________________
પરતંત્રતાનો અભાવ થવાથી તસ્વરૂપ સ્વતંત્રતાને “મોક્ષ માનવામાં આવે તો તે અમારો (જૈનોનો) જ સિદ્ધાંત છે. તેથી પરમતમાં પ્રવેશનો પ્રસવું આવશે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ||૩૧-૧૧ાા .
સાંખ્યાભિમત મોક્ષના સ્વરૂપનું નિરાકરણ કરાય છેपुंसः स्वरूपावस्थानं, सेति साङ्ख्याः प्रचक्षते । तेषामेतदसाध्यत्वं, वज्रलेपोऽस्ति दूषणम् ॥३१-१२।।
પુરુષનું સ્વરૂપાવસ્થાન-એ મોક્ષ છે, એમ સાંખ્યો કહે છે. તેઓને મોક્ષ અસાધ્ય છે-એમ માનવાનું દૂષણ વજલેપ છે.'-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ ફૂટસ્થ નિત્ય છે. પ્રકૃતિ અને તેના વિકારાદિ ઉપાધિના કારણે પુરુષના અભેદગ્રહને લઈને પુરુષનો સંસાર છે. પરંતુ વિવેક ખ્યાતિથી ભેદગ્રહ થવાથી પાધિક સ્વરૂપનો વિલય થાય છે, જેથી પુરુષ માત્ર ચિદવસ્થામાં પ્રતિષ્ઠિત થાય છે. એ જ પુરુષની મુક્તાવસ્થા છે. તેને જ સા ખ્યો મોક્ષ કહે છે. પુરુષનું પોતાનું આ સ્વરૂપાવસ્થાન, પ્રકૃતિ અને તેના વિકાર બુદ્ધિ વગેરેના સાન્નિધ્યની નિવૃત્તિથી થાય છે.
સાખ્યોએ માનેલું એ મોક્ષનું સ્વરૂપ સત નથી. કારણ કે પુરુષ ફૂટસ્થ નિત્ય હોવાથી પરમાર્થથી તો તે