________________
હેતુભૂત પાપનો ધ્વસ શક્ય હોવાથી સાક્ષાદ્ દુઃખનો અન્વય ન કરતાં તેના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને ધ્વસમાં દુઃખનો અન્વય કરવામાં આવે છે.
યદ્યપિ આ રીતે દુ:ખનો અન્વય, સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વ સંબંધથી કરવામાં આવે તો અન્વયિતાવચ્છેદક સંબંધ ગુરુભૂત બને છે, તેથી તે સંબંધથી અન્વય કરવાનું ઉચિત નથી. પરંતુ તેથી તુ વા ઈત્યાદિ ગ્રંથથી કલ્પાંતરનું અનુસરણ કરાય છે. એનો આશય એ છે કે ટુકડ્યું મૂલ્...ઈત્યાદિ સ્થળે પ્રાયશ્ચિત્ત કરનારનો ઉદ્દેશ દુઃખદ્વેષનો હોવાથી તેનો જ ઉલ્લેખ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ દુઃખનો અન્વય કરવામાં સંબંધનું ગૌરવ નહિ નડે. “દુઃખના કારણભૂત કર્મોના નાશ સ્વરૂપ મોક્ષને માનવાથી મોક્ષમાં મુખ્યપ્રયોજન– નહિ મનાય. કારણ કે દુ:ખનાશમાં જ પરમપ્રયોજન મનાશે. આ મુદ્દે તુમ્...ઈત્યાદિ સ્થળે દુઃખદ્વેષનો જ ઉલ્લેખ છે.”-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મુખ્યપ્રયોજન દુઃખવિરહની ઈચ્છાનો વિષય, તેના સાધનભૂત સકળ કર્મનો ધ્વસ છે. તેથી તે પણ મુખ્ય પ્રયોજન છે. ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ૩૧-૨૨ા.
ઉપર જણાવ્યા મુજબ દુ:ખધ્વંસના સાધન તરીકે