________________
નાશ થતો હોવાથી તાદશજ્ઞાનાત્મક ક્ષણની પરંપરા વાસ્તવિક મનાતી નથી, પરંતુ કાલ્પનિક મનાય છે. જે છે તે સર્વથા એક ક્ષણ સ્વરૂપ છે. તેથી બદ્ધ અને મુક્તની વ્યવસ્થા સંસ્કૃત નહિ થાય. કારણ કે પ્રવૃત્તિવિજ્ઞાનધારામાં બદ્ધત્વનો વ્યવહાર થતો હતો. પરંતુ તેના સર્વથા વિનાશથી ઉત્તર ક્ષણની પરંપરામાં-આલયવિજ્ઞાનધારામાં મુક્તત્વનો વ્યવહાર થઈ શકશે નહિ. બૌદ્ધોના મતે બદ્ધ મુક્ત થતો નથી. બદ્ધ અને મુક્ત સર્વથા ભિન્ન છે. તેથી તેનો વ્યવહાર અસઙ્ગત થશે. કાલ્પનિક એવી વિજ્ઞાનસંતતિમાં વાસ્તવિક બદ્ધત્વ-મુક્તત્વનો વ્યવહાર શક્ય નથી. તેમ જ સર્વથા અભાવરૂપ થયેલા પૂર્વક્ષણથી ઉત્તરક્ષણની ઉત્પત્તિ અશક્ય છે... ઈત્યાદિ, તેના જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ.
||૩૧-૯।।
બૌદ્ધોની માન્યતામાં જે રીતે મુક્તિ સત થઈ શકે તે જણાવાય છે
विवर्त्तमानज्ञेयार्थापेक्षायां सति चाश्रये । અસ્યાં વિનયતેઽસ્મા, પયનરેશના ।।૩-૨૦ના
‘‘ક્ષણે ક્ષણે અન્ય અન્ય પર્યાયને ધારણ કરનારા શેય પદાર્થોની અપેક્ષાએ જ્ઞાનનો આધાર હોતે છતે આલયવિજ્ઞાનધારા સ્વરૂ૫ મુક્તિ માનવામાં અમારી પર્યાયનયની દેશના વિજય પામે છે.''-આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે,
૨૭