસ થતો જાય છે. એ વખતે ભવિષ્યમાં આવનારા દુ:ખનો પ્રાગભાવ પણ હોય છે. આપણા સૌના આત્મામાં આવો દુ:ખધ્વંસ અને દુ:ખપ્રાગભાવ બંન્ને હોય છે. તેથી તે દુ: ખધ્વંસ સ્વ(દુ:ખધ્વંસ)સમાનકાલીન અને સ્વસમાનાધિકરણ એવા દુ:ખપ્રાગભાવનો સમાનદેશીય છે. મુક્તાત્માઓના આત્મામાં રહેલો દુ:ખધ્વંસ, તેઓશ્રીના આત્મામાં દુ:ખની ઉત્પત્તિ થવાની ન હોવાથી તાદશ દુ:ખપ્રાગભાવનો અસમાનદેશીય છે તેથી મુક્તાત્માઓનો દુ:ખÜસ પર છે.
માત્ર સ્વસમાનકાલીનદુ:ખપ્રાગભાવાસમાનદેશીય દુ:ખધ્વંસને પરદુઃ ખધ્વંસ કહેવામાં આવે અર્થાત્ દુઃખપ્રાગભાવનું સ્વસમાનાધિકરણત્વ વિશેષણ આપવામાં ન આવે તો ચૈત્રાદિના આત્મામાં રહેલા દુ:ખધ્વંસના સમાન કાલમાં તો મૈત્રાદિમાં રહેલો દુ:ખપ્રાગભાવ પણ છે. તેથી
Page #10
--------------------------------------------------------------------------
________________
તાદશ ચૈત્રાદિમાં વૃત્તિ(રહેનાર) દુ:ખધ્વંસના સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુ:ખપ્રાગભાવનું અસમાનદેશિત્વ (ભિન્નાધિકરણ વૃત્તિત્વ-વ્યધિકરણત્વ) મૈત્રાદિવૃત્તિ દુ:ખધ્વંસમાં પણ હોવાથી ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસઙ્ગ આવશે. તેના નિવારણ માટે સ્વસમાનકાલીનદુ:ખપ્રાગભાવ સ્વસમાનાધિકરણ વિવક્ષિત છે. તેથી ચૈત્રાદિવૃત્તિદુ:ખધ્વંસ-સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુ:ખપ્રાગભાવ, સ્વ(ચૈત્રાદિવૃત્તિદુ:ખધ્વંસ)સમાનાધિકરણ ન હોવાથી તેને (મૈત્રાદિવૃત્તિ દુ:ખપ્રાગભાવને) લઈને ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસઙ્ગ નહિ આવે.
માત્ર
સ્વસમાનાધિકરણ-દુ:ખપ્રાગભાવાસમાન
દેશસ્વસ્વરૂપ પરત્વ માનવામાં આવે તો મુક્તાત્માઓને અમુક્ત માનવાનો પ્રસઙ્ગ આવશે. કારણ કે મુક્ત આત્માઓમાં સર્વથા દુ:ખધ્વંસ તથા પૂર્વે દુ:ખનો પ્રાગભાવ હતો. તેથી સ્વ(દુ: ખધ્વંસ)સમાનાધિકરણ એ પૂર્વકાલીન પ્રાગભાવનું સમાનદેશિત્વ જ મુક્તાત્માઓના દુ:ખધ્વંસમાં છે. દુ:ખપ્રાગભાવ, સ્વસમાનકાલીન જ વિવક્ષિત હોવાથી મુક્તાત્માઓમાં અમુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. કારણ કે મુક્તાત્માઓનો દુ:ખપ્રાગભાવ સ્વસમાનકાલીન (દુ:ખધ્વંસસમાનકાલીન) નથી, ભિન્નકાલીન છે. તેથી તેને લઈને ઉપર જણાવ્યા મુજબ મુક્તાત્માઓમાં અમુક્તત્વ માનવાનો પ્રશ્ન નહીં આવે. આથી સમજી શકાશે કે ચરદુ:ખધ્વંસ સ્વરૂપ મુક્તિ છે : એ તાત્પર્ય છે. ચરમદુ:ખધ્વંસ અને પરદુ:ખધ્વંસનું સ્વરૂપ ઉપર જણાવ્યા
૩
Page #11
--------------------------------------------------------------------------
________________
મુજબનું છે.
યદ્યપિ આ રીતે “વમાનીનqસમનાયRTદુઃખમાવાસમાનશë પરત્વમ્'' અહીં “સ્વ” પદથી ચરમદુ:ખધ્વંસનું અર્થાત્ જેમાં પરત્વ અભિમત હોય તે ધ્વસનું ગ્રહણ કરાય છે. તેથી ચરમäસ(દુ:ખધ્વસ)સમકાલીન દુ:ખ પ્રાગભાવ કોઈ પણ સ્થાને પ્રસિદ્ધ ન હોવાથી દુઃખધ્વંસના પરત્વની પણ અપ્રસિદ્ધિ થશે. પરંતુ દુઃખધ્વંસના પરત્વના લક્ષણનું તાત્પર્ય એ છે કે- જે જે સ્વસમાનકાલીન-સ્વસમાનાધિકરણ-દુ:ખ પ્રાગભાવના સમાનદેશમાં(સમાનાધિકરણમાં) રહેનાર વર્તમાન દુઃખધ્વંસાદિ છે તેના તેના ભેદથી વિશિષ્ટ એવા દુઃખધ્વંસને પર દુ:ખધ્વંસ કહેવાય છે. આપણા આત્મામાં રહેલા દુ:ખધ્વંસના કાળમાં રહેલો; આપણા આત્મામાં જે દુ:ખપ્રાગભાવ છે, તેના સમાન દેશમાં રહેલો આપણા આત્મામાંનો જ દુ:ખધ્વંસ છે. એ દુ:ખધ્વસથી ભિન્ન એવો દુ:ખધ્વંસ, મુકતાત્માઓના આત્મામાં છે. મુક્તાત્માઓના આત્મામાં દુ:ખનો પ્રાગભાવ ન હોવાથી તાદશ દુઃખપ્રાગભાવવિશિષ્ટ દુ:ખધ્વસ તે મુક્તાત્માઓના આત્મામાં નથી. સંસારી આત્માઓમાં જ છે અને તેનાથી ભિન્નત્વ મુક્તાત્માઓના આત્મામાંના દુઃખધ્વંસમાં છે જ.
स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं પરત્વનું અહીં યદ્યપિ સ્વસમાનકાલીનત્વ અને સ્વસમાનાધિકરણત્વ : આ, દુ:ખપ્રાગભાવનાં બંન્ને વિશેષણમાંથી કોઈ પણ એક વિશેષણ વ્યર્થ છે. કારણ કે
Page #12
--------------------------------------------------------------------------
________________
સ્વસમાનકાલીન(ચરમદુઃખધ્વસિસમાનકાલીન) ચૈત્રાદિમાં રહેનાર દુઃખ પ્રાગભાવનું અસમાનદેશત્વ, મુતાત્માઓના ચરમદુઃખધ્વંસમાં છે જ. તેમ જ સ્વસમાનાધિકરણ (ચૈત્રાદિમાં રહેલા દુ:ખધ્વસના અધિકરણ ચૈત્રાદિના આત્મામાં રહેનાર) દુ: ખપ્રાગભાવનું પણ અસમાનદેશત્વ મુક્તાત્માઓના દુઃખધ્વંસમાં છે જ. ચૈત્રાદિના દુઃખધ્વસમાં તાદશ અસમાનદેશત્વ નથી, સમાનદેશત્વ જ છે. તેથી અહીં પરત્વના સ્વરૂપમાં દુખપ્રાગભાવનાં બે વિશેષણમાં અન્યતર વિશેષણ વ્યર્થ છે. પરંતુ વર્ધમાન ઉપાધ્યાયનું તાત્પર્ય બે લક્ષણ જણાવવાનું છે.
स्वसमानाधिकरणदुःखप्रागभावाऽसमानकालीनदुःखध्वंसो મુ -આ એક લક્ષણ છે અને સ્વમાનશાસ્ત્રીનહુષBITબાવાડમાનધિનો દુઃgધ્વી મુકિઆ બીજું લક્ષણ છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.
મોક્ષની સિદ્ધિ માટે અનુમાનનો ઉપન્યાસ કરાય છેમાનું દુઃવૃત્વમત્ર ર...ઈત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે- “માતમંત્રી જયંતિજિન્યવૃત્તિમદ્ રુદ્ધત્વ, असुखप्रागभावानाधारगध्वंसप्रतियोगिवृत्तिमत् सत्कार्यमात्रવૃત્તિત્વા દ્વીપર્વવત્' આ અનુમાનથી મોક્ષની જે રીતે સિદ્ધિ થાય છે, તે હવે પછીના શ્લોકોથી જણાવાશે. આ શ્લોકમાં અનુમાનના પક્ષની જ વિચારણા કરી છે. આત્મા અને કાળને છોડીને બીજા-આકાશાદિમાં વૃત્તિ (રહેનારવર્તમાન) શબ્દાદિનો જે ધ્વસ છે, તેના પ્રતિયોગી શબ્દાદિ છે. (જેનો અભાવ, તે અભાવના પ્રતિયોગી છે.) એ
Page #13
--------------------------------------------------------------------------
________________
શબ્દાદિમાં દુખત્વ અવૃત્તિ છે.(અવર્તમાન છે.) દુ:ખત્વમાં તાદશ-આત્મકાલા ગāસપ્રતિયોગીમાં રહેલી અધિકરણતા-નિરૂપિત વૃત્તિતાનો અભાવ (તાદશાવૃત્તિત્વ) છે. ઉપર જણાવેલા અનુમાનમાં દુ:ખત્વ પક્ષ છે. શબ્દાદિવૃત્તિત્વને લઈને અથરદોષ ન આવે-એ માટે आत्मकालान्यगध्वंसप्रतियोगिन्यवृत्तिमत्त्व (प्रतियोग्यવૃત્તિત્વ) : આ વિશેષણનો નિવેશ પક્ષમાં છે. ત્યાં (પક્ષમાં) સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે અને દુઃખ પ્રાગભાવનો અનાધાર જે મહાકાળ છે તેમાં વૃત્તિ એવા દુ:ખધ્વસના પ્રતિયોગી દુ:ખનિરૂપિતવૃત્તિત્વ(સાધ્ય) પણ છે.
આથી સમજી શકાશે કે અહીં દુ:ખત્વસામાન્યમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત નથી. પરંતુ તાદશ આત્મકાલાન્યવૃત્તિધ્વસપ્રતિયોગ્યવૃત્તિત્વવિશિષ્ટ દુ:ખત્વમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત છે. દુ:ખત્વનું તાદશ પ્રતિયોગ્યવૃત્તિત્વ વિશેષણ ન આપીએ તો, આત્મા અને કાળને છોડીને અન્ય આકાશાદિમાં વૃત્તિ શબ્દાદિધ્વસના પ્રતિયોગી શબ્દાદિવૃત્તિત્વસ્વરૂપે દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ થવાથી અર્થાતરદોષનો પ્રસવું આવે છે. અભિપ્રેતાર્થસ્વરૂપથી ભિન્નસ્વરૂપે સાધ્ય-સિદ્ધિ થાય તો અર્થાતરદોષ આવે છે. આત્મકલાન્યવૃત્તિ-વૅસપ્રતિયોગ્યવૃત્તિત્વ : આ દુ:ખત્વપક્ષનું વિશેષણ વિવક્ષિત હોય તો તે સ્વરૂપે જ સાધ્યની સિદ્ધિ થવાથી ઉપર જણાવ્યા મુજબ ‘અથાતર’ નહીં આવે.
યદ્યપિ દુ:ખત્વમાં શબ્દાદિવૃત્તિત્વ બાધિત છે. (કારણ કે દુ:ખત્વ દુ:ખમાં રહે છે, શબ્દાદિમાં નહિ.)
Page #14
--------------------------------------------------------------------------
________________
તેથી તે સ્વરૂપે દુ:ખત્વમાં સાધ્યસિદ્ધિ થતી ન હોવાથી અર્થાતરનો પ્રસંગ આવતો નથી, પરંતુ જ્યાં સુધી બાધનું સ્ફુરણ ન થાય ત્યાં સુધી અર્થાંતરદોષનો પ્રસંગ છે જ. ઉપર જણાવ્યા મુજબ વિશેષણનું ઉપાદાન કરવાથી ચોક્કસ જ બાધનું સ્મરણ થવાથી અર્થાતરદોષ નહીં આવે. તેથી સ્પષ્ટ છે કે નિયત બાધનું સ્ફુરણ કરાવવા દ્વારા ઉપર જણાવેલું વિશેષણ સાર્થક છે... ઈત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું.
‘અવૃત્તિવું:હત્ત્વમ્' આ પ્રમાણે દુ:ખત્વનું માત્ર અવૃત્તિત્વ વિશેષણ આપવામાં આવે તો દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ હોવાથી દુ:ખત્વમાં અવૃત્તિત્વ અપ્રસિદ્ધ હોવાથી આશ્રયાસિદ્ધિદોષ આવશે. પક્ષતાવચ્છેદકના (પક્ષના વિશેષણના) અભાવવાળો પક્ષ હોય ત્યારે આશ્રયાસિદ્ધિ દોષ આવે છે. સપ્રતિયોશિન્યવૃત્તિમત્ત્વ માત્ર દુ:ખત્વનું વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે દુ:ખધ્વંસના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ જ છે. દુ:ખત્વનું ાાન્યવૃત્તિધ્વંસંપ્રતિયોશિન્યવૃત્તિમવ વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિદોષ આવે છે. કારણ કે કાલાન્ય આત્મામાં વૃત્તિ દુ:ખધ્વંસના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ જ છે. આવી જ રીતે દુ:ખત્વનું જ્ઞાત્માન્યવૃત્તિöસપ્રતિયોળિયવૃત્તિમત્ત્વ વિશેષણ આપવામાં આવે તોપણ આશ્રયાસિદ્ધિ સ્પષ્ટ છે. કારણ કે આત્માને છોડીને અન્ય કાલાદિમાં કાલિકસંબંધથી દુ:ખધ્વંસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ જ છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
તેથી દુઃખત્વનું માતાજીને ધ્વસપ્રતિયોજિ-ન્યવૃત્તિમરવઆ સંપૂર્ણ વિશેષણ આપ્યું છે. જેથી ઉપર જણાવ્યા મુજબ આશ્રયાસિદ્ધિ નહીં આવે. કારણ કે આત્મા અને કાળને છોડીને બીજે ક્યાંય દુઃખધ્વસ વૃત્તિ નથી.
યઘપિ આત્મા અને કાળને છોડીને અન્ય શરીરાદિસ્વરૂપ આત્મોપાધિમાં અવચ્છેદતાસંબંધથી અને અનિત્ય ઘટપટાદિ સ્વરૂપ કાલોપાધિમાં કાલિકસંબંધથી દુઃખધ્વસ વૃત્તિ હોવાથી તેને લઈને ઉપર જણાવ્યા મુજબ આશ્રયસિદ્ધિદોષ અવસ્થિત જ છે. પરંતુ અહીં માત્મા પદથી આત્મોપાધિસ્વરૂપ શરીરાદિનું અને કાલોપાધિસ્વરૂપ અનિત્ય ઘટપટાદિનું પણ ગ્રહણ ક્યું છે. તેથી આત્મા, કાળ અને આત્મકાલોપાધિથી અન્ય આકાશાદિમાં દુ:ખધ્વસ વૃત્તિ ન હોવાથી આશ્રયાસિદ્ધિદોષ નહીં આવે.... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૩૧-૧ાા.
