________________
ઉત્પન્ન થાય છે. જે આલયવિજ્ઞાનની ધારાથી ભવિષ્યમાં
ક્યારે પણ પ્રવૃત્તિવિજ્ઞાનની ધારા પ્રવર્તતી નથી, તે આલયવિજ્ઞાનની ધારા મુકિત છે. તેથી સુપુમિ અવસ્થાની આલયવિજ્ઞાનધારાને મુક્તિસ્વરૂપ માનતા નથી. આ વસ્તુને જણાવવા માટે તેમને ત્યાં જણાવ્યું છે કે રાગાદિલેશથી વાસિત ચિત્ત(જ્ઞાન) જ સંસાર છે અને રાગાદિકલેશોથી રહિત એવું ચિત્ત જ ભવાંત-મોક્ષ કહેવાય છે.
મોક્ષમાં શરીરાદિનો અભાવ હોવાથી નિમિત્તના અભાવે મુક્તિમાં આલયવિજ્ઞાનની અનુપપત્તિ છે.'-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે પૂર્વ પૂર્વ વિશિષ્ટ જ્ઞાનાત્મક ક્ષણોથી ઉત્તરોત્તર વિશિષ્ટ વિશિષ્ટ વિજ્ઞાનાત્મક ક્ષણોની ઉત્પત્તિ થાય છે. વિશિષ્ટ ભાવનાથી વિભાગનો પરિક્ષય થવાથી અથઃ પ્રશાંતવાહિતા પ્રાપ્ત થવાથી આલયવિજ્ઞાનધારાની ઉપપત્તિ થાય છે. વિસભાગનો (સલેશનો) પરિક્ષય, સર્વ ટુલ, સર્વ ક્ષળિ. क्षणिकम्, सर्वं स्वलक्षणं स्वलक्षणम् सने सर्वं शून्यं शून्यम् : આ ચાર વિશિષ્ટ ભાવનાથી થાય છે... આ પ્રમાણે બૌદ્ધોની માન્યતા છે. પરંતુ ત્રણેય કાળમાં અનુગત એવા આત્માના (આત્માસ્વરૂપ) આધાર વિના બૌદ્ધો માટે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂપ મુક્તિ માનવાની વાત કદર્થનાસ્વરૂપ છે. કારણ કે આત્મસ્વરૂપ આધાર વિના જ્ઞાન ક્યાં ઉત્પન્ન થાય ? ‘વિજ્ઞાનની સંતતિ(ધારાપરંપરા)માં જ્ઞાન ઉત્પન્ન થાય છે' -આ પ્રમાણે પણ કહી શકાય એવું નથી. કારણ કે તમારા મતે પૂર્વેક્ષણનો સર્વથા