________________
કર્મક્ષયસ્વરૂપ મુક્તિમાં મુખ્યપ્રયોજનત્વ હોવા છતાં, તેમાં સ્વતઃ પુમર્થતાની અનુપપત્તિ થાય છે-આ શટ્ટાનું સમાધાન કરાય છે
स्वतोऽपुमर्थताप्येवमिति चेत् कर्मणामपि ।
शक्त्या चेन्मुख्यदुःखत्वं, स्याद्वादे किं नु बाध्यताम् ।।३१-२३ ।।
કર્મક્ષયમાં ઉપર જણાવ્યા મુજબ મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થાય ‘“તોપણ સ્વત: પુમર્થતા તેમાં નહિ આવે-આ પ્રમાણે કહેવામાં આવે તો સ્યાદ્વાદમતમાં, કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્યદુ:ખત્વ માની લેવામાં કોણ બાધક છે ? અર્થાર્ કોઈ નહિ.'’-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોનો અક્ષરાર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે, આ પૂર્વે જણાવ્યા મુજબ દુ:ખધ્વંસની ઈચ્છાનો વિષય કર્મક્ષયસ્વરૂપ મોક્ષ છે. તેથી મુખ્યપ્રયોજનવિષયક (દુ:ખવિરહવિષયક) ઈચ્છાનો વિષય કર્મક્ષય હોવાથી તેમાં મુખ્યપ્રયોજનત્વ મનાય તોપણ તેમાં સ્વતઃ પુમર્થતા નથી. કારણ કે ઉપાધિરહિત ઈચ્છાના વિષયમાં અર્થાદ્ અન્યવિષયક ઈચ્છાને અનધીન ઈચ્છાના વિષયમાં પુમર્થતા સ્વતઃ મનાય છે. અન્યત્ર પરત: પુમર્થતા મનાય છે. સુખમાં અથવા દુ:ખહાનિમાં જ સ્વત: પુમર્થતા મનાય છે. દુ:ખવિરહની ઈચ્છાને આધીન એવી કર્મધ્વંસની ઈચ્છાનો વિષય કર્મક્ષય હોવાથી તેમાં સ્વત: પુમર્થતા(પુરુષની
૪૫