મોક્ષસાધક અનુમાનના પક્ષનું વિવેચન કરીને હવે તેના સાધ્ય અને હેતુનું નિરૂપણ કરાય છે
सत्कार्यमात्रवृत्तित्वात्, प्रागभावोऽसुखस्य यः । तदनाधारगध्वंसप्रतियोगिनि वृत्तिमत् ॥३१-२॥
તાદશ (આત્મકાલા ગગનાદિવૃત્તિ ધ્વસના પ્રતિયોગીમાં અવૃત્તિ) દુખત્વ-દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિ છે. કારણ કે તેવું દુ:ખત્વ સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે.''-આ
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે બીજા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે-અસુખ એટલે દુઃખ, તેનો જે પ્રાગભાવ, તેનો અનાધાર(અનધિકરણ) મહાપ્રલયકાળ, એમાં રહેનારો જે ધ્વસ તે દુઃખનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુ:ખત્વ(તાદશ દુખત્વ) વૃત્તિ હોવાથી તાદશદુ:ખત્વમાં દુખપ્રાગભાવાનાધારવૃત્તિāસપ્રતિયોગિનિરૂપિત વૃત્તિતા(સાધ્ય) છે.
માત્ર વૃત્તિમત્ત્વ (વૃત્તિતા)ને સાધ્ય માનવામાં આવે તો દુ:ખ(તાદશ દુખત્વ)રૂપ પક્ષમાં દુ:ખનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિતા સિદ્ધ જ હોવાથી સિદ્ધસાધન દોષ આવે છે. પ્રતિપક્ષી જેને માનતા નથી, તે અસિદ્ધને સાધ્ય બનાવાય છે. અન્યથા પ્રતિપક્ષીને જે સિદ્ધ છે તેને સિદ્ધ કરવામાં સિદ્ધસાધનદોષ પ્રાપ્ત થાય છે. ‘પ્રતિયોગિવૃત્તિત્વ'માત્રને સાધ્ય માનીએ તોપણ સિદ્ધસાધન આવે છે. કારણ કે દુ:ખના અત્યન્તાભાવના પ્રતિયોગી દુઃખનિરૂપિત વૃત્તિતા દુ:ખત્વમાં છે જ. “áસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્યરૂપે માનવામાં આવે તોપણ ‘સિદ્ધસાધન દોષ આવે છે. કારણ કે પ્રતિપક્ષી(મોક્ષ ન માનનારા) દુ:ખધ્વસને સ્વીકારતા હોવાથી તત્વતિયોગિદુ:ખનિરૂપિતવૃત્તિતા તાદશ દુ:ખત્વમાં (પક્ષમાં) સિદ્ધ જ છે.
સાધ્યઘટક દવંસના વિશેષણ તરીકે માત્ર પ્રાગભાવાનાધારવૃત્તિત્વનો નિવેશ કરવામાં આવે અર્થાત્ પ્રાગભાવાનાધારવૃત્તિ-ધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય તરીકે માનવામાં આવે તો ત્રીજા શ્લોકમાં જણાવેલા દીપત્વ
Page #17
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ દષ્ટાંતમાં અસિદ્ધિ આવે છે. અર્થાદ્દષ્ટાંત તરીકે દીપત્વને માની હ્કાશે નહિ. કારણ કે દીપધ્વંસના અધિકરણ પ્રદીપના અવયવોમાં પ્રદીપનો પ્રાગભાવ હોવાથી ‘દીપત્વ’માં દીપપ્રાગભાવના આધારભૂત દીપાવયવ-વૃત્તિ દીપöસપ્રતિયોગિદીપનિરૂપિત વૃત્તિત્વ છે. પ્રાગભાવના અનાધારભૂતવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ નથી. તેથી દૃષ્ટાંત દીપત્વમાં સાધ્યસિદ્ધિ ન હોવાથી દષ્ટાંતાસિદ્ધિ આવે છે. તેના નિવારણ માટે દુ:હપ્રભાવ...ઈત્યાદિનો નિવેશ છે. પ્રદીપના અવયવો દુ:ખપ્રાગભાવના અનાધાર હોવાથી દૃષ્ટાંત સસ્કૃત છે.
યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિના નિવારણ માટે દુ:ખપ્રાગભાવના સ્થાને માત્ર દુ:ખનો નિવેશ કરવાથી પણ ચાલે એવું છે. કારણ કે દુ:ખના અનાધાર જ પ્રદીપના અવયવો છે. પરંતુ તેથી મહાપ્રલયના બદલે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાંતરદોષની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે અહીં મોક્ષની સિદ્ધિ માટે ઉપર જણાવેલા અનુમાનનો ઉપન્યાસ કર્યો છે. એ અનુમાનથી દુ:ખપ્રાગભાવના અનાધાર સ્વરૂપે મહાપ્રલયની સિદ્ધિ થાય છે. એથી સર્વજીવોની મુક્તિ સિદ્ધ થાય છે. મહાપ્રલયના સ્થાને જો ખંડપ્રલયની સિદ્ધિ થાય તો બધા જીવોની મુક્તિ સિદ્ધ નહિ થાય. ખંડપ્રલયમાં દુ:ખનો ધ્વંસ થતો હોવાથી દુ:ખના અનાધારભૂત ખંડપ્રલયમાં વૃત્તિ એવા દુ:ખધ્વંસના પ્રતિયોગિ-દુ:ખનિરૂપિત વૃત્તિત્વ દુ:ખત્વમાં છે જ. આ રીતે ખંડપ્રલયની સિદ્ધિ થવાથી અર્થાતરની પ્રાપ્તિ થાય છે.
40
Page #18
--------------------------------------------------------------------------
________________
ખંડપ્રલયમાં દુઃખોનો ધ્વંસ થતો હોવા છતાં ત્યાં ભવિષ્યમાં (સૂર્યતરમાં) ઉત્પન્ન થનારાં દુઃખોનો પ્રાગભાવ હોય છે. તેથી ખંડપ્રલય દુ:ખોનો અનાધાર હોવા છતાં દુ:ખપ્રાગભાવનો તે અનાધાર નથી. આથી સમજી શકાશે કે દુઃખપ્રાગભાવના નિવેશથી અર્થાતર નહીં આવે.
ઉપર્યુકત અનુમાનમાં સાધ્યસાધક હેતુ “સાર્થમાત્રવૃત્તિત્વ' છે. માત્ર ‘વૃત્તિત્વને હેતુ તરીકે રાખીએ તો આત્મનિરૂપિત વૃત્તિત્વ આત્મત્વમાં પણ છે અને ત્યાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિ-દવંસપ્રતિયોગિવૃત્તિત્વ સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે છે. વાર્થવૃત્તિત્વ'ને હેતુ માનીએ તો આત્મત્વમાં હેતુ ન હોવા છતાં ‘અનંતત્વમાં હેતુ છે અને ત્યાં સાધ્ય નથી તેથી વ્યભિચાર આવે છે. આશય એ છે કે અનંતત્વ “áસાપ્રતિયોગિત્વ' સ્વરૂપ છે. જેનો ધ્વંસ થતો નથી તેમાં અનંતત્વ રહે છે. અનાર્યસ્વરૂપ આત્માદિમાં અને કાર્યસ્વરૂપ વંસમાં અનંતત્વ વૃત્તિ છે. આ રીતે ઘંસાત્મકકાર્યનિરૂપિત વૃત્તિત્વ(કાર્યવૃત્તિત્વ) અનંતત્વમાં છે અને તેમાં દુખપ્રાગભાવાનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વસ્વરૂપ સાધ્ય નથી, તેથી વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ માનવામાં આવે તો, “અનંતત્વ કાર્યમાં(ધ્વસમાં) અને અકાર્ય(આત્માદિ)માં વૃત્તિ હોવાથી તેમાં કાર્યમાત્રવૃત્તિત્વ નથી. તેથી હેતુ અને સાધ્ય બન્નેનો અભાવ અનંતત્વમાં હોવાથી વ્યભિચાર નહીં આવે. પરંતુ તેમ કરવાથી કાર્યમાત્રવૃત્તિ વંસત્વમાં હેતુ છે અને સાધ્ય ન હોવાથી
Page #19
--------------------------------------------------------------------------
________________
વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે હવંશમાં મવિવૃત્તિત્વે સતિ આ વિશેષણ આપવામાં આવે અર્થા ‘માવવૃત્તિત્વવિશિષ્ટાર્થમાત્રવૃત્તિત્વ'ની હેતુ તરીકે વિવક્ષા કરવામાં આવે તો પણ વ્યભિચારનો ઉદ્ધાર થશે નહિ. - કારણ કે પ્રાગભાવનો ધ્વંસ પ્રાગભાવના પ્રતિયોગી (ઘટાદિ ભાવભૂત) સ્વરૂપ છે અને તેના ધ્વસ્વરૂપ છે. તેથી પ્રાગભાવના ધ્વસમાં રહેનાર ધ્વસત્વ પ્રાગભાવના પ્રતિયોગી એવા ભાવમાં પણ વૃત્તિ છે અને તેથી વંસત્વમાં ભાવવૃત્તિત્વવિશિષ્ટ કાર્યમાત્રવૃત્તિત્વ હોવાથી અને ત્યાં સાધ્ય ન હોવાથી વ્યભિચાર છે જ. તેના નિવારણ માટે હવંશમાં ‘સત્' આ કાર્યનું વિશેષણ છે. સત્તા જાતિ(દ્રવ્ય ગુણ અને કર્મમાં રહેનારી)ના અધિકરણ દ્રવ્યાદિને ‘સત્' કહેવાય છે. પ્રાગભાવનો ધ્વંસ સત્ (સત્તાવિશિષ્ટ) ન હોવાથી તે ‘સત્કાર્ય નથી. તેથી વંસત્વમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ' હેતુનો અભાવ હોવાથી ત્યાં સાધ્ય ન હોવા છતાં વ્યભિચારદોષ આવતો નથી... ઈત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું. ૩૧-રો
મોક્ષસાધક ઉપર જણાવેલા અનુમાનમાં દષ્ટાંત જણાવાય છેदीपत्ववदिति प्रास्तार्किकास्तदसङ्गतम् । बाधाद् वृत्तिविशेषेष्टावन्यथाऽर्थान्तराव्ययात् ॥३१-३॥
Page #20
--------------------------------------------------------------------------
________________
आत्मकालान्यवृत्तिध्वंसप्रतियोगिन्यवृत्तिमद् दुःखत्वम्; दुःखप्रागभावानाधारवृत्तिध्वंसप्रतियोगिवृत्तिमत्, सत्कार्यमात्रવૃત્તિત્વ-આ અનુમાનમાં “દષ્ટાંત દીપત્વ છે-આ પ્રમાણે તાર્કિકો-નૈયાયિકો કહે છે, તે અસત છે. કારણ કે સાધ્યઘટક વૃત્તિતાવિશેષનો નિવેશ જ ઈષ્ટ હોય તો બાધ આવે છે અને વૃત્તિતા સામાન્યનો નિવેશ ઈષ્ટ હોય તો અર્થાતર દોષ આવે છે.''-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્ય અર્થ છે.
એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કેજ્યાં જ્યાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે ત્યાં ત્યાં દુઃખપ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગિનિરૂપિત વૃત્તિત્વ છે. દા.ત. દીપ–. સત્કાર્યદીપકનિરૂપિત વૃત્તિત્વ (સત્કાર્યમાત્રદીપકનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિત્વ) દીપત્વમાં છે અને ત્યાં દુ: ખપ્રાગભાવાનાધારવૃત્તિ(મહાપ્રલયકાલવૃત્તિ) દીપäસના પ્રતિયોગી દીપકમાં રહેલી અધિકરણતાનિરૂપિત વૃત્તિતા પણ છે. આ રીતે તાદશદુઃખત્વમાં સાધ્યની સિદ્ધિ થવાથી તઘટક મહાપ્રલયની સિદ્ધિથી બધા જીવોના મોક્ષની સિદ્ધિ થાય છે. ત્યાર પછી તે તે ચૈત્ર મૈત્ર ઈત્યાદિ જીવોના દુ:ખત્વને પક્ષ બનાવી તે તે જીવોની મુક્તિને સિદ્ધ કરી શકાય છે-આ પ્રમાણે તાર્કિક-નૈયાયિકોનો મત છે. પરંતુ તે ન્યાયયુક્ત નથી. કારણ કે સાધ્યાંશમાં વૃત્તિવિશેષનો અર્થ દુઃખપ્રાગભાવનિષ્ઠાધેયતાનિરપિતાધિકરણતાવ ભિન્નાધિકરણતાનિરૂપિત દવંસનિષ્ઠાધેયતાનો અભાવીયવિશેષણાત્મક
Page #21
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપસંબંધથી (સ્વરૂપ-સંબંધાવચ્છિન્નરૂપે) નિવેશ કરાય તો બાધ દોષ આવે છે. કારણ કે તાદશ અભાવીય વિશેષણાત્મક સ્વરૂપસંબંધથી દુ:ખનો દવંસ, દુ:ખના સમવાયિકારણ આત્મામાં જ નૈયાયિકોએ માન્યો છે. તેથી મહાપ્રલયકાળની સિદ્ધિ ન થવાથી તદ્ઘટિત સાધ્યની પણ સિદ્ધિ નહિ થાય, જેથી પક્ષમાં સાધ્ય બાધિત થવાથી બાધ આવે છે.
તે બાધદોષના નિવારણ માટે તાદશ દુખધ્વસનિષ્ઠ વૃત્તિતા, કોઈ પણ સંબંધથી અર્થી સંબંધસામાન્યાવચ્છિન્ન લેવામાં આવે તો અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. કારણ કે દુ:ખપ્રાગભાવના અનાધારભૂત આકાશાદિમાં પણ વ્યભિચારિતાદિ-સ્વાભાવવવાદિ સંબંધથી દુ:ખધ્વસ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આકાશાદિ પણ સિદ્ધ થશે. સ્વદુ:ખધ્વંસ, સ્વાભાવિક દુ:ખધ્વસાભાવ, સ્વાભાવવ–આકાશાદિ, સ્વાભાવવત્ત્વ આકાશાદિમાં હોવાથી સ્વાભાવવત્વસંબંધથી દુ:ખધ્વસ પણ આકાશાદિમાં છે.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ તાદશદુ:ખધ્વંસનિષ્ઠવૃત્તિતા સંબંધસામાન્યથી લેવાના બદલે કાલિક અને દેશિક : એતદન્યતરવિશેષણાત્મક (કાલિક અને સ્વરૂપએતદન્યતર) સંબંધથી લઈએ, અથાત્ તાદશા તર સંબંધાવચ્છિન્ન લઈએ તો આકાશાદિની સિદ્ધિ નહિ થાય. કારણ કે આકાશાદિમાં કાલિક કે દૈશિક વિશેષણતાસંબંધથી તાદશ દુઃખધ્વંસવૃત્તિ નથી. તેથી આકાશાદિથી અર્થાતર
Page #22
--------------------------------------------------------------------------
________________
નહીં આવે. પરંતુ દુ:ખપ્રાગભાવના અનાધાર કાલોપાધિ સ્વરૂપ ઘટાદિમાં કાલિકવિશેષણાત્મસંબંધથી દુઃખધ્વસ વૃત્તિ હોવાથી કાલોપાધિને લઈને અર્થાતરદોષનો ઉદ્ધાર નહિ થાય. તેના ઉદ્ધાર માટે કાલિકસંબંધથી દુ:ખપ્રાગભાવના અનાધારની(અનધિકરણની) વિવક્ષા કરીએ તો ઘટાદિમાં કાલિકસંબંધથી દુ:ખપ્રાગભાવ વૃત્તિ જ હોવાથી ઘટાદિનું ગ્રહણ જ નહિ થાય. તેથી તેને લઈને અર્થાતરદોષનો તો પ્રસંગ નહીં આવે. પરંતુ દષ્ટાંતાસિદ્ધિ દોષ આવશે. કારણ કે દીપમાં કાલિકસંબંધથી દુઃખનો પ્રાગભાવ હોવાથી તેનું પણ ગ્રહણ નહીં થાય.
