________________
સંસારિત્વરૂપે શમાદિની પ્રત્યે સંસારીમાં કારણતા માનવાનું તમારે-નૈયાયિકોને ઉચિત નથી. પરંતુ તાદશકારણતા ભવ્યત્વસ્વરૂપે જ માનવી જોઈએ.
‘‘શમાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા, કોઈ એક ધર્મથી અવચ્છિન્ન છે; કારણ કે એમાં કારણતાત્વ છે. સંયોગાદિનિષ્ઠકાર્યતાનિરૂપિત કારણતા (સમવાયિ કારણતા) જેમ દ્રવ્યત્વથી અવચ્છિન્ન છે...'' ઈત્યાદિ અનુમાનથી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. શમ, દમ વગેરે અનુગત કાર્યની કારણતાના અવચ્છેદરૂપે આત્મત્વની વ્યાપ્ય એવી ભવ્યત્વજાતિ સિદ્ધ થાય છે. આશય એ છે કે મુમુક્ષુ આત્માઓમાં શમ, દમ વગેરે ગુણોની ઉત્પત્તિ થાય છે. એની પ્રત્યે જે આત્મા કારણ છે તે બધામાં જે એક જાતિ છે તે ભવ્યત્વ છે. આત્મત્વ દરેક આત્મામાં વૃત્તિ છે અને ભવ્યત્વ આત્મવિશેષમાં વૃત્તિ છે. તેથી તે આત્મત્વની વ્યાપ્ય જાતિ છે. એ જાતિના અસ્તિત્વમાં શમાદિ અનુગત કાર્ય જ પ્રમાણ છે. દ્રવ્યત્વજાતિમાં જેમ સંયોગાદિ અનુગત કાર્ય પ્રમાણ છે તેમ અહીં પણ શમાદિ અનુગત કાર્ય જ ભવ્યત્વજાતિમાં પ્રમાણ છે.
‘‘આત્મત્વવ્યાપ્ય ભવ્યત્વજાતિને પીને તે સ્વરૂપે શમાદિની પ્રત્યે આત્માને કારણ માનીએ એના કરતાં આત્મત્વસ્વરૂપે આત્માને કારણ માનીએ તો વિપ આત્મત્વ પરમાત્મામાં પણ હોવાથી ત્યાં શમાદિની ઉત્પત્તિ માનવાનો પ્રસઙ્ગ આવશે. પરંતુ ત્યાં અન્ય સહકારી કારણ કર્માદિનો અભાવ હોવાથી ત્યાં શમાદિની ઉત્પત્તિનો પ્રસંગ
ܕܕ