________________
સ્વરૂપ જીવલયને મોક્ષ માનવામાં આવે તો ત્રિદંડીઓનો જૈનમતમાં કથંચિત્મવેશ થઈ જશે. ૩૧-૮
બૌદ્ધમતનું નિરાકરણ કરાય છેबौद्धास्त्वालयविज्ञानसन्ततिः सेत्यकीर्तयन् । विनान्वयिनमाधारं, तेषामेषा कदर्थना ॥३१-९॥
આલયવિજ્ઞાનની પરંપરાને મુક્તિ તરીકે બૌદ્ધોએ વર્ણવી છે. પરંતુ ત્રિકાલવૃત્તિ આત્માધાર વિના એ મુક્તિ તેમના માટે વિડંબનાસ્વરૂપ છે.''-આ પ્રમાણે નવમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે બૌદ્ધોના મતે આલયવિજ્ઞાનની ધારા સ્વરૂ૫ મુક્તિ છે. પ્રવૃત્તિવિજ્ઞાન સ્વરૂપ ઉપપ્તવથી રહિત અને શેય-ઘટ-પટાદિના આકારથી રહિત એવી જ્ઞાનાત્મક ક્ષણોની પરંપરાને આલયવિજ્ઞાનધારા કહેવાય છે.
બૌદ્ધોના મતે પ્રવૃત્તિવિજ્ઞાનધારા અને આલયવિજ્ઞાનધારા : આ બે પ્રકારની વિજ્ઞાનધારા છે. સામાન્ય રીતે બાહ્ય ઘટપટાદિ વિષયાકારને ગ્રહણ કરનારી વિજ્ઞાનધારા, પ્રવૃત્તિવિજ્ઞાનધારા છે અને તાદશ બાહ્ય વિષય સ્વરૂપ યના આકારનો જેમાં અભાવ છે એવી માત્ર અહમ્ (હું) પ્રત્યયવાળી વિજ્ઞાનધારા આલયવિજ્ઞાનધારા સ્વરૂપ છે. જાગ્રદિવસ્થામાં પ્રવૃત્તિવિજ્ઞાનધારા હોય છે અને સુપુત્યવસ્થામાં આલયવિજ્ઞાનધારા હોય છે. સુષુન્યવસ્થા પછી જાગ્રદેવસ્થામાં આલયવિજ્ઞાનથી પ્રવૃત્તિ-વિજ્ઞાન