________________
પ્રામ સ્વરૂપાવસ્થિતિ મુક્તિ છે અને તેથી તેમાં સાધ્યત્વ અનુપપન્ન નથી. એ ભ્રમથી જ મુમુક્ષુઓની સંન્યાસાદિમાં પ્રવૃત્તિ થાય છે... પરંતુ આ બધું ભ્રાંત પુરુષોની પર્ષદામાં કહેવાનું ઉચિત છે, વિદ્વાનોની પર્ષદામાં કહેવાનું ઉચિત નથી. ૩૧-૧૭થી
આ રીતે પરમતોનું નિરાકરણ કરીને હવે સ્વમતને જણાવાય છે
कृत्स्नकर्मक्षयो मुक्तिरित्येष तु विपश्चिताम् । स्याद्वादामृतपानस्योद्गारः स्फारनयाश्रयः ॥३१-१८॥
‘‘સકળ કર્મોનો ક્ષય મુક્તિ છે-આ તો વિદ્વાનોનો તે તે સ્પષ્ટ નયોના આશ્રયે ઉત્પન્ન થયેલો, સ્યાદ્વાદરૂપ અમૃતના પાનનો ઉદ્ગાર છે.''- આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય... વગેરે સકળ કર્મોનો જે ક્ષય છે, તે મુક્તિ છે. આ તો એકાંતે પંડિત એવા પ્રાજ્ઞપુરુષોએ કરેલા સ્યાદ્વાદસ્વરૂપ અમૃતના પાનથી ઉત્પન્ન થયેલો ઉદ્ગાર છે, જે અત્યંત સ્પષ્ટપણે પ્રતીત થયેલા નયને આશ્રયીને ઉત્પન્ન થયેલો છે. કારણ કે પદ્દર્શનસમૂહમયત્વ જૈનદર્શનમાં શાસ્ત્રસંમત છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૧૮
અહીં મોક્ષના વિષયમાં નયને જ જણાવાય છે