________________
એતદન્યતર સંબંધથી દુ:ખપ્રાગભાવના અનાધારની વિવક્ષા કરીએ તો ઉક્ત અન્યતર સંબંધથી આત્મા, દુ:ખપ્રાગભાવનો અનાધાર ન હોવાથી અર્થાતર નહીં આવે. પરંતુ તાદશાન્યતર સંબંધથી દુ:ખપ્રાગભાવના અનાધાર તો ઘટપટાદિ પણ છે અને ત્યાં દૈશિક-કાલિકાન્યતર-વિશેષણતા-સંબંધથી દુ:ખધ્વંસ વૃત્તિ છે. તેના પ્રતિયોગી દુ:ખમાં દુ:ખત્વ વૃત્તિ હોવાથી અર્થાંતરનો ઉદ્ધાર થતો નથી. આથી સ્પષ્ટ છે કે અર્થાતરના નિવારણ માટે ઉક્તાન્યતર સંબંધનો નિવેશ કરીએ તોપણ તે સંબંધઘટિત વ્યાપ્તિના ગ્રહનો સંભવ નથી...ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ।।૩૧-૩
ઉપર જણાવ્યા મુજબના વ્યામિગ્રહાસંભવને જ સ્પષ્ટ રીતે જણાવાય છે
विपक्षबाधकाभावादनभिप्रेतसिद्धित: । अन्तरैतदयोग्यत्वाशङ्का योगाऽपहेति चेत् ॥ ३१-४॥
‘‘વિપક્ષબાધક તર્કનો અભાવ હોવાથી અને અનભિપ્રેત સિદ્ધિ થવાથી (શ્લો.નં. ૩માં જણાવ્યા મુજબ) વ્યાપ્તિગ્રહ થતો નથી. ‘પ્રકૃતસાધ્યની સિદ્ધિ વિના અયોગ્યત્વની શઠ્ઠા યોગની સાધનાની પ્રતિબંધક બનશે.'
આ જ વિપક્ષબાધક છે. આ પ્રમાણે નૈયાયિકો કહે તો (તે બરાબર નથી... એ પાંચમા શ્લોકમાં જણાવાશે.)''-આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનો આશય એ છે કે વિપક્ષમાં હેતુ હોય તોપણ
૧૬