________________
તેવા પ્રકારના જ્ઞાનની પ્રત્યે અપેક્ષાકારણ છે અને તે આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે આવરણભૂત બને છે. અર્થાત્ તે શરીરાદિ આત્માના સ્વભાવભૂત જ્ઞાનાદિની પ્રત્યે પ્રતિબંધક છે. જેમ ઓરડામાં રહેલી ચીજોને પ્રકાશિત કરવાનો પ્રદીપનો સ્વભાવ હોવા છતાં દીપક ઉપર કોડિયું ઢાંકી દેવામાં આવે તો તે તેવા પ્રકારના સ્વભાવનો પ્રતિબંધ કરે છે. દીપક ઉપરથી કોડિયું લઈ લઈએ તો પ્રદીપનો
સ્વભાવ પ્રગટ થાય છે. તેમ જ ઈન્દ્રિયો અને શરીરાદિનો વિચ્છેદ થવાથી આત્માના જ્ઞાન, સુખ વગેરે ગુણો (સ્વભાવભૂત ગુણો) પ્રગટ થાય છે; જે પ્રયત્ન વિના જ સિદ્ધ છે.
યદ્યપિ આ રીતે તો શરીરાદિના અભાવમાં તો જ્ઞાનસુખાદિનો પણ અભાવ થશે. કારણ કે જ્ઞાનાદિની પ્રત્યે શરીરાદિ કારણ હોવાથી કારણના અભાવમાં કાર્યનો અભાવ થાય-એ સ્પષ્ટ છે. આવી ચડ્ડા કરી શકાય છે. પરંતુ તે બરાબર નથી. કારણ કે એવી શઠ્ઠા કરવામાં આવે તો શરાવાદિ(કોડિયાદિ)ના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પણ પ્રસડુ આવશે-એ પ્રમાણે પણ કહી શકાશે. “શરાવાદિ પ્રદીપાદિનાં જનક ન હોવાથી શરાવાદિના અભાવે પ્રદીપાદિના અભાવનો પ્રસવું નહીં આવે, પરંતુ શરીરાદિ તો જ્ઞાનાદિનાં જનક હોવાથી તેના અભાવમાં જ્ઞાનાદિના અભાવનો પ્રસડ આવશે.''-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શરાવાદિને પણ તાદશ અવરુદ્ધ સ્વસ્વભાવવાળા પ્રદીપના પરિણામનાં જનક મનાય છે અન્યથા શરાવાદિને