Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ વર્ણન કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે-દુ:ખની પ્રત્યે દ્વેષ હોતે છતે પ્રાણી દુ:ખના હેતુઓ ઉપર ચોક્કસ જ દ્વેષ કરે છે. આ દુ:ખદ્વેષીની, દુ:ખના ઉપાયભૂત કર્મના નાશના હેતુઓમાં અર્થાત્ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે જ. કારણ કે દુઃખ પ્રત્યેનો દ્વેષ, દુ:ખના હેતુઓના નાશના ઉપાયોની ઇચ્છા અને દુ:ખના હેતુઓ પ્રત્યેનો દ્વેષ : એ બંન્નેની પ્રત્યે સ્વભાવથી જ કારણ છે અને એ બંન્ને સ્વભાવથી જ દુ:ખહેતુના નાશના હેતુની પ્રવૃત્તિમાં કારણ છે. (જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિમાં કારણ છે.) આથી સમજી શકાય એવું છે કે-દુ:ખની પ્રત્યે દ્વેષ હોય એટલે દુ:ખના હેતુઓ પ્રત્યે દ્વેષ થાય અને તેથી તેના નાશના ઉપાયની પણ ઈચ્છા થાય અને તેથી એ બંન્નેના કારણે દુ:ખહેતુના નાશના ઉપાયભૂત જ્ઞાનાચારાદિમાં પ્રવૃત્તિ પણ થાય છે. યપિ દુ:ખદ્વેષ અને દુ:ખહેતુભૂતકર્મ પ્રત્યેનો દ્વેષ : આ બંન્ને દીર્ઘ એક ઉપયોગથી સંબદ્ધ (પરસ્પર એક બીજામાં સંમિલિત) હોવાથી સમાનકાલીન બંન્નેમાં કાર્યકારણભાવ માનવાનું યોગ્ય નથી. પરંતુ તે દીર્ઘ એક ઉપયોગમાં ક્રમ પણ અનુવિદ્ધ હોવાથી એ બંન્નેનો પૂર્વાપરીભાવ પણ અનુભવાય છે. તેથી કાર્યકારણભાવની કોઈ અનુપપત્તિ નથી. અનાદિકાળથી દુ:ખ પ્રત્યેનો દ્વેષ તો આત્મામાં પડેલો જ છે. પરંતુ જ્યારે દુ:ખનું કયું કારણ છે, તેનું જ્ઞાન થાય એટલે દુ:ખના કારણ પ્રત્યે દ્વેષ થતો ૪૧

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66