________________
ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ઉપાધિથી રહિત એવી અખંડ સુખની ઈચ્છાથી જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિ સંગત છે. કર્મક્ષયસ્વરૂપ મોક્ષ, અખંડ સુખથી સંવલિત હોવાથી તાદશ અખંડ સુખથી સંવલિત કર્મક્ષય સ્વત: ઈચ્છાનો વિષય બને છે અને તેથી તેના સાધનભૂત જ્ઞાનાચારાદિમાં મુમુક્ષુઓની સારી રીતે પ્રવૃત્તિ થાય છે.
- યદ્યપિ આ રીતે સુખની ઈચ્છાથી વૈરાગ્યની હાનિ થવાનો પ્રસડુ આવે છે. પરંતુ અસાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે, સુખની ઈચ્છા પણ વિરામ પામતી હોવાથી વૈરાગ્ય નિરાબાધ હોય છે. “મોક્ષ કે સંસારમાં શ્રેષ્ઠ મુનિભગવંતો નિસ્પૃહ હોય છે.'-આ વચનથી અસંગાનુષ્ઠાનના કાળમાં વૈરાગ્યની કોઈ પણ રીતે હાનિ થતી નથી-એ સમજી શકાય છે. આ પ્રમાણે માનવામાં ન આવે તો સુખની ઈચ્છાથી જો વૈરાગ્યની હાનિ થતી હોય તો દુઃખના દ્વેષથી પ્રશાંત અવસ્થાની પણ હાનિ થાય છે-એમ માનવાનો પ્રસ આવશે. ૩૧-૨૪ો.
નૈયાયિકોની માન્યતા મુજબ મુક્તિમાં દુઃખની જેમ જ સુખાદિનો પણ ક્ષય થાય છે, એને અનુલક્ષીને જણાવાય છે