________________
નહિ આવે. તેથી આત્મત્વરૂપે જ શમાદિની ઉત્પત્તિ પ્રત્યે આત્માને કારણ માનવા જોઈએ.''-આ પ્રમાણે કહેવામાં આવે તો અન્યત્ર પણ એ રીતે સમાધાન કરી શકાય છે. સંયોગાદિ અનુગત કાર્યની પ્રત્યે દ્રવ્યત્વેન દ્રવ્યને કારણ માનવાના બદલે સત્તાવન્થેન કારણ માનવાથી ગુણાદિમાં આવતા અતિપ્રસંગનું નિવારણ સામગ્રીના અભાવથી જ થઈ જશે. આથી સમજી શકાશે કે લઘુભૂત કારણતાવચ્છેદક સ્વરૂપે દ્રવ્યત્વની જેમ ભવ્યત્વજાતિની સિદ્ધિ આવશ્યક છે.
યપિ ભવ્યત્વ મારામાં છે કે નહિ આવી શઙ્ગાના કારણે ભવ્યત્વના નિશ્ચયના અભાવે મોક્ષની સાધનાની અનુપપત્તિ થશે; પરંતુ એવી ટ્ટાથી જ ભવ્યત્વનો નિશ્ચય થઈ જતો હોવાથી મોક્ષસાધક પ્રવૃત્તિની અનુપપત્તિ નહીં થાય. કારણ કે શ્રી આચારા સૂત્રની શ્રી શીલાઙ્ગાચાર્ય ભગવંતકૃત ટીકામાં ફરમાવ્યું છે કે 'હું ભવ્ય છું કે અભવ્ય છું ?'-આવી શા ભવ્યને જ થાય છે. અભવ્યને એવી ા થતી નથી-આ વાત અન્યત્ર ન્યાયાલોકમાં અને સ્યાદ્વાદકલ્પલતામાં વિસ્તારથી ગ્રંથકારશ્રીએ જણાવી છે.
1139-911
ત્રિદંડી-મતનું નિરૂપણ કરાય છે
परमात्मनि जीवात्मलय: सेति त्रिदण्डिनः । लयो लिङ्गव्ययोऽत्रेष्टो, जीवनाशस्तु नेष्यते ॥ ३१-८।।
૨૩