________________
ऋजुसूत्रादिभिर्ज्ञानसुखादिकपरम्परा । व्यङ्ग्यमावरणोच्छित्त्या सग्रहेणेष्यते सुखम् ॥३१-१९।।
‘‘ઋજુસૂત્ર વગેરે નયો જ્ઞાન, સુખ વગેરેની પરંપરાને મુક્તિ માને છે અને આવરણનો ઉચ્છેદ થવાથી પ્રગટ થનારા સુખને મુક્તિ માને છે.''-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એના આશયને વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે-ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય જ્ઞાન-સુખાદિની પરંપરાને મુક્તિ તરીકે વર્ણવે છે. શુદ્ધનયો ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રનો સ્વીકાર કરતાં હોવાથી જ્ઞાન-સુખાદિની પરંપરા સ્વરૂપ જ મુક્તિનો તે નયો સ્વીકાર કરે છે.
જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ છે : એ, જ્ઞાનાદિની ક્ષણિક સત્તાથી સિદ્ધ થાય છે. કારણ કે ક્ષણમાત્ર સત્તા, ક્ષણના અભેદ(તાદાત્મ્ય, સ્વરૂપ)ની વ્યાપ્ય છે. ‘‘જ્યાં જ્યાં ક્ષણિક સત્તા છે ત્યાં ત્યાં ક્ષણનો અભેદ છે. દા.ત. ક્ષણનું સ્વરૂપ.'' આ વ્યામિથી(નિયમથી) જ્ઞાનાદિ ક્ષણસ્વરૂપ સિદ્ધ થાય છે.
સંગ્રહનયની અપેક્ષાએ આવરણના વિચ્છેદથી અભિવ્યક્ત થનારા સુખને મુક્તિ કહેવાય છે. આ સુખસ્વરૂપ મુક્તિ જીવનો સ્વભાવ છે. એ સ્વભાવ ઈન્દ્રિયસહિત-શરીરાદિસ્વરૂપ અપેક્ષાકારણાત્મક આવરણથી આચ્છાદિત બને છે. આશય એ છે કે ઈન્દ્રિયાદિજન્ય જ્ઞાનની પ્રત્યે ઈન્દ્રિયસહિત શરીરાદિની અપેક્ષા છે. તેથી તે
૩૭૯૪૨૬