યદ્યપિ દષ્ટાંતાસિદ્ધિનું નિવારણ કરવા માટે દુઃખપ્રાગભાવનું અનધિકરણ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિક સંબંધથી લઈએ તો તે સંબંધથી દુઃખપ્રાગભાવ કાળમાં જ વૃત્તિ છે. કાલોપાધિસ્વરૂપ દીપ વગેરેમાં તે વૃત્તિ નથી. તેથી દીપક દુ:ખપ્રાગભાવનો અનાધાર હોવાથી દષ્ટાંતાસિદ્ધિ નહીં થાય. પરંતુ એ રીતે તો આત્મા સિદ્ધ થવાથી અર્થાતરદોષ અવસ્થિત જ રહે છે. કારણ કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકસંબંધથી દુ:ખપ્રાગભાવનો આધાર કાલ જ છે, આત્મા નથી. તેથી દુઃખપ્રાગભાવના અનાધાર આત્મામાં દૈશિકવિશેષણાત્મક(સ્વરૂ૫) સંબંધથી વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ વૃત્તિ હોવાથી મહાપ્રલયકાલના બદલે આત્માની સિદ્ધિ થશે. આ રીતે પ્રાપ્ત થયેલા અર્થાતરના નિવારણ માટે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકવિશેષણતા અને દૈશિકવિશેષણતા :
Page #23
--------------------------------------------------------------------------
________________
એતદન્યતર સંબંધથી દુ:ખપ્રાગભાવના અનાધારની વિવક્ષા કરીએ તો ઉક્ત અન્યતર સંબંધથી આત્મા, દુ:ખપ્રાગભાવનો અનાધાર ન હોવાથી અર્થાતર નહીં આવે. પરંતુ તાદશાન્યતર સંબંધથી દુ:ખપ્રાગભાવના અનાધાર તો ઘટપટાદિ પણ છે અને ત્યાં દૈશિક-કાલિકાન્યતર-વિશેષણતા-સંબંધથી દુ:ખધ્વંસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ હોવાથી અર્થાંતરનો ઉદ્ધાર થતો નથી. આથી સ્પષ્ટ છે કે અર્થાતરના નિવારણ માટે ઉક્તાન્યતર સંબંધનો નિવેશ કરીએ તોપણ તે સંબંધઘટિત વ્યાપ્તિના ગ્રહનો સંભવ નથી...ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ।।૩૧-૩
ઉપર જણાવ્યા મુજબના વ્યામિગ્રહાસંભવને જ સ્પષ્ટ રીતે જણાવાય છે
विपक्षबाधकाभावादनभिप्रेतसिद्धित: । अन्तरैतदयोग्यत्वाशङ्का योगाऽपहेति चेत् ॥ ३१-४॥
‘‘વિપક્ષબાધક તર્કનો અભાવ હોવાથી અને અનભિપ્રેત સિદ્ધિ થવાથી (શ્લો.નં. ૩માં જણાવ્યા મુજબ) વ્યાપ્તિગ્રહ થતો નથી. ‘પ્રકૃતસાધ્યની સિદ્ધિ વિના અયોગ્યત્વની શઠ્ઠા યોગની સાધનાની પ્રતિબંધક બનશે.'
આ જ વિપક્ષબાધક છે. આ પ્રમાણે નૈયાયિકો કહે તો (તે બરાબર નથી... એ પાંચમા શ્લોકમાં જણાવાશે.)''-આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનો આશય એ છે કે વિપક્ષમાં હેતુ હોય તોપણ
૧૬
Page #24
--------------------------------------------------------------------------
________________
સાધ્ય ન હોય ત્યારે સાધ્યાભાવનો બાધક અનુકૂળ તર્ક ન હોવાથી વ્યાતિગ્રહ થતો નથી. પર્વતમાં ધૂમને લઈને જ્યારે વહિને સિદ્ધ કરાય છે ત્યારે કોઈ એમ કહે કે પર્વતમાં ધૂમહેતુ ભલે રહ્યો પણ તેથી ત્યાં વહિને માનવાની આવશ્યકતા નથી. અર્થાત્ સાધ્યાભાવવ૬વિપક્ષ)માં હેતુ રહી શકે છે. આવી શટ્ટાને દૂર કરવાનું કાર્ય તર્ક કરે છે. પર્વતમાં જો વતિ ન હોય તો વહિજન્ય ધૂમ પણ ન હોવો જોઈએ અથઃ વહિ-ધૂમનો જન્યજનકભાવ (કાર્યકારણભાવ) નહિ મનાય : આ તર્ક છે, જે વ્યભિચારની શંકાને દૂર કરે છે. આવો વિપક્ષબાધક અનુકૂળ તક પ્રકૃત સ્થળે નથી. તાદશ દુઃખત્વમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ ભલે રહ્યું પરંતુ તાદશદુ: ખāસપ્રતિયોગિવૃત્તિત્વ માનવાની આવશ્યક્તા નથી. આવી વ્યભિચારની શઠ્ઠાદિના નિવારણ માટે કોઈ જ અનુકૂળ તર્ક નથી. તેથી વ્યાતિમાં પણ શંકા જન્મે છે. જેથી પ્રકૃતાનુમાનના સ્થાને એવું પણ અનુમાન કરી શકાય છે કે તાદશ દુ:ખત્વ; કાલાન્યવૃત્તિધ્વંસપ્રતિયોગીમાં વૃત્તિ છે; કારણ કે તે સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે. दुःखत्वं कालान्यवृत्तिध्वंसप्रतियोगिवृत्ति सत्कार्यमात्रवृत्तित्वाद् રીપત્વવત્ આ અનુમાનથી અભિપ્રેત પ્રલયકાલાદિથી અન્ય આત્માદિની સિદ્ધિ થવાથી સર્વ જીવોની મુક્તિ સિદ્ધ નહીં થાય.
આ અંગે તૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે બધા જીવોની મુક્તિની સિદ્ધિ ન થાય તો પોતાના આત્માની અયોગ્યતાની આશઠ્ઠા જન્મશે. જે જીવોનો ક્યારે ય મોક્ષ
Page #25
--------------------------------------------------------------------------
________________
થવાનો નથી, તેમની જેમ જ હું પણ જો મોક્ષમાં જવાનો ના હોઉ તો મારું આ પરિવ્રાજકપણું નિષ્ફળ થશે.' આ આશંકા મુમુક્ષુ આત્માના યોગની સાધનાનો પ્રતિબંધ કરનારી બને છે. આવી શઠ્ઠા જ મોક્ષની સિદ્ધિના અભાવની (વિપક્ષની) બાધક છે. આ પ્રમાણે તૈયાયિકોનું જે કથન છે તે બરાબર નથી : એ પ્રમાણે આગળ જણાવાય છે. ||૩૧-૪
નૈયાયિકોએ જણાવેલી વાતની અયુક્તતા જણાવાય છે
नैवं शमादिसम्पत्त्या, स्वयोग्यत्वविनिश्चयात् । न चान्योन्याश्रयस्तस्याः, सम्भवात् पूर्वसेवया ॥३१-५॥
આ પૂર્વે જણાવ્યા મુજબ યોગની સાધના અટકી ના પડે : એ માટે તૈયાયિકોએ સર્વ જીવોની મુક્તિનું સાધક પ્રમાણ જણાવ્યું છે. તેના જવાબમાં જણાવવાનું કે “એ વાત યુક્ત નથી. શમ, દમ વગેરે ગુણોની પ્રાપ્તિ દ્વારા પોતાની યોગ્યતાનો સારી રીતે નિશ્ચય થઈ જાય છે. યોગની પૂર્વસેવાથી સમાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોવાથી અન્યોન્યાશ્રય દોષ પણ આવતો નથી.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે આ પૂર્વે વિપક્ષબાધક તરીકે યોગની સાધનાનો જે પ્રતિબંધક તમારા(નૈયાયિક) દ્વારા કહેવાય છે તે બરાબર નથી. કારણ કે શમ, દમ અને
Page #26
--------------------------------------------------------------------------
________________
ભોગોની અનાસક્તિ વગેરે મુમુક્ષુ આત્માઓનાં લક્ષણોની પ્રામિથી મોક્ષપ્રાપ્તિની પોતાની યોગ્યતાનો સારી રીતે નિશ્ચય થાય છે. કારણ કે સ્વયોગ્યતાની અપેક્ષાએ એ સમાદિ લક્ષણો વ્યાપ્ય છે અને યોગ્યતા વ્યાપક છે. વ્યાપ્યથી વ્યાપકનો નિશ્ચય થાય છે-એ સુપ્રતીત છે.
યોગની પ્રવૃત્તિ કરવાથી શમ, દમ વગેરે મુમુક્ષુ જનોનાં લક્ષણોની સંપત્તિ પ્રાપ્ત થાય છે અને એ સંપત્તિથી તેવા પ્રકારની યોગની યોગ્યતાનો વિનિશ્ચય થાય છે, જે યોગની પ્રવૃત્તિનું મહત્ત્વનું કારણ છે-આ રીતે અન્યોન્યાશ્રયદોષ આવે છે : આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ગુરુદેવાદિ પૂજા, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ.. વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવાથી; યોગની પ્રવૃત્તિની પૂર્વે જ શમ(કષાયનો અભાવ), દમ(ઈન્દ્રિયોનો નિરોધ) અને ભોગોની આસક્તિનો અભાવ... ઈત્યાદિ મુમુક્ષુચિહો પ્રાપ્ત થતાં હોય છે. તેથી અન્યોન્યાશ્રયદોષનો સંભવ રહેતો નથી.
યદ્યપિ આ રીતે યોગની પ્રવૃત્તિની પૂર્વે સમાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોય તો યોગની પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા જ રહેતી નથી. પરંતુ યોગની પૂર્વસેવાથી જે સમાદિ ગુણો પ્રાપ્ત થાય છે, તેના કરતાં વિશિષ્ટ કોટિના તે ગુણો યોગની પ્રવૃત્તિથી પ્રાપ્ત થાય છે. તેથી યોગની પ્રવૃત્તિ નિરર્થક નહીં બને. પ્રાથમિક કક્ષાના સમાદિ ગુણોની પ્રત્યે યોગની પૂર્વસેવા કારણ છે અને અતિશયયુક્ત એવા સમાદિ ગુણોની પ્રત્યે યોગની પ્રવૃત્તિ કારણ છે. શમાદિ-સામાન્યની પ્રત્યે કર્મનો (મોહનીયાદિ ઘાતિકર્મનો) ક્ષયોપશમવિશેષ
Page #27
--------------------------------------------------------------------------
________________
જ કારણ છે. તેથી કોઈ જ અનુપપત્તિ નથી. ૩૧-પા
અનાદિકાળથી દરેક જીવમાં મોક્ષે જવાની યોગ્યતા છે-એના નિશ્ચાયક તરીકે સમાદિ નથી. મોક્ષની પ્રાપ્તિ માટે
માદિ સહકારી કારણ છે. શમાદિના કારણે યોગ્યતામાં સંકોચ કરવાનું ઉચિત નથી-આવી નૈયાયિકોની માન્યતાનું નિરાકરણ કરાય છે
शमाद्युपहिता हन्त, योग्यतैव विभिद्यते । तदवच्छेदकत्वेन, सङ्कोचस्तेन तस्य न ॥३१-६।।
“શમાદિ મુમુક્ષુલિકોના કારણે ખરેખર જ યોગ્યતામાં જ ફરક પડે છે. તેથી યોગ્યતાવચ્છેદકરૂપે સમાદિનો સંકોચ થતો નથી.'-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી જીવમાં રહેલી મોક્ષમાં જવાની જે યોગ્યતા છે, તે સમાદિની પ્રાપ્તિ થવાથી ખરેખર જ ભિન્ન થાય છે. કારણ કે સામાન્ય યોગ્યતાથી(સ્વરૂપયોગ્યતાથી) સમુચિત યોગ્યતા (ફલોપધાયક યોગ્યતાલોન્મુખયોગ્યતા) ભિન્ન છે. આ વાત આ પૂર્વે (૧૦મી બત્રીશીમાં) જણાવી છે. આથી યોગ્યતાના અવચ્છેદક (નિશ્ચાયક) તરીકે સમાદિને જણાવવામાત્રથી અનાદિકાલીન યોગ્યતા(સ્વરૂપયોગ્યતા)માં કોઈ ફરક પડતો નથી.
સમાદિની પ્રાપ્તિ થવાથી જીવની મોક્ષપ્રાપ્તિની યોગ્યતાનો(ફલોપધાયક યોગ્યતાનો) નિશ્ચય થાય છે. તેથી સ્વરૂપયોગ્યતા અને ફલોપધાક્યોગ્યતામાં વિશેષ (ભેદ)
Page #28
--------------------------------------------------------------------------
________________
હોવાથી સ્વરૂપ યોગ્યતાના અવચ્છેદક સ્વરૂપે સમાદિમાં સોચ થતો નથી. વિશિષ્ટ યોગ્યતા જ સમાદિની વિશેષતામાં કારણ છે અને તેની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રત્યે યોગ્યતાવિશેષ કારણ છે. આથી સમજી શકાશે કે શમાદિ
સ્વરૂપ યોગ્યતાના અવચ્છેદક (નિશ્ચય કરાવનાર) નથી. પરંતુ ફલોપધાયજ્યોગ્યતાના અવચ્છેદક છે. તેથી મોક્ષપ્રાપ્તિની સ્વરૂપયોગ્યતામાં કોઈ સોચ થતો નથી. દરેક જીવમાં એ સમાન છે. જે કોઈ ભેદ છે તે ફલોપધાયજ્યોગ્યતામાં છે, જેના અવચ્છેદક સમાદિ છે. ૩૧-૬
સમાદિની પ્રત્યે પણ સંસારીપણે સંસારી આત્માને કારણ માનવા જોઈએ. જેથી બધાની મુક્તિ થઈ શકશે, આ માન્યતાનું નિરાકરણ કરાય છેसंसारित्वेन गुरुणा, शमादौ च न हेतुता । भव्यत्वेनैव किन्त्वेषेत्येतदन्यत्र दर्शितम् ॥३१-७।।
શમાદિની પ્રત્યે ગુરુભૂત એવા સંસારિત્વરૂપે સંસારીને હેતુ માનવાનું ઉચિત નથી. પરંતુ ભવ્યત્વરૂપે એ માનવાનું ઉચિત છે-આ વસ્તુ અન્યત્ર જણાવી છે.'-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. જેનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે નિત્યજ્ઞાનાદિમ(પરમાત્મા)ભિન્નત્વસ્વરૂપ સંસારિત્વ છે. તે નાનાપદાર્થઘટિત (નિત્યત્વજ્ઞાન-વિથffધરળતા અને કેઃ...વગેરે સ્વરૂપ અનેક પદાર્થઘટિત) હોવાથી ગુરુ છે. તેથી તે ગુરુભૂત
Page #29
--------------------------------------------------------------------------
________________
સંસારિત્વરૂપે શમાદિની પ્રત્યે સંસારીમાં કારણતા માનવાનું તમારે-નૈયાયિકોને ઉચિત નથી. પરંતુ તાદશકારણતા ભવ્યત્વસ્વરૂપે જ માનવી જોઈએ.
