________________
જ કારણ છે. તેથી કોઈ જ અનુપપત્તિ નથી. ૩૧-પા
અનાદિકાળથી દરેક જીવમાં મોક્ષે જવાની યોગ્યતા છે-એના નિશ્ચાયક તરીકે સમાદિ નથી. મોક્ષની પ્રાપ્તિ માટે
માદિ સહકારી કારણ છે. શમાદિના કારણે યોગ્યતામાં સંકોચ કરવાનું ઉચિત નથી-આવી નૈયાયિકોની માન્યતાનું નિરાકરણ કરાય છે
शमाद्युपहिता हन्त, योग्यतैव विभिद्यते । तदवच्छेदकत्वेन, सङ्कोचस्तेन तस्य न ॥३१-६।।
“શમાદિ મુમુક્ષુલિકોના કારણે ખરેખર જ યોગ્યતામાં જ ફરક પડે છે. તેથી યોગ્યતાવચ્છેદકરૂપે સમાદિનો સંકોચ થતો નથી.'-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી જીવમાં રહેલી મોક્ષમાં જવાની જે યોગ્યતા છે, તે સમાદિની પ્રાપ્તિ થવાથી ખરેખર જ ભિન્ન થાય છે. કારણ કે સામાન્ય યોગ્યતાથી(સ્વરૂપયોગ્યતાથી) સમુચિત યોગ્યતા (ફલોપધાયક યોગ્યતાલોન્મુખયોગ્યતા) ભિન્ન છે. આ વાત આ પૂર્વે (૧૦મી બત્રીશીમાં) જણાવી છે. આથી યોગ્યતાના અવચ્છેદક (નિશ્ચાયક) તરીકે સમાદિને જણાવવામાત્રથી અનાદિકાલીન યોગ્યતા(સ્વરૂપયોગ્યતા)માં કોઈ ફરક પડતો નથી.
સમાદિની પ્રાપ્તિ થવાથી જીવની મોક્ષપ્રાપ્તિની યોગ્યતાનો(ફલોપધાયક યોગ્યતાનો) નિશ્ચય થાય છે. તેથી સ્વરૂપયોગ્યતા અને ફલોપધાક્યોગ્યતામાં વિશેષ (ભેદ)