________________
સદાને માટે સ્વભાવથી જ પોતાના સ્વરૂપમાં અવસ્થિત છે. પ્રકૃત્યાદિના સાન્નિધ્યના કારણે વિભાવાવસ્થામાં અવસ્થિતિ તો વાસ્તવિક નથી, ઔપાધિક છે. તેથી ઔપાધિક-ઉપચરિત બદ્ધાદિ અવસ્થા છે. આવા પ્રકારના ઔપચારિક મોક્ષ માટે કોઈ પ્રયત્ન નહિ કરે, ઈચ્છા પણ નહિ કરે. ઉપચરિત સાધ્યત્વ વસ્તુની સિદ્ધિમાં ઉપયોગી ન બને. તેથી મોક્ષમાં પુરુષાર્થત્વનો અભાવ હોવાથી સાખ્ખોને અસાધ્યત્વ દૂષણ વજ્રલેપ છે. કોઈ પણ રીતે તે દૂર થાય એમ નથી... ઈત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું જોઈએ.
||૩૧-૧૨
બૌદ્ધવિશેષની મોક્ષસંબંધી માન્યતાનું નિરાકરણ
કરાય છે
पूर्वचित्तनिवृत्तिः साग्रिमानुत्पादसङ्गता । इत्यन्ये श्रयते तेषामनुत्पादो न साध्यताम् ।।३१-१३।।
‘અગ્રિમ ચિત્તની અનુત્પત્તિથી સહિત એવી પૂર્વચિત્તની નિવૃત્તિ-મુક્તિ છે : એમ કેટલાક લોકો (બૌદ્ધવિશેષ) કહે છે. પરંતુ તે વિદ્વાનોના મતમાં પણ અનુત્પાદ સાધ્યતાનો આશ્રય કરતો નથી.''–આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે વિજ્ઞાન(ચિત્ત)ની ધારા એકસરખી ચાલતી હોય છે. એમાં પૂર્વ પૂર્વ ચિત્તની નિવૃત્તિ થાય છે અને ઉત્તર ઉત્તર
૩૦