‘‘શમાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા, કોઈ એક ધર્મથી અવચ્છિન્ન છે; કારણ કે એમાં કારણતાત્વ છે. સંયોગાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા (સમવાયિ કારણતા) જેમ દ્રવ્યત્વથી અવચ્છિન્ન છે...'' ઈત્યાદિ અનુમાનથી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. શમ, દમ વગેરે અનુગત કાર્યની કારણતાના અવચ્છેદરૂપે આત્મત્વની વ્યાપ્ય એવી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. આશય એ છે કે મુમુક્ષુ આત્માઓમાં શમ, દમ વગેરે ગુણોની ઉત્પત્તિ થાય છે. એની પ્રત્યે જે આત્મા કારણ છે તે બધામાં જે એક જાતિ છે તે ભવ્યત્વ છે. આત્મત્વ દરેક આત્મામાં વૃત્તિ છે અને ભવ્યત્વ આત્મવિશેષમાં વૃત્તિ છે. તેથી તે આત્મત્વની વ્યાપ્ય જાતિ છે. એ જાતિના અસ્તિત્વમાં શમાદિ અનુગત કાર્ય જ પ્રમાણ છે. દ્રવ્યત્વજાતિમાં જેમ સંયોગાદિ અનુગત કાર્ય પ્રમાણ છે તેમ અહીં પણ શમાદિ અનુગત કાર્ય જ ભવ્યત્વજાતિમાં પ્રમાણ છે.
‘‘આત્મત્વવ્યાપ્ય ભવ્યત્વજાતિને પીને તે સ્વરૂપે શમાદિની પ્રત્યે આત્માને કારણ માનીએ એના કરતાં આત્મત્વસ્વરૂપે આત્માને કારણ માનીએ તો વિપ આત્મત્વ પરમાત્મામાં પણ હોવાથી ત્યાં શમાદિની ઉત્પત્તિ માનવાનો પ્રસઙ્ગ આવશે. પરંતુ ત્યાં અન્ય સહકારી કારણ કર્માદિનો અભાવ હોવાથી ત્યાં શમાદિની ઉત્પત્તિનો પ્રસંગ
ܕܕ
Page #30
--------------------------------------------------------------------------
________________
નહિ આવે. તેથી આત્મત્વરૂપે જ શમાદિની ઉત્પત્તિ પ્રત્યે આત્માને કારણ માનવા જોઈએ.''-આ પ્રમાણે કહેવામાં આવે તો અન્યત્ર પણ એ રીતે સમાધાન કરી શકાય છે. સંયોગાદિ અનુગત કાર્યની પ્રત્યે દ્રવ્યત્વેન દ્રવ્યને કારણ માનવાના બદલે સત્તાવન્થેન કારણ માનવાથી ગુણાદિમાં આવતા અતિપ્રસંગનું નિવારણ સામગ્રીના અભાવથી જ થઈ જશે. આથી સમજી શકાશે કે લઘુભૂત કારણતાવચ્છેદક સ્વરૂપે દ્રવ્યત્વની જેમ ભવ્યત્વજાતિની સિદ્ધિ આવશ્યક છે.
યપિ ભવ્યત્વ મારામાં છે કે નહિ આવી શઙ્ગાના કારણે ભવ્યત્વના નિશ્ચયના અભાવે મોક્ષની સાધનાની અનુપપત્તિ થશે; પરંતુ એવી ટ્ટાથી જ ભવ્યત્વનો નિશ્ચય થઈ જતો હોવાથી મોક્ષસાધક પ્રવૃત્તિની અનુપપત્તિ નહીં થાય. કારણ કે શ્રી આચારા સૂત્રની શ્રી શીલાઙ્ગાચાર્ય ભગવંતકૃત ટીકામાં ફરમાવ્યું છે કે 'હું ભવ્ય છું કે અભવ્ય છું ?'-આવી શા ભવ્યને જ થાય છે. અભવ્યને એવી ા થતી નથી-આ વાત અન્યત્ર ન્યાયાલોકમાં અને સ્યાદ્વાદકલ્પલતામાં વિસ્તારથી ગ્રંથકારશ્રીએ જણાવી છે.
1139-911
ત્રિદંડી-મતનું નિરૂપણ કરાય છે
परमात्मनि जीवात्मलय: सेति त्रिदण्डिनः । लयो लिङ्गव्ययोऽत्रेष्टो, जीवनाशस्तु नेष्यते ॥ ३१-८।।
૨૩
Page #31
--------------------------------------------------------------------------
________________
‘પરમાત્મામાં જીવાત્માના લયને ત્રિદંડીઓ મુક્તિ કહે છે. લિાવ્યયંસ્વરૂપ લય એ મતમાં વર્ણવાય છે-તે ઈષ્ટ છે, જીવના નાશ સ્વરૂપ લય માત્ર ઈષ્ટ નથી.''-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમ્રાત્મામાં જીવાત્માનું વિલીન થવું : એને ત્રિદંડીમતમાં મુક્તિ તરીકે વર્ણવાય છે. એ મતમાં જીવાત્માનો લય, લિગ્નના વ્યય સ્વરૂપ છે-એ અમારા જૈનોના મતમાં પણ માન્ય છે.
સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણ : આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. વાગ્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ : આ પાંચ કર્મેન્દ્રિયો છે અને મન-એમ અગિયાર ઈન્દ્રિયો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ-આ પાંચ મહાભૂતો છે. એ બધા; ભેગા થઈને સૂક્ષ્મમાત્રા વડે જીવાત્મામાં સુખ-દુ:ખના અવચ્છેદક(ગ્રાહક) બને છે. તે બધાને એ મતમાં લિઙ્ગ કહેવાય છે. તેનો વ્યય થવાથી અર્થાર્ સ્વકાર્યથી નિવૃત્ત(ઉપરત) થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પરમાર્થથી નામકર્મનો ક્ષય થવાથી લિ વ્યયસ્વરૂપ લય અમારા મતમાં સદ્ગત છે. લિવ્યયસ્વરૂપ લેય જીવનાશસ્વરૂપ માનવાનું ઈષ્ટ નથી. કારણ કે શરીરસ્વરૂપ ઉપાધિના નાશથી ઉપાધિવિશિષ્ટ જીવનો નાશ, કામનાનો વિષય નથી. તેથી તત્સ્વરૂપ મોક્ષ માની શકાશે નહિ. મોક્ષ તો પુરુષની કામનાનો વિષય(પુરુષાર્થ) છે. આથી સ્પષ્ટ છે કે લિşવ્યયસ્વરૂપ જ (લિનાશ સ્વરૂપ જ) જીવલય છે. જીવનાશસ્વરૂપ જીવલય નથી. પરંતુ એ પ્રમાણે લિગ્નનાશ
૨૪
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ જીવલયને મોક્ષ માનવામાં આવે તો ત્રિદંડીઓનો જૈનમતમાં કથંચિત્મવેશ થઈ જશે. ૩૧-૮
બૌદ્ધમતનું નિરાકરણ કરાય છેबौद्धास्त्वालयविज्ञानसन्ततिः सेत्यकीर्तयन् । विनान्वयिनमाधारं, तेषामेषा कदर्थना ॥३१-९॥
આલયવિજ્ઞાનની પરંપરાને મુક્તિ તરીકે બૌદ્ધોએ વર્ણવી છે. પરંતુ ત્રિકાલવૃત્તિ આત્માધાર વિના એ મુક્તિ તેમના માટે વિડંબનાસ્વરૂપ છે.''-આ પ્રમાણે નવમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે બૌદ્ધોના મતે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂ૫ મુક્તિ છે. પ્રવૃત્તિવિજ્ઞાન સ્વરૂપ ઉપપ્તવથી રહિત અને શેય-ઘટ-પટાદિના આકારથી રહિત એવી જ્ઞાનાત્મક ક્ષણોની પરંપરાને આલયવિજ્ઞાનધારા કહેવાય છે.
બૌદ્ધોના મતે પ્રવૃત્તિવિજ્ઞાનધારા અને આલયવિજ્ઞાનધારા : આ બે પ્રકારની વિજ્ઞાનધારા છે. સામાન્ય રીતે બાહ્ય ઘટપટાદિ વિષયાકારને ગ્રહણ કરનારી વિજ્ઞાનધારા, પ્રવૃત્તિવિજ્ઞાનધારા છે અને તાદશ બાહ્ય વિષય સ્વરૂપ યના આકારનો જેમાં અભાવ છે એવી માત્ર અહમ્ (હું) પ્રત્યયવાળી વિજ્ઞાનધારા આલયવિજ્ઞાનધારા સ્વરૂપ છે. જાગ્રદિવસ્થામાં પ્રવૃત્તિવિજ્ઞાનધારા હોય છે અને સુપુત્યવસ્થામાં આલયવિજ્ઞાનધારા હોય છે. સુષુન્યવસ્થા પછી જાગ્રદેવસ્થામાં આલયવિજ્ઞાનથી પ્રવૃત્તિ-વિજ્ઞાન
Page #33
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થાય છે. જે આલયવિજ્ઞાનની ધારાથી ભવિષ્યમાં
ક્યારે પણ પ્રવૃત્તિવિજ્ઞાનની ધારા પ્રવર્તતી નથી, તે આલયવિજ્ઞાનની ધારા મુકિત છે. તેથી સુપુમિ અવસ્થાની આલયવિજ્ઞાનધારાને મુક્તિસ્વરૂપ માનતા નથી. આ વસ્તુને જણાવવા માટે તેમને ત્યાં જણાવ્યું છે કે રાગાદિલેશથી વાસિત ચિત્ત(જ્ઞાન) જ સંસાર છે અને રાગાદિકલેશોથી રહિત એવું ચિત્ત જ ભવાંત-મોક્ષ કહેવાય છે.
મોક્ષમાં શરીરાદિનો અભાવ હોવાથી નિમિત્તના અભાવે મુક્તિમાં આલયવિજ્ઞાનની અનુપપત્તિ છે.'-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે પૂર્વ પૂર્વ વિશિષ્ટ જ્ઞાનાત્મક ક્ષણોથી ઉત્તરોત્તર વિશિષ્ટ વિશિષ્ટ વિજ્ઞાનાત્મક ક્ષણોની ઉત્પત્તિ થાય છે. વિશિષ્ટ ભાવનાથી વિભાગનો પરિક્ષય થવાથી અથઃ પ્રશાંતવાહિતા પ્રાપ્ત થવાથી આલયવિજ્ઞાનધારાની ઉપપત્તિ થાય છે. વિસભાગનો (સલેશનો) પરિક્ષય, સર્વ ટુલ, સર્વ ક્ષળિ. क्षणिकम्, सर्वं स्वलक्षणं स्वलक्षणम् सने सर्वं शून्यं शून्यम् : આ ચાર વિશિષ્ટ ભાવનાથી થાય છે... આ પ્રમાણે બૌદ્ધોની માન્યતા છે. પરંતુ ત્રણેય કાળમાં અનુગત એવા આત્માના (આત્માસ્વરૂપ) આધાર વિના બૌદ્ધો માટે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂપ મુક્તિ માનવાની વાત કદર્થનાસ્વરૂપ છે. કારણ કે આત્મસ્વરૂપ આધાર વિના જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય ? ‘વિજ્ઞાનની સંતતિ(ધારાપરંપરા)માં જ્ઞાન ઉત્પન્ન થાય છે' -આ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે તમારા મતે પૂર્વેક્ષણનો સર્વથા
Page #34
--------------------------------------------------------------------------
________________
નાશ થતો હોવાથી તાદશજ્ઞાનાત્મક ક્ષણની પરંપરા વાસ્તવિક મનાતી નથી, પરંતુ કાલ્પનિક મનાય છે. જે છે તે સર્વથા એક ક્ષણ સ્વરૂપ છે. તેથી બદ્ધ અને મુક્તની વ્યવસ્થા સંસ્કૃત નહિ થાય. કારણ કે પ્રવૃત્તિવિજ્ઞાનધારામાં બદ્ધત્વનો વ્યવહાર થતો હતો. પરંતુ તેના સર્વથા વિનાશથી ઉત્તર ક્ષણની પરંપરામાં-આલયવિજ્ઞાનધારામાં મુક્તત્વનો વ્યવહાર થઈ શકશે નહિ. બૌદ્ધોના મતે બદ્ધ મુક્ત થતો નથી. બદ્ધ અને મુક્ત સર્વથા ભિન્ન છે. તેથી તેનો વ્યવહાર અસઙ્ગત થશે. કાલ્પનિક એવી વિજ્ઞાનસંતતિમાં વાસ્તવિક બદ્ધત્વ-મુક્તત્વનો વ્યવહાર શક્ય નથી. તેમ જ સર્વથા અભાવરૂપ થયેલા પૂર્વક્ષણથી ઉત્તરક્ષણની ઉત્પત્તિ અશક્ય છે... ઈત્યાદિ, તેના જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ.
||૩૧-૯।।
બૌદ્ધોની માન્યતામાં જે રીતે મુક્તિ સત થઈ શકે તે જણાવાય છે
विवर्त्तमानज्ञेयार्थापेक्षायां सति चाश्रये । અસ્યાં વિનયતેઽસ્મા, પયનરેશના ।।૩-૨૦ના
‘‘ક્ષણે ક્ષણે અન્ય અન્ય પર્યાયને ધારણ કરનારા શેય પદાર્થોની અપેક્ષાએ જ્ઞાનનો આધાર હોતે છતે આલયવિજ્ઞાનધારા સ્વરૂ૫ મુક્તિ માનવામાં અમારી પર્યાયનયની દેશના વિજય પામે છે.''-આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે,
૨૭
Page #35
--------------------------------------------------------------------------
________________
વિવર્તમાન અર્થાત્ પ્રત્યેક ક્ષણે બીજા બીજા પર્યાયના ભાજન બનનારા જે જ્ઞાનના વિષયભૂત પદાર્થો છે, તે પદાર્થોની અપેક્ષાએ અન્વયી(ત્રિકાલવૃત્તિ)દ્રવ્યસ્વરૂપ આશ્રય હોતે છતે; ઉપર જણાવ્યા મુજબ મુકિત(આલયવિજ્ઞાનધારાસ્વરૂપ મુકિત)માનવામાં અમારી (જેનોની) માન્યતા પ્રમાણે પર્યાયનયની દેશના વિજય પામે છે. કારણ કે સર્વથા દ્રવ્યના અસ્તિત્વનું નિરાકરણ જેમાં છે એવા બૌદ્ધસિદ્ધાંતનો પરમાર્થથી પર્યાયાર્થિનમાં સમાવેશ થાય છે. એ પ્રમાણે સંમતિતમાં જણાવ્યું છે કેશુદ્ધોદન રાજાના પુત્ર એવા ગૌતમબુદ્ધનો મત એકાંતે પર્યાયનયમાં સમાવિષ્ટ છે. અર્થાત્ એ મત પર્યાયનયનો વિકલ્પ છે. ૩૧-૧૦ના
મુક્તિના વિષયમાં જ અન્ય મતનું નિરાકરણ કરાય
છે
स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये, प्रभुता तन्मदः क्षयी । अथ कर्मनिवृत्तिश्चेत्, सिद्धांतोऽस्माकमेव सः ॥३१-११।।
શ્લોકાઈ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે કેટલાક વિદ્વાનો સ્વતંત્રતાને મોક્ષ કહે છે. એ સ્વતંત્રતા જો પ્રભુતા
સ્વરૂપ હોય અથ સ્વચ્છંદતાસ્વરૂપ હોય તો તે એક પ્રકારનો મદ(અહંકાર) છે. કારણ કે તાદશ મદ ક્ષય પામવાનો છે. આવા ક્ષય પામવાના સ્વભાવવાળો મોક્ષ કોઈને પણ ઈષ્ટ નહિ બને. કર્મની નિવૃત્તિના કારણે કર્મની
Page #36
--------------------------------------------------------------------------
________________
પરતંત્રતાનો અભાવ થવાથી તસ્વરૂપ સ્વતંત્રતાને “મોક્ષ માનવામાં આવે તો તે અમારો (જૈનોનો) જ સિદ્ધાંત છે. તેથી પરમતમાં પ્રવેશનો પ્રસવું આવશે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ||૩૧-૧૧ાા .
