________________
ચિત્તની ઉત્પત્તિ થતી હોય છે. જ્યારે પણ પૂર્વેના ચિત્તની નિવૃત્તિ થવા છતાં ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થતી નથી, ત્યારે તે અગ્રિમ ચિત્તના અનુત્પાદને મુક્તિ કહેવાય છે. અર્થા અગ્રિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ પૂર્વચિત્તની નિવૃત્તિ મુક્તિ છે. આ પ્રમાણે કેટલાક બૌદ્ધોની માન્યતા છે. પરંતુ તેમની માન્યતામાં પણ મુક્તિમાં પુરુષાર્થત્વાભાવનો પ્રસંગ છે જ. કારણ કે અનુત્પાદ, સાધ્ય નથી. ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૧૩
ચાર્વાક-નાસ્તિકમતનું નિરાકરણ કરાય છેसात्महानमिति प्राह, चार्वाकस्तत्तु पाप्मने । तस्य हातुमशक्यत्वात्तदनुद्देशतस्तथा ॥३१-१४।।
“આત્માની હાનિ(ધ્વસ) મુક્તિ છે : એમ ચાર્વાક કહે છે. ચાર્વાકનું એ વચન સાંભળવાથી પણ પાપ લાગે છે. કારણ કે આત્માની હાનિ શક્ય નથી. તેમ જ તેનો ઉદ્દેશ પણ નથી.'-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચાવકો શરીરથી અતિરિક્ત આત્માને માનતા નથી. તેથી શરીરના વંસની સાથે જ શરીરસ્વરૂપ આત્માનો પણ ધ્વંસ થવાથી તસ્વરૂપ (આત્મહાનિસ્વરૂપ) મોક્ષ થાય છે. નાસ્તિકોના એ વચનનું શ્રવણ પણ પાપનું કારણ બને છે. કારણ કે શરીરથી અતિરિક્ત એવા સર્વજનપ્રસિદ્ધ આત્માનો જ જ્યાં સ્વીકાર