________________
ન હોય ત્યાં મોક્ષની વાત, માત્ર વાત જ છે.
આત્મા અસદ્દ હોય તો શશશૃંગાદિની જેમ સદાને માટે તેનું અસ્તિત્વ હોતું જ નથી. કારણ કે અસદ્ સદાને માટે અસદ્ હોય છે. તેથી અસ એવા આત્માની હાનિ સર્વથા અશક્ય છે. તેમ જ આત્મા સત્ હોય તો વીતરાગનો જન્મ થતો ન હોવાથી અને સરાગીનો જ જન્મ થતો હોવાથી આત્મા અનાદિકાલીન છે તે સિદ્ધ થાય છે. તેથી જ અનાદિભાવભૂત પદાર્થનો નાશ થતો ન હોવાથી આત્મા અનંત છે, તે સિદ્ધ થાય છે. આ રીતે આત્મા નિત્ય હોવાથી સર્વથા તેની હાનિ શક્ય નથી.
યદ્યપિ દ્રવ્યને આશ્રયીને તેની હાનિ શક્ય ન હોવા છતાં મનુષ્યત્યાદિ પર્યાયને આશ્રયીને તેનો નાશ શક્ય છે. પરંતુ તેવી હાનિનો ઉદ્દેશ ન હોવાથી મોક્ષ પુરુષાર્થસ્વરૂપ નહીં બને. “તે તે દુઃખકારણાદિ સ્વરૂપ પર્યાયના નાશનો ઉદ્દેશ હોવાથી તે સ્વરૂપે મોક્ષ પુરુષાર્થ સ્વરૂપ બની શકે છે.” આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મોક્ષ અન્ય ઈચ્છાને અનધીન એવી ઈચ્છાનો વિષય છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર ગ્રંથમાં પ્રતિપાદન કરાયેલા પદાર્થને સંક્ષેપથી સમજાવવાનું તાત્પર્ય છે, જે ઉપર જણાવ્યા મુજબ સમજી શકાય છે. Il૩૧-૧૪.
હવે તૌતાતિતની માન્યતાનું નિરાકરણ કરાય છે