________________
તેથી દુઃખત્વનું માતાજીને ધ્વસપ્રતિયોજિ-ન્યવૃત્તિમરવઆ સંપૂર્ણ વિશેષણ આપ્યું છે. જેથી ઉપર જણાવ્યા મુજબ આશ્રયાસિદ્ધિ નહીં આવે. કારણ કે આત્મા અને કાળને છોડીને બીજે ક્યાંય દુઃખધ્વસ વૃત્તિ નથી.
યઘપિ આત્મા અને કાળને છોડીને અન્ય શરીરાદિસ્વરૂપ આત્મોપાધિમાં અવચ્છેદતાસંબંધથી અને અનિત્ય ઘટપટાદિ સ્વરૂપ કાલોપાધિમાં કાલિકસંબંધથી દુઃખધ્વસ વૃત્તિ હોવાથી તેને લઈને ઉપર જણાવ્યા મુજબ આશ્રયસિદ્ધિદોષ અવસ્થિત જ છે. પરંતુ અહીં માત્મા પદથી આત્મોપાધિસ્વરૂપ શરીરાદિનું અને કાલોપાધિસ્વરૂપ અનિત્ય ઘટપટાદિનું પણ ગ્રહણ ક્યું છે. તેથી આત્મા, કાળ અને આત્મકાલોપાધિથી અન્ય આકાશાદિમાં દુ:ખધ્વસ વૃત્તિ ન હોવાથી આશ્રયાસિદ્ધિદોષ નહીં આવે.... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. ૩૧-૧ાા.
મોક્ષસાધક અનુમાનના પક્ષનું વિવેચન કરીને હવે તેના સાધ્ય અને હેતુનું નિરૂપણ કરાય છે
सत्कार्यमात्रवृत्तित्वात्, प्रागभावोऽसुखस्य यः । तदनाधारगध्वंसप्रतियोगिनि वृत्तिमत् ॥३१-२॥
તાદશ (આત્મકાલા ગગનાદિવૃત્તિ ધ્વસના પ્રતિયોગીમાં અવૃત્તિ) દુખત્વ-દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિ છે. કારણ કે તેવું દુ:ખત્વ સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે.''-આ