________________
ખંડપ્રલયમાં દુઃખોનો ધ્વંસ થતો હોવા છતાં ત્યાં ભવિષ્યમાં (સૂર્યતરમાં) ઉત્પન્ન થનારાં દુઃખોનો પ્રાગભાવ હોય છે. તેથી ખંડપ્રલય દુ:ખોનો અનાધાર હોવા છતાં દુ:ખપ્રાગભાવનો તે અનાધાર નથી. આથી સમજી શકાશે કે દુઃખપ્રાગભાવના નિવેશથી અર્થાતર નહીં આવે.
ઉપર્યુકત અનુમાનમાં સાધ્યસાધક હેતુ “સાર્થમાત્રવૃત્તિત્વ' છે. માત્ર ‘વૃત્તિત્વને હેતુ તરીકે રાખીએ તો આત્મનિરૂપિત વૃત્તિત્વ આત્મત્વમાં પણ છે અને ત્યાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિ-દવંસપ્રતિયોગિવૃત્તિત્વ સાધ્ય ન હોવાથી વ્યભિચાર આવે છે. વાર્થવૃત્તિત્વ'ને હેતુ માનીએ તો આત્મત્વમાં હેતુ ન હોવા છતાં ‘અનંતત્વમાં હેતુ છે અને ત્યાં સાધ્ય નથી તેથી વ્યભિચાર આવે છે. આશય એ છે કે અનંતત્વ “áસાપ્રતિયોગિત્વ' સ્વરૂપ છે. જેનો ધ્વંસ થતો નથી તેમાં અનંતત્વ રહે છે. અનાર્યસ્વરૂપ આત્માદિમાં અને કાર્યસ્વરૂપ વંસમાં અનંતત્વ વૃત્તિ છે. આ રીતે ઘંસાત્મકકાર્યનિરૂપિત વૃત્તિત્વ(કાર્યવૃત્તિત્વ) અનંતત્વમાં છે અને તેમાં દુખપ્રાગભાવાનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વસ્વરૂપ સાધ્ય નથી, તેથી વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ માનવામાં આવે તો, “અનંતત્વ કાર્યમાં(ધ્વસમાં) અને અકાર્ય(આત્માદિ)માં વૃત્તિ હોવાથી તેમાં કાર્યમાત્રવૃત્તિત્વ નથી. તેથી હેતુ અને સાધ્ય બન્નેનો અભાવ અનંતત્વમાં હોવાથી વ્યભિચાર નહીં આવે. પરંતુ તેમ કરવાથી કાર્યમાત્રવૃત્તિ વંસત્વમાં હેતુ છે અને સાધ્ય ન હોવાથી