________________
વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે હવંશમાં મવિવૃત્તિત્વે સતિ આ વિશેષણ આપવામાં આવે અર્થા ‘માવવૃત્તિત્વવિશિષ્ટાર્થમાત્રવૃત્તિત્વ'ની હેતુ તરીકે વિવક્ષા કરવામાં આવે તો પણ વ્યભિચારનો ઉદ્ધાર થશે નહિ. - કારણ કે પ્રાગભાવનો ધ્વંસ પ્રાગભાવના પ્રતિયોગી (ઘટાદિ ભાવભૂત) સ્વરૂપ છે અને તેના ધ્વસ્વરૂપ છે. તેથી પ્રાગભાવના ધ્વસમાં રહેનાર ધ્વસત્વ પ્રાગભાવના પ્રતિયોગી એવા ભાવમાં પણ વૃત્તિ છે અને તેથી વંસત્વમાં ભાવવૃત્તિત્વવિશિષ્ટ કાર્યમાત્રવૃત્તિત્વ હોવાથી અને ત્યાં સાધ્ય ન હોવાથી વ્યભિચાર છે જ. તેના નિવારણ માટે હવંશમાં ‘સત્' આ કાર્યનું વિશેષણ છે. સત્તા જાતિ(દ્રવ્ય ગુણ અને કર્મમાં રહેનારી)ના અધિકરણ દ્રવ્યાદિને ‘સત્' કહેવાય છે. પ્રાગભાવનો ધ્વંસ સત્ (સત્તાવિશિષ્ટ) ન હોવાથી તે ‘સત્કાર્ય નથી. તેથી વંસત્વમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ' હેતુનો અભાવ હોવાથી ત્યાં સાધ્ય ન હોવા છતાં વ્યભિચારદોષ આવતો નથી... ઈત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું. ૩૧-રો
મોક્ષસાધક ઉપર જણાવેલા અનુમાનમાં દષ્ટાંત જણાવાય છેदीपत्ववदिति प्रास्तार्किकास्तदसङ्गतम् । बाधाद् वृत्तिविशेषेष्टावन्यथाऽर्थान्तराव्ययात् ॥३१-३॥