Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ સુખની અભિવ્યક્તિ સર્વદા થયા જ કરશે.'-આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્યાર્થ છે. તેનો અર્થ સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે, જો મુક્તિના સુખમાં રહેલું નિત્ય, અનાદિત્યસ્વરૂપ હોય તો તે નય અમારો છે જ. કારણ કે સંસારની દશામાં કર્મથી આચ્છાદિત પણ સુખ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત આત્મસ્વભાવ રૂપ છે. આત્મા જેમ સર્વદા વિદ્યમાન છે, તેમ તેનું સુખ પણ સર્વદા વિદ્યમાન છે જ. | સર્વથા(અર્થાત્ પર્યાયાર્થિકનયથી પણ) સુખમાં અનાદિવસ્વરૂપ નિત્યત્વ માની લેવામાં આવે તો તે નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ સર્વદા થવાનો પ્રસંગ આવશે. યદ્યપિ તેના નિવારણ માટે એમ કહી શકાય છે કે નિત્યસુખના અભિવ્યંજક સર્વદા ન હોવાથી તે નિત્ય હોવા છતાં તેની અભિવ્યક્તિ સર્વદા થતી નથી. પરંતુ એમ કહેવાથી તો ઘટાદિને પણ સર્વથા નિત્ય માનીને દંડાદિ સ્વરૂપ અભિવ્યકના અભાવે તેની અભિવ્યક્તિ સર્વદા થતી નથી-આ પ્રમાણે પણ સારી રીતે કહી શકાય છે અને તેથી સાખ્યમતમાં પ્રવેશનો પ્રસવું આવશે. આથી સમજી શકાશે કે કથંચિદ્દ અનાદિત્ય સ્વરૂપ નિત્યત્વ મુક્તિસુખમાં માનવું જોઈએ, જે અમારો-જૈનોનો માન્ય નય છે. | |૩૧-૧૬I. વેદાંતીઓના મતનું નિરાકરણ કરાય છે

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66