સાંખ્યાભિમત મોક્ષના સ્વરૂપનું નિરાકરણ કરાય છેपुंसः स्वरूपावस्थानं, सेति साङ्ख्याः प्रचक्षते । तेषामेतदसाध्यत्वं, वज्रलेपोऽस्ति दूषणम् ॥३१-१२।।
પુરુષનું સ્વરૂપાવસ્થાન-એ મોક્ષ છે, એમ સાંખ્યો કહે છે. તેઓને મોક્ષ અસાધ્ય છે-એમ માનવાનું દૂષણ વજલેપ છે.'-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ ફૂટસ્થ નિત્ય છે. પ્રકૃતિ અને તેના વિકારાદિ ઉપાધિના કારણે પુરુષના અભેદગ્રહને લઈને પુરુષનો સંસાર છે. પરંતુ વિવેક ખ્યાતિથી ભેદગ્રહ થવાથી પાધિક સ્વરૂપનો વિલય થાય છે, જેથી પુરુષ માત્ર ચિદવસ્થામાં પ્રતિષ્ઠિત થાય છે. એ જ પુરુષની મુક્તાવસ્થા છે. તેને જ સા ખ્યો મોક્ષ કહે છે. પુરુષનું પોતાનું આ સ્વરૂપાવસ્થાન, પ્રકૃતિ અને તેના વિકાર બુદ્ધિ વગેરેના સાન્નિધ્યની નિવૃત્તિથી થાય છે.
સાખ્યોએ માનેલું એ મોક્ષનું સ્વરૂપ સત નથી. કારણ કે પુરુષ ફૂટસ્થ નિત્ય હોવાથી પરમાર્થથી તો તે
Page #37
--------------------------------------------------------------------------
________________
સદાને માટે સ્વભાવથી જ પોતાના સ્વરૂપમાં અવસ્થિત છે. પ્રકૃત્યાદિના સાન્નિધ્યના કારણે વિભાવાવસ્થામાં અવસ્થિતિ તો વાસ્તવિક નથી, ઔપાધિક છે. તેથી ઔપાધિક-ઉપચરિત બદ્ધાદિ અવસ્થા છે. આવા પ્રકારના ઔપચારિક મોક્ષ માટે કોઈ પ્રયત્ન નહિ કરે, ઈચ્છા પણ નહિ કરે. ઉપચરિત સાધ્યત્વ વસ્તુની સિદ્ધિમાં ઉપયોગી ન બને. તેથી મોક્ષમાં પુરુષાર્થત્વનો અભાવ હોવાથી સાખ્ખોને અસાધ્યત્વ દૂષણ વજ્રલેપ છે. કોઈ પણ રીતે તે દૂર થાય એમ નથી... ઈત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું જોઈએ.
||૩૧-૧૨
બૌદ્ધવિશેષની મોક્ષસંબંધી માન્યતાનું નિરાકરણ
કરાય છે
पूर्वचित्तनिवृत्तिः साग्रिमानुत्पादसङ्गता । इत्यन्ये श्रयते तेषामनुत्पादो न साध्यताम् ।।३१-१३।।
‘અગ્રિમ ચિત્તની અનુત્પત્તિથી સહિત એવી પૂર્વચિત્તની નિવૃત્તિ-મુક્તિ છે : એમ કેટલાક લોકો (બૌદ્ધવિશેષ) કહે છે. પરંતુ તે વિદ્વાનોના મતમાં પણ અનુત્પાદ સાધ્યતાનો આશ્રય કરતો નથી.''–આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે વિજ્ઞાન(ચિત્ત)ની ધારા એકસરખી ચાલતી હોય છે. એમાં પૂર્વ પૂર્વ ચિત્તની નિવૃત્તિ થાય છે અને ઉત્તર ઉત્તર
૩૦
Page #38
--------------------------------------------------------------------------
________________
ચિત્તની ઉત્પત્તિ થતી હોય છે. જ્યારે પણ પૂર્વેના ચિત્તની નિવૃત્તિ થવા છતાં ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થતી નથી, ત્યારે તે અગ્રિમ ચિત્તના અનુત્પાદને મુક્તિ કહેવાય છે. અર્થા અગ્રિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ પૂર્વચિત્તની નિવૃત્તિ મુક્તિ છે. આ પ્રમાણે કેટલાક બૌદ્ધોની માન્યતા છે. પરંતુ તેમની માન્યતામાં પણ મુક્તિમાં પુરુષાર્થત્વાભાવનો પ્રસંગ છે જ. કારણ કે અનુત્પાદ, સાધ્ય નથી. ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૧૩
ચાર્વાક-નાસ્તિકમતનું નિરાકરણ કરાય છેसात्महानमिति प्राह, चार्वाकस्तत्तु पाप्मने । तस्य हातुमशक्यत्वात्तदनुद्देशतस्तथा ॥३१-१४।।
“આત્માની હાનિ(ધ્વસ) મુક્તિ છે : એમ ચાર્વાક કહે છે. ચાર્વાકનું એ વચન સાંભળવાથી પણ પાપ લાગે છે. કારણ કે આત્માની હાનિ શક્ય નથી. તેમ જ તેનો ઉદ્દેશ પણ નથી.'-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચાવકો શરીરથી અતિરિક્ત આત્માને માનતા નથી. તેથી શરીરના વંસની સાથે જ શરીરસ્વરૂપ આત્માનો પણ ધ્વંસ થવાથી તસ્વરૂપ (આત્મહાનિસ્વરૂપ) મોક્ષ થાય છે. નાસ્તિકોના એ વચનનું શ્રવણ પણ પાપનું કારણ બને છે. કારણ કે શરીરથી અતિરિક્ત એવા સર્વજનપ્રસિદ્ધ આત્માનો જ જ્યાં સ્વીકાર
Page #39
--------------------------------------------------------------------------
________________
ન હોય ત્યાં મોક્ષની વાત, માત્ર વાત જ છે.
આત્મા અસદ્દ હોય તો શશશૃંગાદિની જેમ સદાને માટે તેનું અસ્તિત્વ હોતું જ નથી. કારણ કે અસદ્ સદાને માટે અસદ્ હોય છે. તેથી અસ એવા આત્માની હાનિ સર્વથા અશક્ય છે. તેમ જ આત્મા સત્ હોય તો વીતરાગનો જન્મ થતો ન હોવાથી અને સરાગીનો જ જન્મ થતો હોવાથી આત્મા અનાદિકાલીન છે તે સિદ્ધ થાય છે. તેથી જ અનાદિભાવભૂત પદાર્થનો નાશ થતો ન હોવાથી આત્મા અનંત છે, તે સિદ્ધ થાય છે. આ રીતે આત્મા નિત્ય હોવાથી સર્વથા તેની હાનિ શક્ય નથી.
યદ્યપિ દ્રવ્યને આશ્રયીને તેની હાનિ શક્ય ન હોવા છતાં મનુષ્યત્યાદિ પર્યાયને આશ્રયીને તેનો નાશ શક્ય છે. પરંતુ તેવી હાનિનો ઉદ્દેશ ન હોવાથી મોક્ષ પુરુષાર્થસ્વરૂપ નહીં બને. “તે તે દુઃખકારણાદિ સ્વરૂપ પર્યાયના નાશનો ઉદ્દેશ હોવાથી તે સ્વરૂપે મોક્ષ પુરુષાર્થ સ્વરૂપ બની શકે છે.” આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મોક્ષ અન્ય ઈચ્છાને અનધીન એવી ઈચ્છાનો વિષય છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર ગ્રંથમાં પ્રતિપાદન કરાયેલા પદાર્થને સંક્ષેપથી સમજાવવાનું તાત્પર્ય છે, જે ઉપર જણાવ્યા મુજબ સમજી શકાય છે. Il૩૧-૧૪.
હવે તૌતાતિતની માન્યતાનું નિરાકરણ કરાય છે
Page #40
--------------------------------------------------------------------------
________________
नित्योत्कृष्टसुखव्यक्तिरिति तौतातिता जगुः । नित्यत्वं चेदनन्तत्वमत्र तत्संमतं हि नः ॥३१-१५॥
નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને તૌતાતિતો મુક્તિ તરીકે વર્ણવે છે. એમાં નિત્યત્વ અનંતત્વસ્વરૂપ હોય તો તે અમને સંમત જ છે.''-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. સર્વશ્રેષ્ઠ નિત્ય એવા સુખની જે અભિવ્યક્તિ છે એને તુતાત નામના વિદ્વાનના અનુયાયીઓ મુકિત કહે છે. તેમની માન્યતાના સુખનું નિત્યત્વ જ અનંતત્વસ્વરૂપ હોય તો ચોક્કસ જ તે અમને સંમત છે. કારણ કે અમારે ત્યાં શ્રી સિદ્ધપરમાત્માનું સર્વોત્કૃષ્ટ સુખ સાદિ-અપર્યવસિત(અનંત)સ્વરૂપે વર્ણવેલું છે. તે સુખની અભિવ્યક્તિ મોક્ષમાં થાય છે. ૩૧-૧પો.
તૌતાતિતોની જ માન્યતાને અનુલક્ષીને જણાવાય
છે,
अथानादित्वमेतच्चेत्, तथाप्येष नयोऽस्तु नः । સર્વથપાને ચાત, સર્વ તદુપસ્થિતિ રૂ-દા.
નિત્ય ઉત્કૃષ્ટ એવા સુખની અભિવ્યક્તિને મુક્તિ માનનારાઓના મતમાં “અનાદિસ્વરૂપ નિત્ય હોય તોપણ તે અમારી-જૈનોની માન્યતાનો નય છે. સર્વધા અનાદિત્યસ્વરૂપ નિત્યત્વ માનવામાં આવે તો નિત્ય ઉત્કૃષ્ટ
Page #41
--------------------------------------------------------------------------
________________
સુખની અભિવ્યક્તિ સર્વદા થયા જ કરશે.'-આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્યાર્થ છે. તેનો અર્થ સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, જો મુક્તિના સુખમાં રહેલું નિત્ય, અનાદિત્યસ્વરૂપ હોય તો તે નય અમારો છે જ. કારણ કે સંસારની દશામાં કર્મથી આચ્છાદિત પણ સુખ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત આત્મસ્વભાવ રૂપ છે. આત્મા જેમ સર્વદા વિદ્યમાન છે, તેમ તેનું સુખ પણ સર્વદા વિદ્યમાન છે જ. | સર્વથા(અર્થાત્ પર્યાયાર્થિકનયથી પણ) સુખમાં અનાદિવસ્વરૂપ નિત્યત્વ માની લેવામાં આવે તો તે નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ સર્વદા થવાનો પ્રસંગ આવશે. યદ્યપિ તેના નિવારણ માટે એમ કહી શકાય છે કે નિત્યસુખના અભિવ્યંજક સર્વદા ન હોવાથી તે નિત્ય હોવા છતાં તેની અભિવ્યક્તિ સર્વદા થતી નથી. પરંતુ એમ કહેવાથી તો ઘટાદિને પણ સર્વથા નિત્ય માનીને દંડાદિ સ્વરૂપ અભિવ્યકના અભાવે તેની અભિવ્યક્તિ સર્વદા થતી નથી-આ પ્રમાણે પણ સારી રીતે કહી શકાય છે અને તેથી સાખ્યમતમાં પ્રવેશનો પ્રસવું આવશે. આથી સમજી શકાશે કે કથંચિદ્દ અનાદિત્ય સ્વરૂપ નિત્યત્વ મુક્તિસુખમાં માનવું જોઈએ, જે અમારો-જૈનોનો માન્ય નય છે.
| |૩૧-૧૬I.
