________________
તેવા પરિણામવાળા પ્રદીપાદિનાં જનક માનવામાં ન આવે તો શરાવાદિ પ્રદીપના પ્રકાશનાં આવારક બની શકશે નહીં... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૧૯ો.
વ્યવહારનયથી મુક્તિનું સ્વરૂપ વર્ણવાય છેक्षयः प्रयत्नसाध्यस्तु, व्यवहारेण कर्मणाम् । न चैवमपुमर्थत्वं, द्वेषयोनिप्रवृत्तितः ॥३१-२०॥
“પ્રયત્નથી સાધ્ય એવા કર્મક્ષયને વ્યવહારનય મુક્તિ માને છે. “આથી મોક્ષમાં અપુરુષાર્થત્વ આવે છે. આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે દ્વેષમૂલક અહીં પ્રવૃત્તિ થાય છે.'-આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. વ્યવહારનયને આશ્રયીને પ્રયત્નથી સાધ્ય એવો જે કર્મોનો ક્ષય છે તેને મુક્તિ કહેવાય છે.
સામાન્ય રીતે અન્વય અને વ્યતિરેકના નિયમને અનુસરીને વ્યવહારનયની પ્રવૃત્તિ છે. સત્ત્વને લઈને જે નિયમ છે, તેને અન્વય કહેવાય છે. (જ્યાં ધૂમ છે ત્યાં અગ્નિ છે-આ અન્વય નિયમ છે.) અને વસ્તુના અસત્ત્વને લઈને જે નિયમ છે તેને વ્યતિરેક કહેવાય છે. (જ્યાં વહિ નથી, ત્યાં ધૂમ નથી-આ વ્યતિરેક નિયમ છે.) આ અન્વયવ્યતિરેકને આશ્રયીને વ્યવહારનયે જ્ઞાનાવરણીય કમોંના ક્ષયના વિષયમાં અન્વય-વ્યતિરેકને અનુસરી જ્ઞાનાચારાદિની