________________
માન્યતા યુક્ત નથી.
કારણ કે ઈચ્છા અને દ્વેષ વિના પ્રાપ્ત કરવાયોગ્ય સુખમાં અને નાશ્ય દુ:ખમાં પ્રવૃત્તિ શક્ય નથી. ઈચ્છાથી (સુખની ઈચ્છાથી) અને દ્વેષથી (દુ:ખના દ્વેષથી) જ સુખની પ્રવૃત્તિ અને દુ:ખનાશની પ્રવૃત્તિ થતી હોય છે. વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિ જ શક્ય નથી. પર વૈરાગ્યની અવસ્થામાં પ્રવૃત્તિના કારણભૂત એવા . સુખના રાગની અને દુ:ખના દ્વેષની જ નિવૃત્તિ થઈ ગયેલી હોવાથી કારણના અભાવે કાર્યનો પણ અભાવ થાય છે. પવૈરાગ્યના કાળમાં ગુણની તૃષ્ણાનો પણ અભાવ હોય છે. કર્મજન્ય હોવાથી તેના ક્ષયોપશમભાવની પણ અહીં ઈચ્છા હોતી નથી. અને અપર વૈરાગ્યમાં તો શબ્દાદિ વિષયોમાં તૃષ્ણા હોતી નથી. પરંતુ ગુણની તૃષ્ણાનો અભાવ ન હોવાથી (ગુણની તૃષ્ણા હોવાથી) ગુણની હાનિના અનિષ્ટત્વનું અપ્રતિસંધાન જ અનુપપન્ન છે અને તેથી ગુણહાનિમાં (આત્મવિશેષગુણોજ્ઞાન, સુખાદિની હાનિમાં) અનિષ્ટત્વનું પ્રતિસંધાન થવાથી મોક્ષસાધક પ્રવૃત્તિ જ નહિ થાય. આથી સમજી શકાશે કે વૈરાગ્યના કાળમાં જ્યાં મોક્ષસાધક પ્રવૃત્તિ જ થઈ નથી, ત્યાં ‘‘પૂર્વસંસ્કારોથી (અનુવેધથી) અસઙ્ગાનુષ્ઠાનસ્વરૂપ પ્રવૃત્તિ થાય છે.''-એ કહેવાનું શક્ય નથી... તેથી નૈયાયિકની વાતમાં તથ્ય નથી. ।।૩૧-૨૮||
૫