________________
अथ प्रारभ्यते मुक्तिद्वात्रिंशिका । આ પૂર્વે ત્રીસમી બત્રીશીમાં શ્રી કેવલપરમાત્માના કલાહારથી પણ તેઓશ્રીમાં કૃતાર્થપણું સત છે-એ જણાવ્યું. સર્વથા કૃતાર્થત્વ તો મુક્તિમાં વ્યવસ્થિત છે. તેથી મુક્તિના વિષયમાં જે અનેક વિપ્રતિપત્તિઓ છે, તેનું નિરાકરણ કરવા વડે હવે મુક્તિનું વ્યવસ્થાપન કરે છેदुःखध्वंसः परो मुक्ति, मनिं दुःखत्वमत्र च । आत्मकालान्यगध्वंसप्रतियोगिन्यवृत्तिमत् ॥३१-१।।
“અત્યંત દુ:ખધ્વંસ મુક્તિ છે, એમાં પ્રમાણ એ છે કેન્દ્ર આત્મા અને કાલથી ભિન્નમાં રહેનાર વંસના પ્રતિયોગીમાં નહિ રહેનાર દુઃખત્વ (આ પક્ષ છે.)'-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. સાધ્ય અને હેતુ વગેરેનું વર્ણન આગળના શ્લોકથી કરાશે.
આશય એ છે કે પર(અત્યંત) દુઃખધ્વસ મુક્તિ છે. દુઃખનો ધ્વંસ તો દરેક આત્મામાં હોવાથી દરેકમાં મુક્તત્વ માનવાનો પ્રસ આવતો હોવાથી તેના નિવારણ માટે દુઃખધ્વસમાં પરત્વ વિશેષણનો નિવેશ છે. દરેક આત્મામાં પરદુ:ખધ્વંસ ન હોવાથી તેમાં મુક્તત્વ માનવાનો પ્રસ નહિ આવે. જે આત્મામાં દુ:ખનો ધ્વંસ થયા પછી ક્યારે પણ તે આત્મામાં દુઃખની ઉત્પત્તિ થવાની ન હોય, તો તે આત્મામાં રહેલા દુઃખધ્વસને પર દુઃખધ્વંસ કહેવાય છે. આપણા આત્મામાં દુઃખધ્વસ હોવા છતાં દુ:ખની ઉત્પત્તિ ( થતી હોવાથી એ(દુઃખધ્વંસ) પર નથી. મુક્તાત્માઓમાં