વેદાંતીઓના મતનું નિરાકરણ કરાય છે
Page #42
--------------------------------------------------------------------------
________________
वेदान्तिनस्त्वविद्यायां, निवृत्तायां विविक्तता । सेत्याहुः साऽपि नो तेषामसाध्यत्वादवस्थितेः ॥३१-१७।। | ‘અવિદ્યાની નિવૃત્તિ થયે છતે આત્માની સ્વસ્વરૂપમાં જે અવસ્થિતિ છે, તેને મુક્તિ તરીકે વેદાંતીઓ વર્ણવે છે. પરંતુ એ પણ યુકત નથી. કારણ કે અનાદિકાળથી આત્માની સ્વરૂપમાં અવસ્થિતિ હોવાથી મુક્તિમાં સાધ્યત્વ નથી.'-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વેદાંતીઓના મતે આત્માની બદ્ધાવસ્થા(સંસારદશા) અવિદ્યાના કારણે છે. એ અવિદ્યાની નિવૃત્તિ થયે તે આત્મા અવિદ્યાથી વિવિક્ત થાય છે. આવી તેની કેવળ અવસ્થિતિને વેદાંતીઓ મુક્તિ કહે છે. પરંતુ તે યુક્ત નથી. કારણ કે વેદાંતીઓના મતે આત્મા અનાદિકાળથી શુદ્ધ જ છે. તેથી અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ આત્માનું કેવળ જ અવસ્થાન હોવાથી આત્માની મુક્તિ સિદ્ધ જ છે, જેથી મુક્તિમાં સાધ્યત્વ રહેતું નથી. બ્રહ્મસ્વરૂપ આત્માનો મોક્ષ અનાદિથી સિદ્ધ જ હોવાથી તેમાં સાધ્યત્વ(સિદ્ધિની ઈચ્છાનું વિષયત્વપુરુષાર્થત્વ) ન હોય એ સ્પષ્ટ છે.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ બ્રહ્મનું કેવળ અવસ્થાન સિદ્ધ હોવા છતાં કંઠમાં રહેલા સુવર્ણના અલંકારને જેમ ભ્રમથી શોધવામાં આવે છે તેમ એ કંઠગત ચામીકરન્યાયથી આત્માને હું બંધાયેલો છું, અજ્ઞાની છું અને દુઃખી છું... ઈત્યાદિ ભ્રમ થાય છે. એની નિવૃત્તિ સ્વરૂપ અવસ્થાથી
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રામ સ્વરૂપાવસ્થિતિ મુક્તિ છે અને તેથી તેમાં સાધ્યત્વ અનુપપન્ન નથી. એ ભ્રમથી જ મુમુક્ષુઓની સંન્યાસાદિમાં પ્રવૃત્તિ થાય છે... પરંતુ આ બધું ભ્રાંત પુરુષોની પર્ષદામાં કહેવાનું ઉચિત છે, વિદ્વાનોની પર્ષદામાં કહેવાનું ઉચિત નથી. ૩૧-૧૭થી
આ રીતે પરમતોનું નિરાકરણ કરીને હવે સ્વમતને જણાવાય છે
कृत्स्नकर्मक्षयो मुक्तिरित्येष तु विपश्चिताम् । स्याद्वादामृतपानस्योद्गारः स्फारनयाश्रयः ॥३१-१८॥
‘‘સકળ કર્મોનો ક્ષય મુક્તિ છે-આ તો વિદ્વાનોનો તે તે સ્પષ્ટ નયોના આશ્રયે ઉત્પન્ન થયેલો, સ્યાદ્વાદરૂપ અમૃતના પાનનો ઉદ્ગાર છે.''- આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય... વગેરે સકળ કર્મોનો જે ક્ષય છે, તે મુક્તિ છે. આ તો એકાંતે પંડિત એવા પ્રાજ્ઞપુરુષોએ કરેલા સ્યાદ્વાદસ્વરૂપ અમૃતના પાનથી ઉત્પન્ન થયેલો ઉદ્ગાર છે, જે અત્યંત સ્પષ્ટપણે પ્રતીત થયેલા નયને આશ્રયીને ઉત્પન્ન થયેલો છે. કારણ કે પદ્દર્શનસમૂહમયત્વ જૈનદર્શનમાં શાસ્ત્રસંમત છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૧૮
અહીં મોક્ષના વિષયમાં નયને જ જણાવાય છે
Page #44
--------------------------------------------------------------------------
________________
ऋजुसूत्रादिभिर्ज्ञानसुखादिकपरम्परा । व्यङ्ग्यमावरणोच्छित्त्या सग्रहेणेष्यते सुखम् ॥३१-१९।।
‘‘ઋજુસૂત્ર વગેરે નયો જ્ઞાન, સુખ વગેરેની પરંપરાને મુક્તિ માને છે અને આવરણનો ઉચ્છેદ થવાથી પ્રગટ થનારા સુખને મુક્તિ માને છે.''-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એના આશયને વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે-ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય જ્ઞાન-સુખાદિની પરંપરાને મુક્તિ તરીકે વર્ણવે છે. શુદ્ધનયો ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રનો સ્વીકાર કરતાં હોવાથી જ્ઞાન-સુખાદિની પરંપરા સ્વરૂપ જ મુક્તિનો તે નયો સ્વીકાર કરે છે.
જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ છે : એ, જ્ઞાનાદિની ક્ષણિક સત્તાથી સિદ્ધ થાય છે. કારણ કે ક્ષણમાત્ર સત્તા, ક્ષણના અભેદ(તાદાત્મ્ય, સ્વરૂપ)ની વ્યાપ્ય છે. ‘‘જ્યાં જ્યાં ક્ષણિક સત્તા છે ત્યાં ત્યાં ક્ષણનો અભેદ છે. દા.ત. ક્ષણનું સ્વરૂપ.'' આ વ્યામિથી(નિયમથી) જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ સિદ્ધ થાય છે.
સંગ્રહનયની અપેક્ષાએ આવરણના વિચ્છેદથી અભિવ્યક્ત થનારા સુખને મુક્તિ કહેવાય છે. આ સુખસ્વરૂપ મુક્તિ જીવનો સ્વભાવ છે. એ સ્વભાવ ઈન્દ્રિયસહિત-શરીરાદિસ્વરૂપ અપેક્ષાકારણાત્મક આવરણથી આચ્છાદિત બને છે. આશય એ છે કે ઈન્દ્રિયાદિજન્ય જ્ઞાનની પ્રત્યે ઈન્દ્રિયસહિત શરીરાદિની અપેક્ષા છે. તેથી તે
૩૭૯૪૨૬
Page #45
--------------------------------------------------------------------------
________________
તેવા પ્રકારના જ્ઞાનની પ્રત્યે અપેક્ષાકારણ છે અને તે આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે આવરણભૂત બને છે. અર્થાત્ તે શરીરાદિ આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે પ્રતિબંધક છે. જેમ ઓરડામાં રહેલી ચીજોને પ્રકાશિત કરવાનો પ્રદીપનો સ્વભાવ હોવા છતાં દીપક ઉપર કોડિયું ઢાંકી દેવામાં આવે તો તે તેવા પ્રકારના સ્વભાવનો પ્રતિબંધ કરે છે. દીપક ઉપરથી કોડિયું લઈ લઈએ તો પ્રદીપનો
સ્વભાવ પ્રગટ થાય છે. તેમ જ ઈન્દ્રિયો અને શરીરાદિનો વિચ્છેદ થવાથી આત્માના જ્ઞાન, સુખ વગેરે ગુણો (સ્વભાવભૂત ગુણો) પ્રગટ થાય છે; જે પ્રયત્ન વિના જ સિદ્ધ છે.
યદ્યપિ આ રીતે તો શરીરાદિના અભાવમાં તો જ્ઞાનસુખાદિનો પણ અભાવ થશે. કારણ કે જ્ઞાનાદિની પ્રત્યે શરીરાદિ કારણ હોવાથી કારણના અભાવમાં કાર્યનો અભાવ થાય-એ સ્પષ્ટ છે. આવી ચડ્ડા કરી શકાય છે. પરંતુ તે બરાબર નથી. કારણ કે એવી શઠ્ઠા કરવામાં આવે તો શરાવાદિ(કોડિયાદિ)ના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પણ પ્રસડુ આવશે-એ પ્રમાણે પણ કહી શકાશે. “શરાવાદિ પ્રદીપાદિનાં જનક ન હોવાથી શરાવાદિના અભાવે પ્રદીપાદિના અભાવનો પ્રસવું નહીં આવે, પરંતુ શરીરાદિ તો જ્ઞાનાદિનાં જનક હોવાથી તેના અભાવમાં જ્ઞાનાદિના અભાવનો પ્રસડ આવશે.''-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શરાવાદિને પણ તાદશ અવરુદ્ધ સ્વસ્વભાવવાળા પ્રદીપના પરિણામનાં જનક મનાય છે અન્યથા શરાવાદિને
Page #46
--------------------------------------------------------------------------
________________
તેવા પરિણામવાળા પ્રદીપાદિનાં જનક માનવામાં ન આવે તો શરાવાદિ પ્રદીપના પ્રકાશનાં આવારક બની શકશે નહીં... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૧૯ો.
વ્યવહારનયથી મુક્તિનું સ્વરૂપ વર્ણવાય છેक्षयः प्रयत्नसाध्यस्तु, व्यवहारेण कर्मणाम् । न चैवमपुमर्थत्वं, द्वेषयोनिप्रवृत्तितः ॥३१-२०॥
“પ્રયત્નથી સાધ્ય એવા કર્મક્ષયને વ્યવહારનય મુક્તિ માને છે. “આથી મોક્ષમાં અપુરુષાર્થત્વ આવે છે. આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે દ્વેષમૂલક અહીં પ્રવૃત્તિ થાય છે.'-આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. વ્યવહારનયને આશ્રયીને પ્રયત્નથી સાધ્ય એવો જે કર્મોનો ક્ષય છે તેને મુક્તિ કહેવાય છે.
સામાન્ય રીતે અન્વય અને વ્યતિરેકના નિયમને અનુસરીને વ્યવહારનયની પ્રવૃત્તિ છે. સત્ત્વને લઈને જે નિયમ છે, તેને અન્વય કહેવાય છે. (જ્યાં ધૂમ છે ત્યાં અગ્નિ છે-આ અન્વય નિયમ છે.) અને વસ્તુના અસત્ત્વને લઈને જે નિયમ છે તેને વ્યતિરેક કહેવાય છે. (જ્યાં વહિ નથી, ત્યાં ધૂમ નથી-આ વ્યતિરેક નિયમ છે.) આ અન્વયવ્યતિરેકને આશ્રયીને વ્યવહારનયે જ્ઞાનાવરણીય કમોંના ક્ષયના વિષયમાં અન્વય-વ્યતિરેકને અનુસરી જ્ઞાનાચારાદિની
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ થાય છે. તેથી આ રીતે પ્રયત્નથી સાધ્ય એવાં કર્મોના ક્ષયને વ્યવહારનયની અપેક્ષાએ મુક્તિ કહેવાય છે. યદ્યપિ આ રીતે કર્મક્ષયસ્વરૂપ મુક્તિ માનીએ તો તેમાં પ્રયત્નસાધ્યત્વ હોવા છતાં ઈચ્છાવિષયત્વસ્વરૂપ પુરુષાર્થત્વ નહીં રહે, (કારણ કે દુ:ખધ્વંસની ઈચ્છા થાય પણ કર્મક્ષયની ઈચ્છા ન થાય) પરંતુ મુક્તિના વિષયમાં દ્વેષમૂલક પ્રવૃત્તિ થતી હોવાથી અર્થાર્ સાક્ષા ્ દુ:ખનાશના ઉપાયભૂત કર્મનાશની ઈચ્છાનું વિષયત્વ કર્મનાશમાં હોવાથી મુક્તિમાં પરમપુરુષાર્થત્વનો કોઈ વિરોધ નથી...એ સમજી શકાય છે. ।।૩૧-૨૦ના
દુ:ખનાશ માટે જ પ્રવૃત્તિ કરાય છે. કર્મનાશ માટે કોઈ પ્રવૃત્તિ ન કરે, તેથી કર્મધ્વંસસ્વરૂપ મોક્ષમાં કોઈ પ્રવૃત્તિ ન કરે તો તેમાં પુમર્થત્વની અનુપત્તિ થશે : આ શંકાનું સમાધાન કરાય છે
दुःखद्वेषे हि तद्धेतून्, द्वेष्टि प्राणी नियोगतः । નાયતેઽસ્ય પ્રવૃત્તિશ્ર્વ, તતસ્તન્નાશહેતુપુ ।।૩-૨શા
‘‘દુ:ખની પ્રત્યે દ્વેષ આવે તો તે જીવ દુ:ખના
ઉપાયની પ્રત્યે અવશ્ય દ્વેષ કરવાનો છે. તેથી એવા જીવની
દુ:ખના નાશના હેતુઓને વિશે પ્રવૃત્તિ થાય છે.''-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એના આશયનું
とこ
Page #48
--------------------------------------------------------------------------
________________
વર્ણન કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે-દુ:ખની પ્રત્યે દ્વેષ હોતે છતે પ્રાણી દુ:ખના હેતુઓ ઉપર ચોક્કસ જ દ્વેષ કરે છે. આ દુ:ખદ્વેષીની, દુ:ખના ઉપાયભૂત કર્મના નાશના હેતુઓમાં અર્થાત્ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે જ. કારણ કે દુઃખ પ્રત્યેનો દ્વેષ, દુ:ખના હેતુઓના નાશના ઉપાયોની ઇચ્છા અને દુ:ખના હેતુઓ પ્રત્યેનો દ્વેષ : એ બંન્નેની પ્રત્યે સ્વભાવથી જ કારણ છે અને એ બંન્ને સ્વભાવથી જ દુ:ખહેતુના નાશના હેતુની પ્રવૃત્તિમાં કારણ છે. (જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિમાં કારણ છે.) આથી સમજી શકાય એવું છે કે-દુ:ખની પ્રત્યે દ્વેષ હોય એટલે દુ:ખના હેતુઓ પ્રત્યે દ્વેષ થાય અને તેથી તેના નાશના ઉપાયની પણ ઈચ્છા થાય અને તેથી એ બંન્નેના કારણે દુ:ખહેતુના નાશના ઉપાયભૂત જ્ઞાનાચારાદિમાં પ્રવૃત્તિ પણ થાય છે.
યપિ દુ:ખદ્વેષ અને દુ:ખહેતુભૂતકર્મ પ્રત્યેનો દ્વેષ : આ બંન્ને દીર્ઘ એક ઉપયોગથી સંબદ્ધ (પરસ્પર એક બીજામાં સંમિલિત) હોવાથી સમાનકાલીન બંન્નેમાં કાર્યકારણભાવ માનવાનું યોગ્ય નથી. પરંતુ તે દીર્ઘ એક ઉપયોગમાં ક્રમ પણ અનુવિદ્ધ હોવાથી એ બંન્નેનો પૂર્વાપરીભાવ પણ અનુભવાય છે. તેથી કાર્યકારણભાવની કોઈ અનુપપત્તિ નથી. અનાદિકાળથી દુ:ખ પ્રત્યેનો દ્વેષ તો આત્મામાં પડેલો જ છે. પરંતુ જ્યારે દુ:ખનું કયું કારણ છે, તેનું જ્ઞાન થાય એટલે દુ:ખના કારણ પ્રત્યે દ્વેષ થતો
૪૧
Page #49
--------------------------------------------------------------------------
________________
હોય છે. તેથી દુ:ખદ્રેષ દુ:ખના હેતુના દ્વેષનું કારણ બને છે. આ પ્રમાણે એ બંન્નેમાં પૂર્વાપરીભાવ હોવાથી ક્રમિક અવસ્થાનો અનુભવ થતો હોય છે અને પાછળથી બંન્ને એકબીજાની સાથે મળી જવાથી સહભાવ-અક્રમિક અવસ્થાનો અનુભવ થાય છે. એક જ ઉપયોગમાં ક્રમિકાક્રમિકોભય એક સ્વભાવ પ્રતીત થતો હોવાથી તે પ્રમાણે માનવામાં કોઈ દોષ નથી... ઈત્યાદિ સ્યાદ્વાદકલ્પલતા... ઈત્યાદિમાં જણાવ્યું છે, જે તેના અધ્યયનાદિથી જાણી લેવું જોઈએ. ।।૩૧-૨૧૫
ઉપર જણાવ્યા મુજબ એ નિશ્ચિત થયું કે- ‘મને દુ:ખ ન થાઓ’ આવા પ્રકારનો જે ઉદ્દેશ છે; તેનો વિષય, દુ:ખને ઉત્પન્ન કરનારાં કારણોનો નાશ છે. તેથી તેનો અન્યત્ર અતિદેશ જણાવાય છે
अन्यत्राप्यसुखं मा भून्माङोऽर्थेऽत्रान्वयः स्थितः । દુ:સ્વêવ સમાશ્રિત્ય, સ્વહેતુપ્રતિયોષિતામ્ ॥૩૨-૨૨
‘‘બીજે પ્રાયશ્ચિત્તાદિ સ્થળે પણ ‘મને દુ:ખ ન થાઓ' (×સુવું માટે મૂત્ર) અહીં મારૂં અવ્યયના અર્થ ધ્વંસમાં દુ:ખનો અન્વય પોતાના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને થાય છે.''-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાપનું
૪૨
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રાયશ્ચિત્ત વગેરે કરતી વખતે પ્રાયશ્ચિત્ત કરનારનો આશય એ છે કે “મને દુઃખ ન થાય.” અહીં સુવું ન મૂત્ અને
સુરઉં રે મન મૂત્ ઈત્યાદિ વાક્યોમાં માફ અવ્યયનો અર્થ ધ્વંસ છે. તેમાં દુ:ખનો અન્વય(સંબંધ) છે. તે અન્વય ‘પોતાના(સ્વ) હેતુ-નિઝ-પ્રતિયોગિતા-નિરૂપકત્વ' સંબંધથી સમજાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષ કર્મક્ષયસ્વરૂપ હોવાથી તેની પુમર્થતા જેમ દુઃખના હેતુના નાશના ઉપાયની ઈચ્છાના વિષયરૂપે છે તેમ અહીં પણ ધ્વસમાં સાક્ષા દુ:ખનો સંબંધ નથી, પરંતુ દુઃખના હેતુને આશ્રયીને છે. આ અતિદેશ છે.
