________________
પદના સાન્નિધ્યથી પ્રિય પદ વૈષયિસુખપરક સમજવું. આથી સ્પષ્ટ છે કે તાદશ શરીર અને મિથ્યાવાસનાથી રહિત આત્માને પ્રિયાપ્રિય સ્પર્શતા ન હોવા છતાં આત્મિક સુખની હાનિનો પ્રસ નહિ આવે. કારણ કે હવે પછી જણાવાતી વાત સ્મૃતિમાં કહેલી છે. ૩૧-૨૯ો
સ્મૃતિમાં જણાવેલી વાત જણાવાય છેसुखमात्यन्तिकं यत्र, बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं वै मोक्षं विजानीयाद्, दुष्प्रापमकृतात्मभिः ॥३१-३०।।
લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે જ્યાં આત્યંતિક, અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય સુખ છે તેને મોક્ષ જાણવો; જે અકૃતાત્માઓ માટે દુપ્રાપ્ય છે. જે લોકોએ શાસ્ત્રાનુસાર યોગની સાધના કરી નથી, એ બધા અકૃતાત્માઓ છે. વિષયજન્ય સુખ કાયમ માટે રહેનારું નથી. ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષનો વિષય છે અને બુદ્ધિગ્રાહ્ય નથી, ઈન્દ્રિયગ્રાહ્ય છે. મોક્ષમાં એનાથી વિલક્ષણ એવું સુખ છે.
આથી સ્પષ્ટ છે કે નૈયાયિકોને માન્ય એવા વચનથી પણ મોમાં સુખ છે-એ સિદ્ધ છે. તેથી પ્રિયપ્રિયે ન પૃશત...ઈત્યાદિ સ્થળે વિષયજન્યસુખપરક પ્રિય શબ્દ છે. મોક્ષમાં તાદશપ્રિયના અભાવની અને અપ્રિયના