Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ કામનાનું વિષયત્વ) નથી. આ પ્રમાણે શટ્ટાકાર નૈયાયિકનું કહેવું છે. પરંતુ તે કથન યુક્ત નથી. કારણ કે કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્યદુ:ખત્વ જો માનીએ તો સ્યાદ્વાદમાં કોણ બાધક છે ? દુ:ખના હેતુઓ પણ કથંચિદ્ દુ:ખસ્વરૂપ છે. તેથી જ દુ:ખક્ષયરૂપે કર્મક્ષયને તમારે ત્યાં (રૈયાયિકોને ત્યાં) પણ મુખ્યપ્રયોજન મનાય જ છે ને ? શક્તિરૂપે કર્મ દુઃખરૂપ હોવા છતાં વ્યક્તિસ્વરૂપે તો તે દુ:ખસ્વરૂપ નથી. વ્યક્તિસ્વરૂપે જે દુ:ખરૂપ છે, તેમાં જ મુખ્યપ્રયોજનત્વ મનાય છે. આ પ્રમાણે બીજી રીતે મુખ્યપ્રયોજનત્વ વર્ણવી શકાય એવું નથી. કારણ કે શિક્ત કે વ્યક્તિ સ્વરૂપે જે દુ:ખસ્વરૂપ છે તેમાં (બંન્નેમાં) મુખ્યપ્રયોજનત્વ માનવામાં કોઈ દોષ નથી. ||૩૧-૨૩૦ કર્મક્ષયસ્વરૂપ મોક્ષમાં સ્વત: પુમર્થતાનું નિરૂપણ પરમતથી કરીને હવે સ્વમતથી તેનું ઉપપાદન કરાય છે स्वतः प्रवृत्तिसाम्राज्यं, किं चाखण्डसुखेच्छया । निराबाधं च वैराग्यमसङ्गे तदुपक्षयात् ।। ३१ - २४ ।। ‘‘તેમ જ અખંડ સુખની ઈચ્છાથી સ્વત: પ્રવૃત્તિ સંગત છે. અસાનુષ્ઠાનની પ્રામિ થયે છતે સુખની ઈચ્છાનો ક્ષય થવાથી વૈરાગ્ય નિરાબાધ જ હોય છે.''–આ પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66