________________
दुःखाभावोऽपि नावेद्यः, पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थार्थं, प्रवृत्तो दृश्यते सुधीः ॥३१-२६॥
જેનો અનુભવ ન થાય એવો દુ:ખાભાવ પણ પુરુષાર્થસ્વરૂપે ઈષ્ટ બનતો નથી. કારણ કે બેભાનાદિની અવસ્થા માટે પ્રયત્ન કરનાર કોઈ બુદ્ધિમાન દેખાતા નથી.'-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે-દુઃખાભાવના અધિકરણમાં અને દુઃખાભાવના કાળમાં રહેનાર સાક્ષાત્કાર(અનુભવ)નો જે દુ:ખાભાવ વિષય છે તે વેદ્ય દુ:ખાભાવ છે અને તાદશ સાક્ષાત્કારનો જે વિષય બનતો નથી, તે દુઃખાભાવ અવેદ્ય છે. બેભાન અવસ્થામાં દુ:ખાભાવ હોવા છતાં ત્યાં તેનો અનુભવ થતો ન હોવાથી તે અવેદ્ય છે.
નૈયાયિકોની માન્યતા મુજબ મુક્તાત્માઓમાં જ્ઞાનનો અભાવ હોવાથી તેમનો દુઃખાભાવ પણ અવેદ્ય છે. એવો અવેદ્ય દુ:ખાભાવ પુરુષાર્થસ્વરૂપ (પુરુષની કામનાના વિષયસ્વરૂ૫) માનતા નથી. કારણ કે મૂર્છાદિની અવસ્થાની પ્રાપ્તિ માટે કોઈ પણ બુદ્ધિમાન પ્રવર્તતા નથી. અવેદ્ય એવા પણ દુઃખાભાવને જો પુરુષાર્થરૂપે માનવામાં આવે તો મૂર્છાદિની અવસ્થાને પામવા માટે બુદ્ધિમાનની પ્રવૃત્તિ થવાનો પ્રસફ આવશે. આથી સ્પષ્ટ છે કે ગુણહાનિ અનિષ્ટ હોવાથી દુ:ખાભાવસ્વરૂપ મુક્તિને માનવામાં આવે