ટુવં માં મૂઠું અહીં માફ(મ)નો અર્થ ધ્વસ છે. એમાં દુઃખનો અન્વય “વહેતુનર્ણપ્રતિયોગિતાનિરૂપત્ન’ સંબંધથી છે. સ્વ-દુ:ખ, તેનો હેતુ પાપ; તેમાં રહેલી પ્રતિયોગિતાનો નિરૂપક પાપધ્વંસ, તેમાં તાદશનિરૂપકત્વ છે. સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વાત્મક સંબંધ ધ્વસમાં છે. તેથી તે સંબંધથી સ્વ-દુ:ખ ધ્વંસમાં છે. યદ્યપિ દુઃખનો અન્વય સ્વનિષ્ઠ પ્રતિયોગિતાનિરૂપકત્વ સંબંધથી ધ્વંસમાં થઈ શકે છે. સ્વનિષ્ઠ પ્રતિયોગિતાના બદલે સ્વતંતનિષ્ઠપ્રતિયોગિતાને આશ્રયીને દુઃખનો અન્વય કરવાની આવશ્યકતા નથી. પરંતુ પાપના પ્રાયશ્ચિત્ત સ્થળે પાપ થયેલું છે અને દુ:ખ તો ઉત્પન્ન થયેલું નથી. તેથી પ્રાયશ્ચિત્તથી અપ્રસિદ્ધ દુ:ખનો ધ્વંસ શક્ય નથી. દુઃખના
Page #51
--------------------------------------------------------------------------
________________
હેતુભૂત પાપનો ધ્વસ શક્ય હોવાથી સાક્ષાદ્ દુઃખનો અન્વય ન કરતાં તેના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને ધ્વસમાં દુઃખનો અન્વય કરવામાં આવે છે.
યદ્યપિ આ રીતે દુ:ખનો અન્વય, સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વ સંબંધથી કરવામાં આવે તો અન્વયિતાવચ્છેદક સંબંધ ગુરુભૂત બને છે, તેથી તે સંબંધથી અન્વય કરવાનું ઉચિત નથી. પરંતુ તેથી તુ વા ઈત્યાદિ ગ્રંથથી કલ્પાંતરનું અનુસરણ કરાય છે. એનો આશય એ છે કે ટુકડ્યું મૂલ્...ઈત્યાદિ સ્થળે પ્રાયશ્ચિત્ત કરનારનો ઉદ્દેશ દુઃખદ્વેષનો હોવાથી તેનો જ ઉલ્લેખ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ દુઃખનો અન્વય કરવામાં સંબંધનું ગૌરવ નહિ નડે. “દુઃખના કારણભૂત કર્મોના નાશ સ્વરૂપ મોક્ષને માનવાથી મોક્ષમાં મુખ્યપ્રયોજન– નહિ મનાય. કારણ કે દુ:ખનાશમાં જ પરમપ્રયોજન મનાશે. આ મુદ્દે તુમ્...ઈત્યાદિ સ્થળે દુઃખદ્વેષનો જ ઉલ્લેખ છે.”-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મુખ્યપ્રયોજન દુઃખવિરહની ઈચ્છાનો વિષય, તેના સાધનભૂત સકળ કર્મનો ધ્વસ છે. તેથી તે પણ મુખ્ય પ્રયોજન છે. ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ૩૧-૨૨ા.
ઉપર જણાવ્યા મુજબ દુ:ખધ્વંસના સાધન તરીકે
Page #52
--------------------------------------------------------------------------
________________
કર્મક્ષયસ્વરૂપ મુક્તિમાં મુખ્યપ્રયોજનત્વ હોવા છતાં, તેમાં સ્વતઃ પુમર્થતાની અનુપપત્તિ થાય છે-આ શટ્ટાનું સમાધાન કરાય છે
स्वतोऽपुमर्थताप्येवमिति चेत् कर्मणामपि ।
शक्त्या चेन्मुख्यदुःखत्वं, स्याद्वादे किं नु बाध्यताम् ।।३१-२३ ।।
કર્મક્ષયમાં ઉપર જણાવ્યા મુજબ મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થાય ‘“તોપણ સ્વત: પુમર્થતા તેમાં નહિ આવે-આ પ્રમાણે કહેવામાં આવે તો સ્યાદ્વાદમતમાં, કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્યદુ:ખત્વ માની લેવામાં કોણ બાધક છે ? અર્થાર્ કોઈ નહિ.'’-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોનો અક્ષરાર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે, આ પૂર્વે જણાવ્યા મુજબ દુ:ખધ્વંસની ઈચ્છાનો વિષય કર્મક્ષયસ્વરૂપ મોક્ષ છે. તેથી મુખ્યપ્રયોજનવિષયક (દુ:ખવિરહવિષયક) ઈચ્છાનો વિષય કર્મક્ષય હોવાથી તેમાં મુખ્યપ્રયોજનત્વ મનાય તોપણ તેમાં સ્વતઃ પુમર્થતા નથી. કારણ કે ઉપાધિરહિત ઈચ્છાના વિષયમાં અર્થાદ્ અન્યવિષયક ઈચ્છાને અનધીન ઈચ્છાના વિષયમાં પુમર્થતા સ્વતઃ મનાય છે. અન્યત્ર પરત: પુમર્થતા મનાય છે. સુખમાં અથવા દુ:ખહાનિમાં જ સ્વત: પુમર્થતા મનાય છે. દુ:ખવિરહની ઈચ્છાને આધીન એવી કર્મધ્વંસની ઈચ્છાનો વિષય કર્મક્ષય હોવાથી તેમાં સ્વત: પુમર્થતા(પુરુષની
૪૫
Page #53
--------------------------------------------------------------------------
________________
કામનાનું વિષયત્વ) નથી. આ પ્રમાણે શટ્ટાકાર નૈયાયિકનું કહેવું છે. પરંતુ તે કથન યુક્ત નથી.
કારણ કે કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્યદુ:ખત્વ જો માનીએ તો સ્યાદ્વાદમાં કોણ બાધક છે ? દુ:ખના હેતુઓ પણ કથંચિદ્ દુ:ખસ્વરૂપ છે. તેથી જ દુ:ખક્ષયરૂપે કર્મક્ષયને તમારે ત્યાં (રૈયાયિકોને ત્યાં) પણ મુખ્યપ્રયોજન મનાય જ છે ને ? શક્તિરૂપે કર્મ દુઃખરૂપ હોવા છતાં વ્યક્તિસ્વરૂપે તો તે દુ:ખસ્વરૂપ નથી. વ્યક્તિસ્વરૂપે જે દુ:ખરૂપ છે, તેમાં જ મુખ્યપ્રયોજનત્વ મનાય છે. આ પ્રમાણે બીજી રીતે મુખ્યપ્રયોજનત્વ વર્ણવી શકાય એવું નથી. કારણ કે શિક્ત કે વ્યક્તિ સ્વરૂપે જે દુ:ખસ્વરૂપ છે તેમાં (બંન્નેમાં) મુખ્યપ્રયોજનત્વ માનવામાં કોઈ દોષ નથી.
||૩૧-૨૩૦
કર્મક્ષયસ્વરૂપ મોક્ષમાં સ્વત: પુમર્થતાનું નિરૂપણ પરમતથી કરીને હવે સ્વમતથી તેનું ઉપપાદન કરાય છે
स्वतः प्रवृत्तिसाम्राज्यं, किं चाखण्डसुखेच्छया । निराबाधं च वैराग्यमसङ्गे तदुपक्षयात् ।। ३१ - २४ ।।
‘‘તેમ જ અખંડ સુખની ઈચ્છાથી સ્વત: પ્રવૃત્તિ સંગત છે. અસાનુષ્ઠાનની પ્રામિ થયે છતે સુખની ઈચ્છાનો ક્ષય થવાથી વૈરાગ્ય નિરાબાધ જ હોય છે.''–આ પ્રમાણે
Page #54
--------------------------------------------------------------------------
________________
ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ઉપાધિથી રહિત એવી અખંડ સુખની ઈચ્છાથી જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિ સંગત છે. કર્મક્ષયસ્વરૂપ મોક્ષ, અખંડ સુખથી સંવલિત હોવાથી તાદશ અખંડ સુખથી સંવલિત કર્મક્ષય સ્વત: ઈચ્છાનો વિષય બને છે અને તેથી તેના સાધનભૂત જ્ઞાનાચારાદિમાં મુમુક્ષુઓની સારી રીતે પ્રવૃત્તિ થાય છે.
- યદ્યપિ આ રીતે સુખની ઈચ્છાથી વૈરાગ્યની હાનિ થવાનો પ્રસડુ આવે છે. પરંતુ અસાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે, સુખની ઈચ્છા પણ વિરામ પામતી હોવાથી વૈરાગ્ય નિરાબાધ હોય છે. “મોક્ષ કે સંસારમાં શ્રેષ્ઠ મુનિભગવંતો નિસ્પૃહ હોય છે.'-આ વચનથી અસંગાનુષ્ઠાનના કાળમાં વૈરાગ્યની કોઈ પણ રીતે હાનિ થતી નથી-એ સમજી શકાય છે. આ પ્રમાણે માનવામાં ન આવે તો સુખની ઈચ્છાથી જો વૈરાગ્યની હાનિ થતી હોય તો દુઃખના દ્વેષથી પ્રશાંત અવસ્થાની પણ હાનિ થાય છે-એમ માનવાનો પ્રસ આવશે. ૩૧-૨૪ો.
નૈયાયિકોની માન્યતા મુજબ મુક્તિમાં દુઃખની જેમ જ સુખાદિનો પણ ક્ષય થાય છે, એને અનુલક્ષીને જણાવાય છે
Page #55
--------------------------------------------------------------------------
________________
समानायव्ययत्वे च, वृथा मुक्तौ परिश्रमः | गुणहानेरनिष्टत्वात्तत: सुष्टुच्यते ह्यदः ।। ३१-२५।
.
“લાભ અને નુકસાન સમાન હોય તો મોક્ષ માટેનો પરિશ્રમ વ્યર્થ બનશે. કારણ કે ગુણનો નાશ કોઈને પણ ઈષ્ટ બનતો નથી. તેથી આ જે કહેવાય છે (છવ્વીસમા શ્લોકમાં જણાવ્યું છે તે) તે સારું છે.''-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે નૈયાયિકોની માન્યતા મુજબ મોક્ષમાં જેમ દુ:ખ નથી તેમ સુખ પણ નથી. દુઃખનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ તો સુખનો પણ નાશ થઈ ગયો. આ રીતે દુ:ખનાશનો લાભ થયો. તો સુખના નાશનું નુકસાન પણ થયું. સુખનો અભાવ અને દુ:ખનો અભાવ : એ બંન્નેના કારણે આય્ અને વ્યયનું સામ્ય સ્વીકારવાથી મુક્તિને અનુલક્ષીને કરેલો પરિશ્રમ વ્યર્થ થશે. કારણ કે ગુણની હાનિ અનિષ્ટ છે. એ અનિષ્ટથી અનુવિદ્ધ એવા દુ:ખનાશના ઉપાયમાં અનિષ્ટના અનુબંધિત્વનું જ્ઞાન થવાથી કોઈ પણ બુદ્ધિમાનની તેમાં (દુ:ખનાશોપાયમાં) પ્રવૃત્તિ નહીં થાય. તેથી હવે પછી જે કહેવાય છે તે સારું કહેવાય છે. ।।૩૧-૨૫
પૂર્વે જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે
૪૮
Page #56
--------------------------------------------------------------------------
________________
दुःखाभावोऽपि नावेद्यः, पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थार्थं, प्रवृत्तो दृश्यते सुधीः ॥३१-२६॥
જેનો અનુભવ ન થાય એવો દુ:ખાભાવ પણ પુરુષાર્થસ્વરૂપે ઈષ્ટ બનતો નથી. કારણ કે બેભાનાદિની અવસ્થા માટે પ્રયત્ન કરનાર કોઈ બુદ્ધિમાન દેખાતા નથી.'-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે-દુઃખાભાવના અધિકરણમાં અને દુઃખાભાવના કાળમાં રહેનાર સાક્ષાત્કાર(અનુભવ)નો જે દુ:ખાભાવ વિષય છે તે વેદ્ય દુ:ખાભાવ છે અને તાદશ સાક્ષાત્કારનો જે વિષય બનતો નથી, તે દુઃખાભાવ અવેદ્ય છે. બેભાન અવસ્થામાં દુ:ખાભાવ હોવા છતાં ત્યાં તેનો અનુભવ થતો ન હોવાથી તે અવેદ્ય છે.
