________________
કથન યુક્ત નથી. કારણ કે દુઃખાભાવની સાથે મોક્ષમાં સુખાભાવ પણ થવાથી પૂર્વે જણાવ્યા મુજબ ગુણહાનિ થાય છે અને તેથી અનિષ્ટના અનુબંધી એવા ઈષ્ટની પ્રાપ્તિ માટે કોઈ પ્રવૃત્તિ નહીં કરે... જે નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે જ. ૩૧-૧૭ના
વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિષ્ટત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની સાધનામાં પ્રવૃત્તિની અનુપપત્તિ નહિ થાય-આવી નિયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે
गुणहानेरनिष्टत्वं, वैराग्यानाथ वेद्यते । રૂછા વિના નૈવું, પ્રવૃત્તિ અરવલ્લો : -૨૮ાા
“વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિરુત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થઈ શકે છે. નૈયાયિકનું આ કથન યુક્ત નથી. કારણ કે સુખની ઈચ્છા અને દુ:ખના ઠેષ વિના પ્રવૃત્તિ શક્ય નથી.'-આ પ્રમાણે અઠ્ઠાવીસમા લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ કરતાં ટીમમાં ફરમાવ્યું છે કે “કામથી અંધ બનેલા પરસ્ત્રીનું સેવન કરતી વખતે જેમ બળવદ્ અનિષ્ટ(નરકાદિ)નું અનુબંધિત્વ જોતા નથી તેમ વૈરાગ્યના કારણે ગુણહાનિની અનિષ્ટતા અનુભવાતી નથી. તેથી પરસ્ત્રીના સેવનની જેમ જ મોક્ષની સાધનાની પ્રવૃત્તિમાં કોઈ જ વ્યાઘાત થતો નથી. આવી