________________
હોવાથી સ્વરૂપ યોગ્યતાના અવચ્છેદક સ્વરૂપે સમાદિમાં સોચ થતો નથી. વિશિષ્ટ યોગ્યતા જ સમાદિની વિશેષતામાં કારણ છે અને તેની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રત્યે યોગ્યતાવિશેષ કારણ છે. આથી સમજી શકાશે કે શમાદિ
સ્વરૂપ યોગ્યતાના અવચ્છેદક (નિશ્ચય કરાવનાર) નથી. પરંતુ ફલોપધાયજ્યોગ્યતાના અવચ્છેદક છે. તેથી મોક્ષપ્રાપ્તિની સ્વરૂપયોગ્યતામાં કોઈ સોચ થતો નથી. દરેક જીવમાં એ સમાન છે. જે કોઈ ભેદ છે તે ફલોપધાયજ્યોગ્યતામાં છે, જેના અવચ્છેદક સમાદિ છે. ૩૧-૬
સમાદિની પ્રત્યે પણ સંસારીપણે સંસારી આત્માને કારણ માનવા જોઈએ. જેથી બધાની મુક્તિ થઈ શકશે, આ માન્યતાનું નિરાકરણ કરાય છેसंसारित्वेन गुरुणा, शमादौ च न हेतुता । भव्यत्वेनैव किन्त्वेषेत्येतदन्यत्र दर्शितम् ॥३१-७।।
શમાદિની પ્રત્યે ગુરુભૂત એવા સંસારિત્વરૂપે સંસારીને હેતુ માનવાનું ઉચિત નથી. પરંતુ ભવ્યત્વરૂપે એ માનવાનું ઉચિત છે-આ વસ્તુ અન્યત્ર જણાવી છે.'-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. જેનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે નિત્યજ્ઞાનાદિમ(પરમાત્મા)ભિન્નત્વસ્વરૂપ સંસારિત્વ છે. તે નાનાપદાર્થઘટિત (નિત્યત્વજ્ઞાન-વિથffધરળતા અને કેઃ...વગેરે સ્વરૂપ અનેક પદાર્થઘટિત) હોવાથી ગુરુ છે. તેથી તે ગુરુભૂત