Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ પ્રવૃત્તિ થાય છે. તેથી આ રીતે પ્રયત્નથી સાધ્ય એવાં કર્મોના ક્ષયને વ્યવહારનયની અપેક્ષાએ મુક્તિ કહેવાય છે. યદ્યપિ આ રીતે કર્મક્ષયસ્વરૂપ મુક્તિ માનીએ તો તેમાં પ્રયત્નસાધ્યત્વ હોવા છતાં ઈચ્છાવિષયત્વસ્વરૂપ પુરુષાર્થત્વ નહીં રહે, (કારણ કે દુ:ખધ્વંસની ઈચ્છા થાય પણ કર્મક્ષયની ઈચ્છા ન થાય) પરંતુ મુક્તિના વિષયમાં દ્વેષમૂલક પ્રવૃત્તિ થતી હોવાથી અર્થાર્ સાક્ષા ્ દુ:ખનાશના ઉપાયભૂત કર્મનાશની ઈચ્છાનું વિષયત્વ કર્મનાશમાં હોવાથી મુક્તિમાં પરમપુરુષાર્થત્વનો કોઈ વિરોધ નથી...એ સમજી શકાય છે. ।।૩૧-૨૦ના દુ:ખનાશ માટે જ પ્રવૃત્તિ કરાય છે. કર્મનાશ માટે કોઈ પ્રવૃત્તિ ન કરે, તેથી કર્મધ્વંસસ્વરૂપ મોક્ષમાં કોઈ પ્રવૃત્તિ ન કરે તો તેમાં પુમર્થત્વની અનુપત્તિ થશે : આ શંકાનું સમાધાન કરાય છે दुःखद्वेषे हि तद्धेतून्, द्वेष्टि प्राणी नियोगतः । નાયતેઽસ્ય પ્રવૃત્તિશ્ર્વ, તતસ્તન્નાશહેતુપુ ।।૩-૨શા ‘‘દુ:ખની પ્રત્યે દ્વેષ આવે તો તે જીવ દુ:ખના ઉપાયની પ્રત્યે અવશ્ય દ્વેષ કરવાનો છે. તેથી એવા જીવની દુ:ખના નાશના હેતુઓને વિશે પ્રવૃત્તિ થાય છે.''-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એના આશયનું とこ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66