________________
શબ્દાદિમાં દુખત્વ અવૃત્તિ છે.(અવર્તમાન છે.) દુ:ખત્વમાં તાદશ-આત્મકાલા ગāસપ્રતિયોગીમાં રહેલી અધિકરણતા-નિરૂપિત વૃત્તિતાનો અભાવ (તાદશાવૃત્તિત્વ) છે. ઉપર જણાવેલા અનુમાનમાં દુ:ખત્વ પક્ષ છે. શબ્દાદિવૃત્તિત્વને લઈને અથરદોષ ન આવે-એ માટે आत्मकालान्यगध्वंसप्रतियोगिन्यवृत्तिमत्त्व (प्रतियोग्यવૃત્તિત્વ) : આ વિશેષણનો નિવેશ પક્ષમાં છે. ત્યાં (પક્ષમાં) સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે અને દુઃખ પ્રાગભાવનો અનાધાર જે મહાકાળ છે તેમાં વૃત્તિ એવા દુ:ખધ્વસના પ્રતિયોગી દુ:ખનિરૂપિતવૃત્તિત્વ(સાધ્ય) પણ છે.
આથી સમજી શકાશે કે અહીં દુ:ખત્વસામાન્યમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત નથી. પરંતુ તાદશ આત્મકાલાન્યવૃત્તિધ્વસપ્રતિયોગ્યવૃત્તિત્વવિશિષ્ટ દુ:ખત્વમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત છે. દુ:ખત્વનું તાદશ પ્રતિયોગ્યવૃત્તિત્વ વિશેષણ ન આપીએ તો, આત્મા અને કાળને છોડીને અન્ય આકાશાદિમાં વૃત્તિ શબ્દાદિધ્વસના પ્રતિયોગી શબ્દાદિવૃત્તિત્વસ્વરૂપે દુઃખત્વમાં સાધ્યસિદ્ધિ થવાથી અર્થાતરદોષનો પ્રસવું આવે છે. અભિપ્રેતાર્થસ્વરૂપથી ભિન્નસ્વરૂપે સાધ્ય-સિદ્ધિ થાય તો અર્થાતરદોષ આવે છે. આત્મકલાન્યવૃત્તિ-વૅસપ્રતિયોગ્યવૃત્તિત્વ : આ દુ:ખત્વપક્ષનું વિશેષણ વિવક્ષિત હોય તો તે સ્વરૂપે જ સાધ્યની સિદ્ધિ થવાથી ઉપર જણાવ્યા મુજબ ‘અથાતર’ નહીં આવે.
યદ્યપિ દુ:ખત્વમાં શબ્દાદિવૃત્તિત્વ બાધિત છે. (કારણ કે દુ:ખત્વ દુ:ખમાં રહે છે, શબ્દાદિમાં નહિ.)