નૈયાયિકોની માન્યતા મુજબ મુક્તાત્માઓમાં જ્ઞાનનો અભાવ હોવાથી તેમનો દુઃખાભાવ પણ અવેદ્ય છે. એવો અવેદ્ય દુ:ખાભાવ પુરુષાર્થસ્વરૂપ (પુરુષની કામનાના વિષયસ્વરૂ૫) માનતા નથી. કારણ કે મૂર્છાદિની અવસ્થાની પ્રાપ્તિ માટે કોઈ પણ બુદ્ધિમાન પ્રવર્તતા નથી. અવેદ્ય એવા પણ દુઃખાભાવને જો પુરુષાર્થરૂપે માનવામાં આવે તો મૂર્છાદિની અવસ્થાને પામવા માટે બુદ્ધિમાનની પ્રવૃત્તિ થવાનો પ્રસફ આવશે. આથી સ્પષ્ટ છે કે ગુણહાનિ અનિષ્ટ હોવાથી દુ:ખાભાવસ્વરૂપ મુક્તિને માનવામાં આવે
Page #57
--------------------------------------------------------------------------
________________
તો તેના માટે કોઈની પણ પ્રવૃત્તિ નહિ થાય : એ જ નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે.
||૩૧-૨૬।।
નૈયાયિકોની જ બીજી માન્યતાનું પણ નિરાકરણ થઈ ગયાનું જણાવાય છે
एतेनैतदपास्तं हि पुमर्थत्वेऽप्रयोजकम् ।
,
તજ્ઞાન ૩:વનાશશ્ન, વર્તમાનોઽનુભૂવતે ॥૩૨-૨ા
“આથી ચોક્કસપણે આનું નિરાકરણ થાય છે કેપુરુષાર્થત્વને વિશે પુમર્થનું જ્ઞાન પ્રયોજક નથી અને વર્તમાન દુ:ખનાશ અનુભવાય છે.''... આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે દુ:ખાભાવસ્વરૂપ મોક્ષને માનવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ગુણહાનિના પ્રસના કારણે તેમાં પુરુષાર્થત્વ નહિ આવે. તેના જવાબમાં મહાનૈયાયિક ગઙેશોપાધ્યાયે જણાવ્યું છે કે ‘“દુ:ખાભાવની પુરુષાર્થતા માટે તે પુરુષાર્થના જ્ઞાનની આવશ્યકતા નથી. વર્તમાન એવો દુ:ખાભાવ, વિનાશ પામતા એવા યોગિસાક્ષાત્કારથી અનુભવનો વિષય બની જાય છે. તેથી દુ:ખાભાવમાં પૂર્વે જણાવ્યા મુજબ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન સાક્ષાત્કારવિષયત્વ હોવાથી તેમાં પુરુષાર્થત્વ પણ રહે છે.'’-આ મહાનૈયાયિકનું
૫૦
Page #58
--------------------------------------------------------------------------
________________
કથન યુક્ત નથી. કારણ કે દુઃખાભાવની સાથે મોક્ષમાં સુખાભાવ પણ થવાથી પૂર્વે જણાવ્યા મુજબ ગુણહાનિ થાય છે અને તેથી અનિષ્ટના અનુબંધી એવા ઈષ્ટની પ્રાપ્તિ માટે કોઈ પ્રવૃત્તિ નહીં કરે... જે નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે જ. ૩૧-૧૭ના
વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિષ્ટત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની સાધનામાં પ્રવૃત્તિની અનુપપત્તિ નહિ થાય-આવી નિયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે
गुणहानेरनिष्टत्वं, वैराग्यानाथ वेद्यते । રૂછા વિના નૈવું, પ્રવૃત્તિ અરવલ્લો : -૨૮ાા
“વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિરુત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થઈ શકે છે. નૈયાયિકનું આ કથન યુક્ત નથી. કારણ કે સુખની ઈચ્છા અને દુ:ખના ઠેષ વિના પ્રવૃત્તિ શક્ય નથી.'-આ પ્રમાણે અઠ્ઠાવીસમા લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીમમાં ફરમાવ્યું છે કે “કામથી અંધ બનેલા પરસ્ત્રીનું સેવન કરતી વખતે જેમ બળવદ્ અનિષ્ટ(નરકાદિ)નું અનુબંધિત્વ જોતા નથી તેમ વૈરાગ્યના કારણે ગુણહાનિની અનિષ્ટતા અનુભવાતી નથી. તેથી પરસ્ત્રીના સેવનની જેમ જ મોક્ષની સાધનાની પ્રવૃત્તિમાં કોઈ જ વ્યાઘાત થતો નથી. આવી
Page #59
--------------------------------------------------------------------------
________________
માન્યતા યુક્ત નથી.
કારણ કે ઈચ્છા અને દ્વેષ વિના પ્રાપ્ત કરવાયોગ્ય સુખમાં અને નાશ્ય દુ:ખમાં પ્રવૃત્તિ શક્ય નથી. ઈચ્છાથી (સુખની ઈચ્છાથી) અને દ્વેષથી (દુ:ખના દ્વેષથી) જ સુખની પ્રવૃત્તિ અને દુ:ખનાશની પ્રવૃત્તિ થતી હોય છે. વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિ જ શક્ય નથી. પર વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિના કારણભૂત એવા . સુખના રાગની અને દુ:ખના દ્વેષની જ નિવૃત્તિ થઈ ગયેલી હોવાથી કારણના અભાવે કાર્યનો પણ અભાવ થાય છે. પવૈરાગ્યના કાળમાં ગુણની તૃષ્ણાનો પણ અભાવ હોય છે. કર્મજન્ય હોવાથી તેના ક્ષયોપશમભાવની પણ અહીં ઈચ્છા હોતી નથી. અને અપર વૈરાગ્યમાં તો શબ્દાદિ વિષયોમાં તૃષ્ણા હોતી નથી. પરંતુ ગુણની તૃષ્ણાનો અભાવ ન હોવાથી (ગુણની તૃષ્ણા હોવાથી) ગુણની હાનિના અનિષ્ટત્વનું અપ્રતિસંધાન જ અનુપપન્ન છે અને તેથી ગુણહાનિમાં (આત્મવિશેષગુણોજ્ઞાન, સુખાદિની હાનિમાં) અનિષ્ટત્વનું પ્રતિસંધાન થવાથી મોક્ષસાધક પ્રવૃત્તિ જ નહિ થાય. આથી સમજી શકાશે કે વૈરાગ્યના કાળમાં જ્યાં મોક્ષસાધક પ્રવૃત્તિ જ થઈ નથી, ત્યાં ‘‘પૂર્વસંસ્કારોથી (અનુવેધથી) અસઙ્ગાનુષ્ઠાનસ્વરૂપ પ્રવૃત્તિ થાય છે.''-એ કહેવાનું શક્ય નથી... તેથી નૈયાયિકની વાતમાં તથ્ય નથી. ।।૩૧-૨૮||
૫
Page #60
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાં સુખ માનવાથી શ્રુતિ-ઉપનિષો વિરોધ આવે છે તેથી મુકિતમાં સુખ માનવામાં આવતું નથી, આવી નૈયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે
अशरीरं वाव सन्तमित्यादिश्रुतित: पुनः । सिद्धो हन्त्युभयाभावो, नैकसत्तां यतः स्मृतम् ॥३१-२९॥
‘શરીરં વ...ઈત્યાદિ શ્રુતિથી સિદ્ધ થયેલા ઉભયાભાવથી એકની સત્તાનો નિષેધ થતો નથી. જેથી કહેવાયું છે... (જે હવે પછી જણાવાશે).'-આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે “મારી વાવ સન્ત પ્રિયપ્રિ ર સ્પૃશતઃ' અર્થા હે મૈત્રેયી ! શરીરથી રહિત એવા મિથ્યાવાસનાથી શૂન્ય આત્માને પ્રિય અને અપ્રિય સ્પર્શતા નથી.'-આ શ્રુતિથી સુખદુ:ખ ઉભયનો અભાવ સિદ્ધ થાય છે. એ ઉભયાભાવ એકની અર્થાત્ સુખની સત્તાને દૂર કરતો નથી. કારણ કે એકવમાં પણ દ્વિત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવની અર્થા બેના અભાવની પ્રતીતિ થાય છે. “પ્રિયપ્રિયે પૃશત: અહીં ખરી રીતે પ્રિયનો અભાવ અને અપ્રિયનો અભાવ સિદ્ધ થાય છે. અર્થા બે અભાવની સિદ્ધિમાં તાત્પર્ય છે. પ્રિય અને અપ્રિય : આ બંન્નેનો(ઉભયનો) એક અભાવ સિદ્ધ કરવાનું તાત્પર્ય નથી.”-આ પ્રમાણે કહેવામાં આવે તો, પ્રિયપ્રિલે કૃશત: અહીં “અપ્રિય’
,
ET,
GS
, ,
Page #61
--------------------------------------------------------------------------
________________
પદના સાન્નિધ્યથી પ્રિય પદ વૈષયિસુખપરક સમજવું. આથી સ્પષ્ટ છે કે તાદશ શરીર અને મિથ્યાવાસનાથી રહિત આત્માને પ્રિયાપ્રિય સ્પર્શતા ન હોવા છતાં આત્મિક સુખની હાનિનો પ્રસ નહિ આવે. કારણ કે હવે પછી જણાવાતી વાત સ્મૃતિમાં કહેલી છે. ૩૧-૨૯ો
સ્મૃતિમાં જણાવેલી વાત જણાવાય છેसुखमात्यन्तिकं यत्र, बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं वै मोक्षं विजानीयाद्, दुष्प्रापमकृतात्मभिः ॥३१-३०।।
લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે જ્યાં આત્યંતિક, અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય સુખ છે તેને મોક્ષ જાણવો; જે અકૃતાત્માઓ માટે દુપ્રાપ્ય છે. જે લોકોએ શાસ્ત્રાનુસાર યોગની સાધના કરી નથી, એ બધા અકૃતાત્માઓ છે. વિષયજન્ય સુખ કાયમ માટે રહેનારું નથી. ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષનો વિષય છે અને બુદ્ધિગ્રાહ્ય નથી, ઈન્દ્રિયગ્રાહ્ય છે. મોક્ષમાં એનાથી વિલક્ષણ એવું સુખ છે.
આથી સ્પષ્ટ છે કે નૈયાયિકોને માન્ય એવા વચનથી પણ મોમાં સુખ છે-એ સિદ્ધ છે. તેથી પ્રિયપ્રિયે ન પૃશત...ઈત્યાદિ સ્થળે વિષયજન્યસુખપરક પ્રિય શબ્દ છે. મોક્ષમાં તાદશપ્રિયના અભાવની અને અપ્રિયના
Page #62
--------------------------------------------------------------------------
________________
અભાવની સિદ્ધિ થાય છે... ઈત્યાદિ સમજી શકાય છે.
||૩૧-૩૦||
ઉપર જણાવેલી સ્મૃતિમાં ‘સુખ’શબ્દ દુ:ખાભાવમાં ઉપચરિત છે તેથી મોક્ષમાં તાદશ વાસ્તવિક સુખની સિદ્ધિ થતી નથી...આ શંકાનું નિરાકરણ કરાય છે
उपचारोऽत्र नाबाधात्, साक्षिणी चात्र दृश्यते । नित्यं विज्ञानमानन्दं, ब्रह्मेत्यप्यपरा श्रुतिः ।।३१-३१।।
‘‘અહીં દુ:ખાભાવમાં ‘સુખ’પદનો ઉપચાર કર્યો છેઆ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે અહીં મોક્ષમાં સુખને જણાવનારી નિત્યં વિજ્ઞાનમાનન્દ્ બ્રહ્મ...ઇત્યાદિ બીજી પણ શ્રુતિ પ્રમાણ છે.''-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, મોક્ષસુખનું પ્રતિપાદન કરનારી શ્રુતિમાં ‘સુખ’પદનો દુ:ખાભાવમાં ઉપચાર કરાતો નથી. અર્થાદ્ દુ:ખાભાવમાં ‘સુખ’પદને અહીં લાક્ષણિક મનાતું નથી. મુખ્યાર્થ બાધિત હોય તો જ પદને લાક્ષણિક મનાય છે. અહીં ‘સુખ’પદનો અર્થ મોક્ષમાં બાધિત ન હોવાથી તેને દુ:ખાભાવમાં લાક્ષણિક મનાતું નથી.
‘‘મોક્ષમાં સુખ માનવામાં આવે તો જન્યભાવભૂત પદાર્થનો નાશ થતો હોવાથી તેમાં અનંતત્વ માની શકાશે
૫૫
Page #63
--------------------------------------------------------------------------
________________
નહિ.'-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે જન્ય એવા અભાવ(ધ્વસ)ની જેમ કોઈ ભાવભૂત જન્ય પદાર્થ પણ અનંત સંભવી શકે છે. નૈયાયિકોની માન્યતા મુજબ જેમ જન્ય એવા વંસસ્વરૂપ અભાવનો નાશ થતો નથી, તેમ જૈનોની માન્યતા મુજબ જ ભાવભૂત મોક્ષસુખનો પણ નાશ થતો નથી. એ મુજબ મોક્ષના સુખને જણાવનારી
શુદ્ધાત્મા નિત્યવિજ્ઞાન અને આનંદ સ્વરૂપ છે''.. ઈત્યાદર્થક નિત્યં વિજ્ઞાનનેન્દ્ર બ્રહ્મ-આ બીજી શ્રુતિ સાક્ષી (પ્રમાણ) છે. આ શ્રુતિ વડે નિત્યવિજ્ઞાન અને આનંદ તેમ જ બ્રહ્મ : એના અભેદનો બોધ કરાવાય છે... ઈત્યાદિ સમજી શકાય છે. ૩૧-૩૧ાા
પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છેपरमानं दलयतां, परमानं दयावताम् । परमानन्दपीनाः स्म, परमानन्दचर्चया ॥३१-३२॥
નૈયાયિકાદિ પરવાદીઓના અત્યંત ગર્વને ઉત્પન્ન કરનારા કુહેતુઓનું પ્રમાણાભાસનું) ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓની પરમાનંદસ્વરૂપ મોક્ષની ચર્ચાથી અમે પરમાનંદથી પુષ્ટ બન્યા છીએ.'-આ પ્રમાણે બત્રીસમાં શ્લોકનો અર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે એકાંતવાદના અભિનિવેશી એવા પરદર્શનીઓએ મોક્ષના
Page #64
--------------------------------------------------------------------------
________________
વિષયમાં જે જે હેતુઓ(પ્રમાણ) જણાવ્યા; તે તે કુહેતુઓ(હેત્વાભાસો-દુષ્ટ હેતુઓ)નું સારી રીતે સ્યાદ્વાદસ્વરૂપ મુગરથી ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓએ પરમાનંદ-મહોદયસ્વરૂપ મોક્ષની જે મીમાંસા કરી છે, તેનાથી અમે ઉત્કૃષ્ટ આનંદથી પુષ્ટ થયા છીએ.
અહીં એ સમજી લેવું જોઈએ કે, પરવાદીઓએ પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે જે અનુમાનોને પ્રમાણ તરીકે દર્શાવ્યા છે, તે બધાં પ્રમાણાભાસ છે. કારણ કે તેમાં હેત્વાભાસોનો પ્રયોગ કરાયેલો છે. તેનું ખંડન કરવાનું કાર્ય શ્વેતાંબર સાધુભગવંતોએ કર્યું છે. ખંડન કરતી વખતે પણ એ મહાત્માઓનો દયાનો પરિણામ નાશ પામતો નથી. અનેકાંતવાદનો પ્રેમ હોવાથી જગતના જીવોને આ સંસારથી પાર ઉતારવાની ભાવનાને લઈને શ્વેતાંબર સાધુભગવંતોએ મોક્ષના સ્વરૂપ અંગે ખૂબ જ પ્રામાણિકપણે વિચારણા કરી છે. અન્યદર્શનીઓની વાતમાં જેટલો પણ સત્યાંશ જણાય ત્યાં તેનું સમર્થન કરીને પોતાના હૈયાની નિર્મળતાનો પરિચય કરાવ્યો છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થની પ્રાપ્તિ વિના એવી દયાને પામવાનું કોઈ પણ રીતે શક્ય નથી. પરસિદ્ધાંતનું ખંડન કરવું અને ત્યાં રહેલા સત્યાંશનું સમર્થન કરવું : એ ખૂબ જ કપરું કામ છે. પરંતુ જગતના જીવોની અજ્ઞાનદશાને દૂર કરવાની ઉત્કટ પવિત્ર ભાવનાથી શ્વેતાંબર
Page #65
--------------------------------------------------------------------------
________________
સાધુઓએ એ કાર્ય ખૂબ જ સરળતાથી પરિપૂર્ણ કર્યું છે. તેઓશ્રીએ એ રીતેં કરેલી મોક્ષની મીમાંસા અમારા પરમાનંદનું કારણ છે એ પ્રમાણે ગ્રંથકારપરમર્ષિ ફરમાવે છે. પરમપદની ઉત્કટ ઈછા પરમાનંદની ચર્ચાથી પરમાનંદનું કારણ બને : એ સમજી શકાય છે. અને ગ્રંથકારશ્રીના જણાવ્યા મુજબ શ્વેતાંબર સાધુમહાત્માઓ દ્વારા કરાયેલી મોક્ષના સ્વરૂપની મીમાંસાથી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા.
|૩૧-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां मुक्तिद्वात्रिंशिका ।।
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ।।
Page #66
--------------------------------------------------------------------------
_